આધુનિક ભાષામાં હોસ્પિટલ એ વિશેષ સ્ટાફ અને સાધનો દ્વારા દર્દીને સારવાર આપતી આરોગ્ય સંભાળ માટેની સંસ્થા છે, અને હંમેશા નહીં પરંતુ ઘણીવાર તે દર્દીને લાંબા સમય સુધી રાખીને પણ સારવાર આપે છે. સંબંધિત તાજેતરના સમય સુધી, તેનો ઐતિહાસિક અર્થ "મહેમાનગતિ માટેનું સ્થાન" હતો, ઉદાહરણ તરીકે નિવૃત્ત સૈનિકને સ્થાન આપવા માટે 1681માં ચેલ્સિયા રોયલ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી.

યુકેના ઇસ્ટ ઓફ ઇંગ્લેન્ડમાં આવેલી નોરફોક અને નોર્વિચ યુનિવર્સિટી હોસ્પિટલમાં નેશનલ હેલ્થ સર્વિસ નામે ઓળખાતી જાહેર ભંડોળથી ચાલતી આરોગ્ય સેવાઓ છે
દિલ્હી, ભારતમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ

આજે હોસ્પિટલોને જાહેર સાહસો, આરોગ્ય સંસ્થાઓ (નફા માટે કે નહીં નફા માટે), આરોગ્ય વીમા કંપનીઓ અથવા પ્રત્યક્ષ સખાવતી દાન સહિતની સખાવતી સંસ્થાઓ દ્વારા ભંડોળ પુરુ પાડવામાં આવે છે. આમ છતાં, ઐતિહાસિક રીતે, હોસ્પિટલો ઘણી વાર ધાર્મિક આદેશો અથવા દાનેશ્વરી વ્યક્તિઓ અને નેતાઓ દ્વારા સ્થપાતી અને તેને ભંડોળ પુરુ પાડવામાં આવતું. આજે આધુનિક સમયની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં વ્યાવસાયિક ફિઝીશ્યન, સર્જન, નર્સ હોય છે, જ્યારે ઇતિહાસમાં, આ કામ સ્થાપક ધર્મના આદેશો અથવા સ્વયંસેવી લોકો દ્વારા પૂર્ણ કરવામાં આવતું હતું.

વ્યુત્પત્તિશાસ્ત્ર

ફેરફાર કરો

મધ્ય યુગ દરમિયાન, હોસ્પિટલો આધુનિક સંસ્થાઓની વિવિધ સવલતો પૂરી પાડતી હતી, ગરીબો માટે અન્નક્ષેત્ર, યાત્રાળુઓ માટે હોટેલ, અથવા હોસ્પિટલ સ્કૂલ્સનો સમાવેશ થાય છે. હોસ્પિટલ શબ્દ લેટિન હોસ્પેસ પરથી આવ્યો છે, જે અજાણ્યા વ્યક્તિ કે વિદેશીને મહેમાન તરીકે દર્શાવે છે. અન્ય શબ્દ મહેમાનગતિ દર્શાવતા હોસ્પિટીયમ માંથી આવ્યો છે, જે મહેમાન અને આશરો આપનાર, મહેમાનગતિ, મિત્રતાભર્યુ વર્તન, મહેમાનજન્ય આવકાર વચ્ચેનો સંબંધ છે. લેટિન શબ્દને સ્થાને વિશેષણ તરીકે તેનો અર્થ મહેમાન માટેની ચેમ્બર, મહેમાનની ઉતરવાની જગ્યા, પથિકાશ્રમ તરીકે થવા લાગ્યો.[] આથી હોસ્પેસ શબ્દ એ અંગ્રેજી શબ્દો હોસ્ટ (જ્યાં બોલવામાં સરળતા માટે પી ને દૂર કરવામાં આવ્યો હતો), હોસ્પિટાલિટી , હોસ્પાઇસ , હોસ્ટેલ અને હોટેલ નું મૂળ છે. પ્રાચિન ફ્રેન્ચ રોમેન્સ શબ્દ હોસ્ટેલ દ્વારા લેટિનમાંથી પાછળથી નવો આધુનિક શબ્દ આવ્યો, જેમાં અનુચ્ચારિત એસ નો સમાવેશ કરવામાં આવ્યો, જે અક્ષરને પાછળથી શબ્દમાંથી દુર કરવામાં આવ્યો અને તેને પગલે આધુનિક ફ્રેન્ચ શબ્દ hôtel માં ચિહ્ન મુકવામાં આવ્યું. જર્મન શબ્દ 'સ્પાઇટલ' સમાન મૂળ ધરાવે છે.

શબ્દનું વ્યાકરણ થોડા અંશે તેની બોલી પર આધારિત હોવાને લીધે અલગ પડે છે. યુ.એસ.માં, હોસ્પિટલ શબ્દની આગળ આર્ટિકલ મુકવો જરૂરી છે; બ્રિટન અને અન્ય સ્થાનો પર સામાન્ય રીતે તેનો ઉપયોગ આર્ટિકલ વિના થાય છે જ્યારે તે નામયોગી અવયવ હોય અને કેનેડામાં જ્યારે દર્દીનો સંદર્ભ હોય ("ઇન/ટુ ધી હોસ્પિટલ" વિરૂદ્ધ "ઇન/ટુ હોસ્પિટલ"), બંનેનો ઉપયોગ થાય છે.

પ્રકારો

ફેરફાર કરો

કેટલાક દર્દીઓ ફક્ત નિદાન, સારવાર અને થેરાપિ માટે હોસ્પિટલની મુલાકાત લે છે અને રાત રોકાયા વિના ('બહારના દર્દીઓ') જતા રહે છે; જ્યારે અન્ય લોકો 'એડમિટ' થાય છે અને ઘણા સપ્તાહ કે મહિનાઓ સુધી રહે છે ('અંદરના દર્દીઓ'). હોસ્પિટલ્સ દર્દીઓને એડમિટ કરવાની અને સંભાળની આરોગ્યલક્ષી સવલતોને કારણે અન્યથી જુદી પડે છે, અન્ય સ્થાનોને ક્લિનીક તરીકે ગણવામાં આવે છે.

