હોમ કે હવન એ દેવતાને ઉદ્દેશીને મંત્ર બોલીને અગ્નિમાં ઘી વગેરે હુત દ્રવ્યને નાખવું તે; હુત દ્રવ્યનું અગ્નિમાં પ્રક્ષેપણ; હોમવાનું કર્મ અને તેને લગતો વિધિ કે યજ્ઞ છે. હોમ એ હિંદુ ધર્મની મહત્વની ધાર્મિક ક્રિયા છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ (ખાસ કરીને તિબેટીયન અને જાપાનીઝ વજ્રયાંગ પરંપરામાં) માં પણ આ ધાર્મિક ક્રિયા ઘણી જ પ્રચલિત છે.

હોમકુંડ

કેટલાંક જાણીતા હોમ (હવન)

ફેરફાર કરો
હોમ   ઉદ્દેશ
આયુષ્ય હોમ   બાળકના જન્મ બાદ તુરંત તેના દીર્ઘાયુષ્યની કામના.
મૃત્યુંજય હોમ   દુર્ઘટનાઓ અને આકસ્મિક મૃત્યુ સામે રક્ષણ અને દિર્ઘાયુષ્યની કામના.
ધનવંતરી હોમ   તંદુરસ્તી માટે.
દુર્ગા હોમ   નકારાત્મક શક્તિઓના નાશ અને આત્મવિશ્વાસ માટે.
ચંડી હોમ   તમામ પ્રયત્નોમાં વિજય માટે.
ગાયત્રી હોમ   હકારાત્મક વિચારો અને સદ્‌કર્મ અર્થે.
કૃત્યા પરિહારણ   કાળા જાદૂ કે ડાકણ, ચુડેલથી રક્ષણાર્થે. (કૃત્યા=હલકી કોટિની દેવી, મેલી દેવી, મેલડી, ડાકણ, ચુડેલ વ. પરિહાર=મુક્તિ, છુટકારો.)
ગણપતિ હોમ   વિઘ્ન હરણ અર્થે.
લક્ષ્મી કુબેર હોમ   સંપતિ અને ભૌતિક સુખ અર્થે.
થિલા હોમ   રામેશ્વરમ ખાતે કરાતો, દૃષ્ટ શક્તિઓના વિનાશ અર્થે.
મંગલ સમકર્ણ હોમ   મોક્ષ અર્થે.
મહાદેવી હોમ   વૈવાહિક સૌભાગ્ય માટે, સુખી દાંપત્ય અર્થે.
નવગ્રહ હોમ   ગ્રહશાંતિ અર્થે.
પુણ્યવચન હોમ   બાળકના નામકરણ વિધિમાં. (બાળકની "છઠ્ઠી" જેવી કોઈ વિધિ)
સુદર્શન હોમ   સાહસમાં સફળતા અર્થે.
રુદ્ર હોમ   બધા નકારાત્મક પ્રભાવોથી છૂટકારો મેળવવા.
વાસ્તુ હોમ   નવા મકાનમાં ગૃહપ્રવેશ પ્રસંગે
વિદ્યા હોમ   વિદ્યાર્થીને અભ્યાસમાં ફાયદા માટે.
વિશ્વશાંતિ હોમ   વૈશ્વીક શાંતિ અને સદ્‌ભાવ અર્થે.
વિરાગ હોમ (વૈરાગ્ય હોમ)   સન્યાસ ગ્રહણ સમયે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો