હોમરુલ આંદોલન
હોમરુલ આંદોલન એ હિંદુ રાષ્ટ્રવાદથી પ્રભાવિત થયેલું એક બંધારણીય અને શાંત આંદોલન હતુ, કે જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યમાં રહીને ભારત માટે સ્વરાજ મેળવવાનો હતો. આ આંદોલન ઈ.સ. ૧૯૧૬ માં કરવામાં આવ્યું હતું. તેની સાથે સંકળાયેલા મુખ્ય નેતાઓમાં લોકમાન્ય ટિળક અને એની બેસન્ટનો સમાવેશ થતો હતો. અંગ્રેજોને 'સ્વરાજ' શબ્દના પ્રયોગ પ્રત્યે અણગમો હતો અને એ શબ્દને તેઓ 'રાજદ્રોહી' અને 'જોખમકારક' ગણતા હતા. તેથી લોકમાન્ય ટિળકે સ્વરાજ શબ્દના વિકલ્પ તરીકે હોમરુલ (Home rule) શબ્દ પ્રયોજ્યો હતો.[૧][૨]
ઉદ્દેશો
ફેરફાર કરોઆ આંદોલન ના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ હતા:[૧]
૧. સ્થાનિક સંસ્થા અને ધારાસભાઓમાં જનતા દ્વારા ચુંટાયેલા પ્રતિનિધિઓનુ શાસન સ્થાપવાનો.
૨. સ્વશાસિત હિંદ પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોને અધિક સહાયક પુરવાર થશે. તેથી હિંદને સ્વશાસન આપવાથી તેના લોકો અંગ્રેજોને યુદ્ધમાં નિષ્ઠાપૂર્વક સેના અને ધનની સહાય કરશે.
૩. પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભ સુધી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નિષ્ક્રિયતા આવી હતી, તેથી હોમરુલ આંદોલન ચલાવીને ભરતીય જનતાને નિષ્ક્રિય અવસ્થામાંથી જાગૃત કરવાનું આવશ્યક હતું.
મુખ્ય નેતાઓ
ફેરફાર કરો- ડો.એની બેસન્ટ
હિંદમાં હોમરુલ આંદોલનના મુખ્ય પ્રણેતા ડો. એની બેસેન્ટ હતા.તેઓ ૧૮૮૯માં થિયોસોફિકલ સોસાયટીમાં જોડાયા અને ૧૮૯૩ માં હિંદમાં વસવાટ કર્યો. તેઓ ૧૯૦૭ માં થિયોસોફિકલ સોસાયટી ના પ્રમુખ બન્યા. પછી તેમને હિંદ ના રાજકારણમાં રુચી જાગી અને તેમને વિચાર્યુ કે જ્યાં સુધી ભરતના લોકો પ્રતિનિધિત્વ ન કરે ત્યા સુધી ભારતનો રાજકીય દરજ્જો ઉંચો આવે નહી તેથી તેમને આયર્લેન્ડની 'હોમરુલ'ની જેમ ભારતમાં પણ 'સ્વશાસન'ની માંગ માટે આ આંદોલન શરુ કરવાનુ નિર્ધાર્યુ. તેમને 'ધી કોમનવીલ' સાપ્તાહિક અને 'ન્યુ ઈન્ડિયા' દૈનિક દ્વારા હોમરુલનો પ્રચાર કર્યો.[૧]
બર્મામાં આવેલ માંડલેમાં ૬ વર્ષની નજરકેદમાંથી છુટ્યા બાદ ટિળક ૧૬ જુન ૧૯૦૪ ના રોજ પુના પાછા ફ્રર્યા અને તેમને રાષ્ટ્રવાદી પક્ષનું ફરી સંગઠન કરવાનું તેમજ ભારતીય રાજકારણમાં ગતિશિલતા પ્રદાન કરવાનુ વિચાર્યુ અને તેમણે વિચાર્યુ કે દેશની વાસ્તવિક પ્રગતિ તથા કલ્યાણ મટે 'સ્વરાજ' આવષ્યક હતુ. પોતાના ધ્યેય તરીકે તેમણે 'હોમરુલ' શબ્દ વાપર્યો. ટિળકે પોતાના અખબારો 'ધી મરાઠા' અને 'કેસરી'માં લેખો લખીને તથા ભાષણો આપીને હોમરુલની તરફેણમાં લોકમત કેળવ્યો તેથી તેમને 'લોકમાન્ય' તરીકે બિરદાવવામાં આવ્યા.[૧]
અસરો અને પરિણામો
ફેરફાર કરોહોમરુલ આંદોલન દરમિયાન દેશની આમ જનતામાં અપૂર્વ અને આશ્ચર્યજનક જાગૃતિ આવી હતી. ગુજરાતના નગરોમાં હોમરુલ લીગની ૯૦ થી વધારે શાખાઓ સ્થાપવામાં આવી હતી. તેની સભાઓમાં મહાત્મા ગાંધી, ઇન્દુલાલ યાજ્ઞિક, જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલ મુનશી જેવા નામાંકીત નેતાઓએ ભાષણ કર્યા હતા.[૨]
આ આંદોલનના પરિણામે સરકારને જવાબદાર રાજ્યતંત્ર આપવાના પોતાના ધ્યેયની ઑગષ્ટ ૧૯૧૭ માં નીતિવિષયક જાહેરાત કરવી પડી હતી. તે મૉન્ટેગ્યૂની જાહેરાત તરીકે જાણીતી થઈ. હોમરુલ આંદોલનને કારણે ગાંધીજીની રાષ્ટ્રિય સત્યાગ્રહની લડતનો પાયો મજબૂત બન્યો.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ પટેલ, જશુભાઈ બી (૨૦૧૫). આધુનિક ભારતનો ઈતિહાસ. અમદાવાદ: લિબર્ટી પબ્લિકેશન્સ. પૃષ્ઠ ૧૪૬. ISBN 978-93-85276-29-3.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ શુક્લ, જયકુમાર ર. (ઓગષ્ટ). "હોમરુલ આંદોલન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૫. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૮૧-૬૮૩. OCLC 1016304478. Check date values in:
|date=
(મદદ)