સામાન્ય

ફેરફાર કરો

હોસ્પિટલનો શ્રેષ્ઠ જાણીતો પ્રકાર એ સામાન્ય હોસ્પિટલ છે, જે ઘણા પ્રકારના રોગ અને ઇજાઓની સારવાર માટે સ્થાપવામાં આવી હોય છે, અને જેમાં આરોગ્ય સામે અચાનક અને તાત્કાલિક ઉભી થયેલી તકલીફ માટે તાત્કાલિક વિભાગ હોય છે. સામાન્ય હોસ્પિટલ ઇન્ટેન્સિવ કેર માટે મોટી સંખ્યામાં પથારીઓ, લાંબા ગાળા સુધી સારવાર; અને સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, બાળજન્મ, બાયોએસે લેબોરેટરિઝની સેવા આપતી તે ક્ષેત્રની આરોગ્યલક્ષી સંસ્થા હોય છે. મોટા શહેરોમાં વિવિધ કદ અને સગવડો ધરાવતા ઘણા હોસ્પિટલો હોઇ શકે છે. વિશેષરૂપે યુનાઇટેડ સ્ટેટ્સમાં કેટલીક હોસ્પિટલ પોતાની એમ્બ્યુલન્સ સેવા પણ ધરાવે છે.

વિશેષતા ધરાવતી

ફેરફાર કરો

વિશેષતા ધરાવતી હોસ્પિટલોમાં ટ્રોમા સેન્ટર, પુન:વસવાટ હોસ્પિટલો, બાળકોની હોસ્પિટલ, વરિષ્ઠ નાગરિકો ([[વાર્ધક્ય ચિકીત્સા|વાર્ધક્ય ચિકીત્સા]]) માટેની હોસ્પિટલ, અને માનસિક સમસ્યાઓ (જુઓ માનસિક રોગોની હોસ્પિટલ), રોગોની કેટલીક કક્ષાઓ જેવી વિવિધ પ્રકારની ચોક્કસ વૈધકિય જરૂરિયાતો માટેની હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

હોસ્પિટલ એક બિલ્ડીંગમાં અથવા કેમ્પસમાં ઘણી બિલ્ડીંગોમાં ફેલાયેલું હોઇ શકે છે. વીસમી સદી પહેલાનું મૂળ ધરાવતી ઘણી હોસ્પિટલોની શરૂઆત એક બિલ્ડીંગથી થઇ હતી અને તે કેમ્પસ સુધી વિસ્તરી હતી. કેટલીક હોસ્પિટલો મેડિકલ સંશોધન અને ફિઝીશિયન તથા નર્સ જેવા મેડિકલ ક્ષેત્રના કર્મચારીઓની તાલિમ માટે યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા હોય છે, જેને શિક્ષણ આપતી હોસ્પિટલો કહેવામાં આવે છે. વિશ્વભરમાં, મોટા ભાગની હોસ્પિટલો સરકાર અથવા સખાવતી સંસ્થાઓ દ્વારા નહીં નફાના ધોરણે ચલાવવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટા ભાગની હોસ્પિટલો નહીં નફાના ધોરણે ચલાવવામાં આવે છે.[સંદર્ભ આપો]

શિક્ષણ આપતી હોસ્પિટલ મેડિકલના વિદ્યાર્થીઓ અને નર્સોને તાલિમ આપવા સાથે દર્દીઓને પણ સારવાર આપે છે અને સામાન્ય રીતે તે મેડિકલ સ્કૂલ, નર્સીંગ સ્કૂલ કે યુનિવર્સિટી સાથે જોડાયેલી હોય છે.

ક્લિનિક

ફેરફાર કરો

હોસ્પિટલ કરતા જ્યાં ઓછી વૈધકીય સવલત આપવામાં આવતી હોય તે સામાન્ય રીતે ક્લિનિક તરીકે ઓળખાય છે, અને સામાન્ય રીતે આરોગ્ય સેવાઓ અંગેની સરકારી સંસ્થા અથવા ફિઝીશિયનોની (ખાનગી પ્રેક્ટિસની મંજુરી હોય તેવા રાષ્ટ્રોમાં) ખાનગી ભાગીદારી દ્વારા સંચાલિત હોય છે. ક્લિનિક સામાન્ય રીતે બહારના દર્દીઓને સેવાઓ પૂરી પાડે છે.

 
ટ્રોમા હસ્તક્ષેપ બાદ રિસસ્કીટેશન રૂમ બેડ, જે અદ્યતન હોસ્પિટલોના ઉચ્ચ તકનીકો ધરાવતું સાધન દર્શાવે છે

હોસ્પિટલો તેના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની દ્રષ્ટિએ અલગ-અલગ હોય છે, આથી તેમાં વિભાગોમાં તફાવત હોય. વિભાગોમાં તાત્કાલિક વિભાગ અથવા વિશેષતા ધરાવતો ટ્રોમા સેન્ટર, બર્ન યુનિટ, સર્જરી અથવા તાત્કાલિક સંભાળ હોઇ શકે છે. આ વિભાગોને કાર્ડિયોલોજી અથવા કોરોનરી કેર યુનિટ, ઇન્ટેન્સિવ કેર યુનિટ, ન્યૂરોલોજી, કેન્સર સેન્ટર, અને ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી જેવા વધુ વિશેષ એકમોને ટેકો મળી રહે છે.

કેટલીક હોસ્પિટલો આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ ધરાવતી હશે, જ્યારે કેટલીક વર્તન આરોગ્ય સેવાઓ, દાંતવિભાગ, ચર્મરોગો, મનોવૈજ્ઞાનિક રોગોનો વિભાગ, પુનર્વસવાટ સેવાઓ અને શારીરિક ઉપચાર જેવા લાંબા સમય સુધી રહેતા રોગો જેવા યુનિટ ધરાવતું હશે.

સામાન્ય સહાયક એકમોમાં ડિસ્પેન્સરી અથવા ફાર્મસી, પેથોલોજી, અને રેડિયોલોજીનો સમાવેશ થાય છે, જ્યારે બિન-વૈધકીય બાજુ, મેડિકલ રેકોર્ડ્સ વિભાગ અથવા માહિતી વિભાગની રિલીઝનો સમાવેશ થાય છે.

પ્રારંભિક ઉદાહરણો

ફેરફાર કરો
 
એસ્ક્લેપિયન ઓફ કોસનો નજારો, જે એસ્ક્લેપિઓનનો શ્રેષ્ઠ સંગ્રહ કરવામાં આવેલો ભાગ છે.
 
ફિઝીશિયન હોસ્પિટલમાં માંદા લોકોની મુલાકાત લઇ રહ્યા છે, 1682નું જર્મન એન્ગ્રેવીંગ

પ્રાચિન સંસ્કૃતિઓમાં, ધર્મ અને દવાઓ જોડાયેલી હતી. સારવાર પૂરી પાડતી સૌપ્રથમ દસ્તાવેજી સંસ્થા ઇજિપ્તીયન મંદિર હતા. પ્રાચીન ગ્રીસમાં, રોગમાંથી મુક્ત અપાવનારા ભગવાન એસ્ક્લેપિયસના મંદિરો હતો, જેઓ એસ્ક્લેપીયા ગ્રીક: Ασκληπιείαસિંગ તરીકે જાણીતા હતા. એસ્ક્લેપિયન Ασκληπιείον ) વૈધકીય સલાહો, રોગની ચિકીત્સા, અને નિદાનના કેન્દ્ર તરીકે કાર્ય કરતા હતા.[] આ તીર્થસ્થાનો પર, દર્દીઓ "એન્કિયોમેસિસ" ગ્રીક: ενκοίμησιςતરીકે જાણીતી પ્રેરિત ઉંઘના સપના જેવી અવસ્થામાં પ્રવેશે છે, જે એનેસ્થેસિયા જેવું નથી, જેમાં તેઓ સપનામાં દૈવી સ્વરૂપ પાસેથી સલાહ માર્ગદર્શન મેળવે છે અથવા સર્જરી દ્વારા તેની સારવાર થાય છે.[] એસ્ક્લેપીયા સારવાર માટે સર્જાયેલી સંસ્થાઓની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરતી નિયંત્રિત સ્પેસ સાથેની યોગ્ય જગ્યા પૂરી પાડે છે.[] એપિડોરસના એસ્ક્લેપિયનમાં, 350 બીસીની તારીખના ત્રણ મોટા પથ્થરના બોર્ડ નામ, કેસની તવારિખ, ફરિયાદો, અને તેમની સમસ્યા લઇને મંદિરમાં આવેલા 70 દર્દીઓની સારવાર ધરાવે છે. પેટમાં પરૂનો ભરાવો અથવા ટ્રોમેટિક વિદેશી મટિરીયલને દૂર કરવા જેવી કેટલીક નોંધવામાં આવેલી સર્જીકલ સારવાર સ્થાન લઇ લે તેવી વાસ્તવિક છે, પરંતુ એન્કોઇમેસિસની અવસ્થામાં દર્દીને અફીણ જેવી ઘેનકારક વસ્તુ આપી દેવામાં આવે છે.[] રોમનો દ્વારા એસ્ક્લેપિયસની પૂજાને અપનાવી લેવામાં આવી હતી. રોમન નામ Æsculapius હેઠળ, તેને રોમના ટાઇબર ખાતેના આઇસલેન્ડ પર મંદિર (291 બીસી) મંદિર ફાળવવામાં આવ્યું હતું, જ્યાં સમાન પ્રકારની વિધીઓ અનુસરવામાં આવતી હતી.[]

સિંહાલી સામ્રાજ્યની પ્રાચિન રોજનીશિ અને છઠ્ઠી સદી એ.ડી.માં લખાયેલી મહાવંશા પ્રમાણે, રાજા પંદુકાભયા (ચોથી સદી બી.સી.) દ્વારા દેશના વિવિધ ભાગોમાં રહેવા માટે ઘરો અને હોસ્પિટલો બંધાવવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં માંદાઓની સારવાર માટે કટિબદ્ધ વિશેષ સંસ્થાઓ હતી તેની આ સૌથી પ્રથમ દસ્તાવેજી સાબિતી છે.[][] મીહિન્ટેલ હોસ્પિટલ દુનિયાની સૌથી જૂની છે.[] શ્રી લંકામાં પ્રાચિન હોસ્પિટલોના અવશેષો હજુ પણ મીહિન્ટેલ, અનુરાધાપુરા, અને મેડિરીગીરિયામાં અસ્તિત્વ ધરાવે છે.[૧૦]

બિમાર લોકોની સારવાર માટે વિશેષરૂપે સ્થાપવામાં આવેલી સંસ્થાઓ ભારતમાં પણ વહેલી શરૂ થઇ હતી. અશોક રાજાએ ઓછામાં ઓછી અઢાર હોસ્પિટલો સ્થાપી હોવાનું મનાય છે. 230 બી.સી., જેમાં ફિઝીશિયનો અને નર્સીંગ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, જેનો સંપૂર્ણ ખર્ચ શાહી ખજાનામાંથી આપવામાં આવતો.[૧૧] સ્ટેન્લી ફિન્ગરે (2001) તેના પુસ્તક, ઓરિજીન ઓફ ન્યૂરોસાયન્સ: એ હિસ્ટરી ઓફ એક્સ્પ્લોરેશન ઇનટુ બ્રેઇન ફંક્શન માં અશોકન એડિક્ટમાં ભાષાંતરમાં જણાવ્યું છે કે: "પ્રત્યેક સ્થાનો પર રાજા પિયાદાસીએ (અશોક) બે પ્રકારના હોસ્પિટલ બનાવ્યા છે, લોકો માટેના હોસ્પિટલ અને પ્રાણીઓ માટેના હોસ્પિટલ. જ્યાં લોકો કે પ્રાણીઓની સારવાર માટે કોઇ જડીબુટ્ટીઓ ન હતી, તેના આદેશ પ્રમાણે ખરીદો અને તેને ઉગાડો."[૧૨] આમ છતાં, યુનિવર્સિટી કોલેજ લંડનના ડોમિનીક વુજાસ્ટિકે તેનો વિરોધ કરતા જણાવ્યું કે એડિક્ટ એવું દર્શાવે છે કે અશોકે (પ્રવાસીઓ માટે) આરામગૃહો બંધાવ્યા હતા નહીં કે હોસ્પિટલો, અને આરોગ્ય ઔષધિના સંદર્ભના કારણે તેની સમજણમાં ફેર થઇ ગયો હતો.[૧૩]

પ્રથમ શૈક્ષણિક હોસ્પિટલ કે જ્યાં વિદ્યાર્થીઓને તેમના શિક્ષણના ભાગરૂપે ફિઝીશિયનની દેખરેખ હેઠળ દર્દીઓ પર પદ્ધતિસરની પ્રક્રિયા કરવા માટે મંજુરી આપવામાં આવે તેની સ્થાપના પર્સિયન સામ્રાજ્ય દરમિયાન એકેડેમી ઓફ ગુંડિશાપુર સ્વરૂપે થઇ હતી. એક નિષ્ણાતે એવી દલીલ કરી કે "મોટે ભાગે, સમગ્ર હોસ્પિટલ વ્યવસ્થાનો શ્રેય પર્સિયાને જ આપવો જોઇએ".[૧૪]

રોમન સામ્રાજ્ય

ફેરફાર કરો

રોમનોએ માંદા ગુલામો, યોદ્ધાઓ, સૈનિકો માટે 100 બી.સી.ની આસપાસ વેલેટ્યુદિનારીયા નું સર્જન કર્યું હતું, જેની જાણ પાછળથી સ્થાપત્ય દરમિયાન થઇ હતી. તેમના અસ્તિત્વ વિષે નોંધપાત્ર સાબિતીઓ છે, છતાં કેટલીક શંકાઓ પણ છે કે તેઓ વિચારણા પ્રમાણે વિસ્તૃત હતી કે નહીં, કેટલાક લોકોએ તેમની બાકી રહેલી બિલ્ડીંગના માળખા પરથી જ ઓળખ કરી હતી, તેમને કોઇ મેડિકલ સાધનો જેવી સાબિતી આપતી વસ્તુઓ મળી આવી ન હતી.[૧૫]

રોમન સામ્રાજ્યના ધર્મ તરીકે ખ્રિસ્તીને અપનાવ્યા બાદ, સંભાળની જોગવાઇઓનું વિસ્તરણ જોવા મળ્યું હતું. 325 એ.ડી.માં ફર્સ્ટ કાઉન્સિલ ઓફ નિકેએ ગરીબ, માંદા, વિધવા અને અજાણ્યા લોકોને સંભાળ પૂરી પાડવા ચર્ચને વિનંતી કરી હતી. તેમણે શહેરના પ્રત્યેક મુખ્ય દેવળમાં હોસ્પિટલના બાંધકામના આદેશ આપ્યા હતા. ફિઝીશિયન સંત સેમ્પ્સન દ્વારા કોન્સ્ટેન્ટિનોપલમાં અને બેસિલ, કેસેરિના સંત દ્વારા બંધાવવામાં આવેલા હોસ્પિટલ સૌથી પહેલા હતા. પાછળથી તે મોન્ટેસરી સાથે જોડાઇ ગયા હતા અને ગરીબો અને પ્રવાસીઓને રહેવા-જમવાની વ્યવસ્થા, તથા માદા અને નબળા લોકોની સેવા કરતા હતા. તેમાં રક્તપીતિયા માટે અલગ વિભાગ હતો.[૧૬]

મધ્યકાલીન ઇસ્લામિક વિશ્વ

ફેરફાર કરો

મધ્યકાલીન ઇસ્લામિક વિશ્વમાં જ્યાં બિમાર લોકોને લઈ જવામાં આવતાં, તેમની સંભાળ રાખવામાં આવતી અને યોગ્યતા પ્રાપ્ત કર્મચારીઓ દ્વારા તેમની સારવાર કરવામાં આવતી હોય તેવાં જાહેર હોસ્પિટલને દર્શાવવાં માટે "બિમારીસ્તાન" શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ રીતે મધ્યકાલીન ઇસ્લામિક દાક્તરો એક હોસ્પિટલ અને તે પહેલાની પ્રાચીન સંસ્થાન જેવાં કે તંદુરસ્તી મંદિર, રુગ્ણાલય, પાગલખાનું, રક્તપિત્ત કેન્દ્ર કે સમય વિતાવવાં માટેનાં સ્થળ જે બધાં એકજ સમયકાળનાં હતાં અને બિમાર તેમજ ગાંડા (અસ્થિર મગજ ધરાવતાં) લોકોની સાચી સારવાર કરવાં કરતાં તેમને સમાજથી અલગ રાખવાં માટે વધુ વપરાતાં હતાં. આથી કેટલાંક લોકો આ મધ્યકાલીન બિમારીસ્તાન હોસ્પિટલોને શબ્દના આધુનિક વ્યવહારમાં "સૌ પ્રથમ હોસ્પિટલ" તરીકે સ્વીકારે છે.[૧૭]

બગદાદમાં સૌ પ્રથમ મફત જાહેર હોસ્પિટલ હારૂન અલ રશીદની અબ્બાસીદ ખલીફાત દરમિયાન આઠમી સદીમાં ખોલવામાં આવી હતી.[૧૮] ઈજીપ્તમાં પહેલી હોસ્પિટલ 872માં ખોલવામાં આવી અને ત્યારબાદ ઇસ્લામિક સ્પેન અને મઘરીબથી લઈને પર્શિયા સુધી સમગ્ર સામ્રાજ્યમાં જાહેર હોસ્પિટલો ખૂલવાં લાગ્યાં હતાં. જેમ જેમ આ વ્યવસ્થા વિકસિત થવાં લાગી, આધુનિક દાક્તરી શાળાઓની જેમ જ તત્કાલીન સમયમાં પણ દાક્તરો અને શલ્યચિકિત્સકોની નિમણૂંક કરવામાં આવતી અને તેઓ વૈદકીય અભ્યાસીઓને ભણાવતાં અને તેમાંથી યોગ્ય છાત્રોને પોતાની વૈદકીય સેવા કરવા માટે ડિપ્લોમા (ઈજાઝાહ ) આપવામાં આવતાં.[૧૯][૧૮] માનસિક રોગ માટેની સૌ પ્રથમ હોસ્પિટલ બગદાદ ખાતે 705માં નિર્માણ પામી. અન્ય ઘણી ઇસ્લામિક હોસ્પિટલોમાં પણ માનસિક રોગને લગતાં તેમનાં પોતાનાં વિભાગો રાખવામાં આવતાં હતાં.[૨૦]

આઠમી અને બારમી સદીની વચ્ચે મુસ્લિમ હોસ્પિટલોએ સેવા-સુશ્રુષાનાં ખૂબ ઊંચા આદર્શો સ્થાપ્યાં હતાં. નવમી અને દશમી સદીમાં બગદાદની હોસ્પિટલોમાં પચીસ જેટલાં દાક્તરોને કર્મચારી તરીકે રાખવામાં આવતાં હતાં અને તેમાં દરેક પ્રકારની પરિસ્થિતી પ્રમાણે અલાયદાં વિભાગો પણ હતાં. ટ્યુનિશિઆમાં 830માં અઘલાબીદનાં શાસનકાળ દરમિયાન અલ-કૈરાવન હોસ્પિટલ અને મસ્જીદનું નિર્માણ કરવામાં આવ્યું જે સાદું પણ ઘણાં બધાં પ્રતિક્ષા ખંડો, એક મસ્જીદ અને એક વિશેષ સ્નાનાગારની વ્યવસ્થા ધરાવતું હતું. આ હોસ્પિટલમાં સ્ત્રી નર્સની નિમણૂંક કરવામાં આવી અને તેમાં સ્ત્રી દાક્તરોની સાથે સાથે સુદાનની નર્સોને પણ રાખવામાં આવી હતી.[૨૧] ઇસ્લામિક વિશ્વમાં હોસ્પિટલો દાક્તરો માટે સુયોગ્ય પરિક્ષણો, દવાની શુદ્ધતા માટેના નિયમનો, નર્સ તેમજ મુકામી સેવકો અને સુધારેલી ચિકિત્સા પદ્ધતિઓ પુરી પાડતી હતી.[૨૨] જુદી-જુદી બિમારીઓ માટે અલગ-અલગ વિભાગો ધરાવતી હોસ્પિટલો પણ બનાવવામાં આવી હતી, જેથી ચેપી રોગો ધરાવતાં દર્દીઓને સામાન્ય દર્દીઓ કરતાં અલગ રાખી શકાય.[૨૩]

મધ્યયુગીન યુરોપ

ફેરફાર કરો
 
મેક્સિકોના ગુઆડલાજરામાં આવેલી હોસ્પિસીયો કેબાનાસ એ કોલોનિઅલ અમેરિકાની સૌથી મોટી હોસ્પિટલ હતી
 
ફ્રાન્સના લેસ ઇન્વેલિડેસ ખાતેનો ચર્ચ ઐતિહાસિક હોસ્પિટલો અને ચર્ચ વચ્ચેના નજીકના સંબંધોને દર્શાવે છે
 
યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા ખાતે કેન્સર હોસ્પિટલ

યુરોપમાં મધ્યુયુગીન હોસ્પીટલો એ બાયઝેન્ટાઇન પધ્ધતિ અપનાવી હતી. તે એક ધાર્મિક સમાજ હતો જ્યાં સાધુઓ અને સન્યાસીનીઓ દ્વારા તેમની કાળજી લેવામાં આવતી. (જૂની ફ્રેન્ચ મુજબ હોસ્પીટલ એટલે hôtel-Dieu , "hostel of God.") ત્યાં કેટલાક લોકો ધાર્મિક રીતે જોડાયેલા હતા, બીજા કેટલાક સ્વતંત્ર હતા, જેમણે પોતે ત્યાં દાન આપ્યું હતું. ખાસ કરીને તે મીલકતો હતી જે તેમની મદદ માટે આવક પૂરી પાડતી. કેટલીક હોસ્પિટલો બહુહેતુક હતી, જ્યારે અન્ય કેટલીકની સ્થાપના રક્તપીતિયા અથવા શરણાર્થીઓ, ગરીબો કે યાત્રાળુઓ એવા કોઇ ખાસ હેતુ માટે કરાતી : બધી જ હોસ્પીટલો બિમાર માણસો માટે ન હતી. સૌ પ્રથમ સ્પેનિશ હોસ્પિટલ ઝેનોડોકીઅમ ની સ્થાપના 580 માં કેથોલીક વીસીગોથ બિશપ મસોના દ્વારા મેરીડામાં કરવામાં આવી હતી. જોકે તેની રચના મેરીડાના એઉલાલીઓમાં આવતા યાત્રાળુઓ અને શહેરીજનો તથા સ્થાનિક ખેડૂતો માટે કરાતી હતી. દર્દીઓ અને મહેમાનોને ભોજન પુરુ પાડવાની હોસ્પિટલોની સત્તા ખેડૂતો સાથે સુસંગત હતી.

કોલોનીઅલ અમેરિકા

ફેરફાર કરો

અમેરિકાની પ્રથમ હોસ્પિટલ સેન્ટો ડોમીન્ગોના ડિલ્ટ્રીટો નકિએનલ ડોમીનીકન રીપબ્લિકમાં સ્થાપેલી સન નિકોલસ દ બારી (કાલે હોસ્ટોસ) હતી. સ્પેનિસ ગવર્નર અને કોલોનીઅલ એડમિનિસ્ટ્રેટર ફ્રે નિકોલસ દ ઓવાન્ડો (1502-1509) એ 29મી ડિસેમ્બર, 1503 ના રોજ તેના પાયા નાખ્યા હતા. આ હોસ્પિટલને ચર્ચમાં ભેળવી દેવામાં આવી હતી. આ હોસ્પિટલના પ્રથમ ભાગનું બાંધકામ 1519 માં પૂરુ થયુ હતુ, અને 1552 માં તેનું પુન:બાંધકામ કરાયું હતું.[૨૪] જોકે 18મી શદીની મધ્યમાં બંધ થયેલી આ હોસ્પિટલ અત્યારે સાન્ટો ડોમીન્ગોમાં એક કેથેડ્રલ નજીક આવેલી છે.

ત્યારપછી નોર્થ(ઉત્તર) અમેરિકાના વિજેતા હાર્નેન કોર્ટ્સે બે હોસ્પિટલો ઉભી કરી હતી : ધ ઇમમક્યુલેટ કન્સેપ્શન હોસ્પિટલ અને સેઇન્ટ લેઝારસ હોસ્પિટલ. તેમાં ધ ઇમમક્યુલેટ કન્સેપ્શન હોસ્પિટલ જૂની હતી, અને હાલ મેક્સિકો સીટીમાં આવેલી ગરીબો માટેની દ જીસસ નઝારેનો હોસ્પિટલની સ્થાપના 1524માં કરાઇ હતી.[૨૪]

ઉત્તર મેક્સિકોની સૌ પ્રથમ હોસ્પિટલ Hôtel-Dieu de Québec હતી. આ હોસ્પિટલની સ્થાપના 1639 માં ત્રણ ઓગસ્ટીનીઅન દ્વારા ન્યૂ ફ્રાન્સમાં, l'Hôtel-Dieu de Dieppe નામે કરાઇ હતી. આ યોજના કાર્ડિનલ દે રીચેલીઉની ભત્રીજી એ કિંગ લુઇસ XIII દ્વારા મળેલા એક ફરજ પત્ર મળ્યા બાદ શરૂ કરી હતી. જેમાં કોલોનીઅલ ફિઝીશીઅન રોબર્ટ ગીફ્ફર્ડ દી મોન્કલ થકી સ્ટાફની ભરતી કરાઇ હતી.

આધુનિક યુગ

ફેરફાર કરો

યુરોપમાં ખ્રિસ્તી લોકોના મધ્યયુગીન ખ્યાલ 16 મી અને 17 મી સદી દરમિયાન બિનસાંપ્રદાયિક્તામાં બદલાતો ગયો, પરંતુ 18 મી સદીમાં આધુનિક હોસ્પિટલો દેખાવી શરૂ થઇ ગઇ હતી. ફિઝીશીઅન અને સર્જન્સનો સ્ટાફ ધરાવતી આ હોસ્પિટલોમાં ફક્ત આરોગ્યને લગતી સેવા જ અપાતી. બર્લિનમાં 1710 માં સ્થપાયેલી Charité તેનું ઉદાહરણ છે.

લંડનમાં એક શ્રીમંત વેપારી થોમસ ગાયના વસિયતનામાના આધારે 1724 માં ગાય્સ હોસ્પિટલની સ્થાપના કરાઇ હતી. ત્યારપછી લંડન અને બર્લિનના અન્ય શહેરોમાં એ સદી દરમિયાન બીજી હોસ્પિટલો બંધાતી ગઇ, ઘણા લોકોએ ખાનગી હોસ્પિટલો પર પસંદગી ઉતારી. બ્રિટીશ અમેરિકન કોલોનીઝમાં 1751માં ફિલાડેલ્ફિયા ખાતે પેન્સિલવેનિયા જનરલ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી, જેમાં એસેમ્બલિના ભંડોળને સમાન ખાનગી ધારકો તરફથી 2,000 પાઉન્ડ મળ્યા.[૨૫]

જ્યારે 1784 માં વીએના જનરલ હોસ્પિટલની શરૂઆત થઇ ત્યારે (જ ખૂબ ઝડપથી વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ બની ગઇ), ફિઝીશીઅનો માટે સૌથી મહત્વની એવા સંશોધન કેન્દ્રોની સુવિધા મળી ગઇ, જેનો ક્રમિક વિકાસ થતો ગયો. ત્યારબાદ 19 મી સદી દરમિયાન વીએનામાં કાર્લ ફ્રેઇહેર વોન રોકિચન્સ્કી, જોસેફ સ્કોડા, ફેર્ડિનન્દરીટર વોન હેબ્રા, અને ઇગ્નાઝ ફિલીપ્પ સેમ્મેલ્વેઇસ જેવા ફિઝીશીઅનોના યોગદાનને પગલે વીએન્નેસે મેડિકલ સ્કૂલનો ઉદભવ થયો. પ્રાથમિક આરોગ્ય વિજ્ઞાનનું વિસ્તરણ થયું અને કેટલીક ખાસ શાખાઓનો વિકાસ થયો. આ ઉપરાંત, વીએનામાં વિશ્વના સૌથી પહેલા ત્વચા, આંખ અને કાન, નાક, ગળાના રોગની સારવાર આપતા દવાખાનાઓની સ્થાપના થઇ. વીએનાની ગણના આજે ‘સ્પેશિઅલાઇઝ મેડિસીન’ ના જન્મ સ્થાન તરીકે થાય છે.[સંદર્ભ આપો]

મોટાભાગના યુરોપ અને યુનાઇટેલ સ્ટેટ્સમાં 19 મી સદીની મધ્યમાં વિવિધ પ્રકારની જાહેર અને ખાનગી હોસ્પિટલોની સ્થાપના થતી ગઇ. કોન્ટીનેન્ટલ યુરોપમાં આવી હોસ્પિટલો સામાન્ય રીતે જાહેર ભંડોળમાંથી જ સ્થપાતી અને ચાલતી. યુનાઇટેડ કિંગડમમાં 1948 માં ધ નેશનલ હેલ્થ સર્વિસની સ્થાપના થઇ જેનું કામ આરોગ્ય અંગેની નીતિ ઘડવાનું હતું.

યુનાઇટેડ સ્ટેટ્સમાં ચાલતી પરંપરાગત હોસ્પિટલો નફો કરતી ન હતી, જે સામાન્ય રીતે ધાર્મિક સંપ્રદાયની આર્થિક મદદના આધારે ચાલતી હતી. યુનાઇટેડ સ્ટેટસની આ પ્રકારની કદાચ સૌ પ્રથમ "એલ્મ્સહાઉસીસ" 1713 માં વિલીઅમ પેન દ્વારા ફિલાડેલ્ફીયામાં શરૂ કરાઇ હતી. આ હોસ્પિટલ પર તેના સખાવતી હેતુના કારણે કોઇ જ કોઇ જ કર લાગતો ન હતા, પરંતુ તેમા ફક્ત કેટલીક દાન પર નિર્ભર આરોગ્ય સારવાર જ મળતી હતી. તેઓ મુખ્ય શહેરોમાં જાહેર હોસ્પિટલો અને સંશોધન કેન્દ્રો ઉભા કરતા ગયા, જે ક્યારેક મેડિકલ સ્કૂલ સાથે પણ જોડાએલા રહેતા હતા. અમેરિકાની સૌથી મોટી હોસ્પિટલ સિસ્ટમ ન્યૂ યોર્ક યુનિવર્સિટી હેલ્થ એન્ડ હોસ્પિટલ્સ કોર્પોરેશન હતી, જેમાં બેલેવ્યુ હોસ્પિટલનો પણ સમાવેશ થતો હતો. તે ન્યૂ યોર્ક યુનિવર્સિટી સાથે જોડાએલી યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી જૂની મેડિકલ સ્કૂલ હતી. ત્યારપછી 20 મી સદીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં નફો કરાવાના જ હેતુથી હોસ્પિટલોનો રાફડો ફાટી નિકળ્યો. 2000ના દાયકામાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં આધુનિક ખાનગી હોસ્પિટલો દેખાવાની શરૂઆત થઇ.

હોસ્પિટલો સાધનો, તાલીમબધ્ધ સ્ટાફ અને અન્ય મહત્વની સુવિધાઓ ગંભીર રીતે બિમાર દર્દીને એક જ જગ્યા આપે છે, જ્યારે બીજી તરફ આ હોસ્પિટલો અનેક પ્રકારની ભૂલોના કારણે ટીકાના ભોગ પણ બને છે. જોકે તેમની કેટલીક તંત્રની ખામીઓ અને કેટલીક આરોગ્યને લઇને ખોટા અભિગમોને કારણે ઉદભવ્યા હોય છે.

'ઇન્ડસ્ટ્રીઅલાઇઝ્ડ' હોસ્પિટલોની વિરુધ્ધ પણ વારંવાર ટીકા થાય છે. જેમ કે વારંવાર બદલાતો સ્ટાફ દર્દી સાથેનું અમાનવીય પાસુ છે જેથી અસરકારક સારવાર થઇ શક્તી નથી. જ્યારે ડોક્ટરો અને નર્સ પણ ભાગ્ય જ દર્દી સાથે આત્મિયતાથી જોડાયેલા હોય છે. આ ઉપરાંત કામના વધુ પડતા ભારણથી પણ તેમનામાં ચિડીઆપણું આવે છે જે દર્દીની સારવાર ભાવનાવિહીન બનાવે છે. જ્યારે કેટલાક લોકો આધુનિક હોસ્પિટલોના સ્થાપત્ય પણ લાગણીવિહીન સારવારમાં વધારો કરતા હોવાની ફરીયાદ કરે છે.[૨૬]

અન્ય એક ટીકા પ્રમાણે હોસ્પિટલો પોતે જ દર્દીઓ માટે અત્યંત જોખમી સ્થળ છે. જે પોતે જ ઘણી વાર અત્યંત ખરાબ થયેલા તંત્ર અથવા તો પોતે જ ઉભી કરેલી બિમારીઓના કારણે નબળી ઇમ્યુન સિસ્ટમથી પિડાતી હોય છે, જેને પોતાને જ સર્જરીની જરૂર હોય છે. જોકે આવી મોટાભાગની ટીકાઓ પ્રી લીસ્ટેરીઅન યુગની છે. આમ છતાં, આધુનિક હોસ્પિટલમાં પણ હોસ્પિટલમાં થતા રોગ અને કેટલાક કિસ્સામાં મૃત્યુ થઇ શકે એવો ચેપ લાગી શકે છે.

આધુનિક યુગમાં હોસ્પિટલોને મોટાભાગે તે જ્યાં આવેલી હોય તે દેશની સરકાર ભંડોળ પૂરું પાડે છે. અથવા તે કોઇ ખાનગી એકમોની આર્થિક મદદ પર નિર્ભર હોય છે (આજે પણ અનેક હોસ્પિટલો ઐતિહાસિક ચેરીટેબલ અને ધાર્મિક સંસ્થાઓ પર નિર્ભર છે).

ઉદાહરણ તરીકે, યુનાઇટેડ કિંગડમમાં સરકારની મદદથી જ રીલેટીવલી કોમ્પ્રીહેન્સિવ, "ફ્રી એટ ધ પોઇન્ટ ઓફ ડિલીવરી" હેલ્થ કેર સિસ્ટમ છે. અહીં લગભગ દરેક સ્થળે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ છે (જોકે આ હોસ્પિટલોમાં મર્યાદિત સાધનો હોય છે, આ ઉપરાંત આવી સિસ્ટમ ધરાવતા દેશોમાં નોન-ઇમરજન્સી માટે વેઇટીંગ લીસ્ટ હોય છે. જ્યારે આર્થિક રીતે સધ્ધર લોકો ઝડપી સારવાર માટે ખાનગી આરોગ્ય કેન્દ્રમાં જતા હોય છે).[૨૭] બીજી તરફ, યુઅસએ સહિતના અનેક દેશોમાં 20 મી સદી જેવી જ ખાનગી સ્તરે નફો કરવાના હેતુથી જ સ્થપાએલી ખૂબ મોટી હોસ્પિટલ કેર સિસ્ટમ છે, આ ઉપરાંત હાલ કેટલીક સરકારની મદદ પર નભતી હોસ્પિટલો પણ છે.[૨૮] જ્યારે આ દેશોમાં તાત્કાલિક સ્થિતીઓમાં (ઉદાહરણ તરીકે યુએસએમાં હરિકેન કેરટિના બાદ) નફાના હેતુથી સ્થપાયેલી હોસ્પિટલો વીમો ન હોય તેવા દર્દીઓને પણ દાખલ કરતી હતી, તેમને સીધી નાણાકીય ખોટ ગઇ હતી[૨૮] તો પણ તેમણ દર્દીઓને સારવાર આપી હતી.

આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય સંભાળ એક મહત્વની સેવા તરીકે ઉભરી રહી છે, અને હોસ્પિટલો પણ આ અંગે પૂરતું ધ્યાન આપી રહી છે. આરોગ્ય સંભાળની ગુણવત્તા ચકાસવાનું સૌથી સબળ માધ્યમ તેનું બાહ્ય સેવાતંત્ર મુલ્યાંકન છે, અને હોસ્પિટલને ઓળખપત્ર આપવા તે આવા જ માધ્યમનો એક ભાગ છે. વિશ્વના અનેક ભાગમાં કેટલાક દેશો આવી ખાસ ઓળખ આપતા હોય છે, જેમ કે કેનેડાના એક્રેડિએશન કેનેડા જેવા જૂથ દ્વારા ઇન્ટરનેશનલ હેલ્થ કેર એક્રેડિટેશન, ધ જોઇન્ટ કમીશન ફ્રોમ ધ યુએસએ, ધ ટ્રેન્ટ એક્રેડિએશન સ્કીમ ફ્રોમ ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સની Haute Authorité de santé (HAS).

વાસ્તુકળા

ફેરફાર કરો
 
ઘણી આધુનિક હોસ્પિટલોનું ઉપયોગી સુશોભન દર્શાવતી યુકેમાં આવેલી નેશનલ હેલ્થ સર્વિસ નોરફોક અને નોર્વિચ યુનિવર્સિટી હોસ્પિટલ
 
ફોસેટ મેમોરિયલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલ ચેપલ, એચસીએ દ્વારા નફા માટે ચલાવવામાં આવતી સવલત
 
ફ્લોરિડાના પુન્ટા ગોર્ડામાં આવેલા કાર્લોટ રિજીયોનેલ મેડિકલ સેન્ટર ખાતેનો કાફેટેરિયા

આધુનિક હોસ્પિટલોના ઇમારતની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તબીબી કર્મચારીઓને ઓછા પ્રયત્નો કરવા પડે અને ચેપ ફેલાવાની શક્યતા પણ ન્યુનતમ રહે અને જ્યારે આખુ તંત્ર કાર્યક્ષમ રીતે ચાલતું રહે. હોસ્પિટલમાં તબીબી કર્મચારીઓનો પહોંચવાનો સમય અને દર્દીઓનો પણ એક યુનીટમાંથી બીજા યુનીટમાં જવાનો સમય ઘટે અને સરલ બને એવા પ્રયાસ કરાય છે. આ ઉપરાંત અત્યારની હોસ્પિટલોમાં રેડિઓલોજી, ઓપરેટીંગ રૂમ તથા વાયરીંગ, પ્લમ્બીંગ અને ડિસ્પોઝેબલ વેસ્ટ માટે ખાસ ઓરડાની પણ જોગવાઇ કરવી જરૂરી છે.

જોકે, વાસ્તવિક્તા એ પણ છે કે હાલની ઘણી 'મોડર્ન' ગણાતી હોસ્પિટલો દાયકાઓથી અને કેટલીક સદીઓથી જરૂરીઆત પ્રમાણે નવા વિભાગો ઉભા કરવાના અને ફાઇનાન્સના મુદ્દે સતત ખરાબ રીતે ચાલી રહી છે. તેના પરિણામે, ડચ આર્કિટેક્ચરલ ઇતિહાસવિદ કોર વેગેન્નાર એ ઘણી હોસ્પિટલો વિશે કહ્યું છે:

"... દુર્ધટનાને આમંત્રણ આપેલું છે, બહોળા પ્રમાણમાં અમલદારશાહીના નિયંત્રણ હેઠળ ચાલતી અનામી સંસ્થાકીય ઇમારતો જે હેતુથી રચવામાં આવી છે, તે હેતુને આગળ ધપાવવા તદ્દન ગેરલાયક છે... તે ભાગ્ય જ કાર્યરત હોય છે, વળી દર્દીઓને ઘરમાં હોય એવી હુંફ આપવાના સ્થાને તેમનામાં તણાવ અને ચિંતા ઉભી કરે છે."[૨૯]

હાલ કેટલીક નવી હોસ્પિટલો એવી રીતે બાંધવાના પ્રયાસ થઇ રહ્યા છે, દર્દીની મનોવૈજ્ઞાનિક જરૂરિઆત પણ સંતોષાય, જેમ કે તેમને ચોખ્ખી હવા, સારા દ્રશ્યો અને વધુ સારા રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરાએલું ઇન્ટિરીઅર. જ્યારે 18 મી સદીંમાં ચોખ્ખી હવા અને 'કુદરતની હીલીંગની શક્તિ' જેવા ખ્યાલ પ્રચલિત બન્યો ત્યારે, હોસ્પિટલ સ્થાપતિઓએ તેના બિલ્ડીંગોમાં સુધારા કર્યા.[૨૯]

આ ઉપરાંત વિશ્વના અનેક ભાગોમાં હજુ પણ થઇ રહેલો એક બીજો બદલાવ વોડ આધારિત (જ્યાં દર્દીઓને કોમન એટલે કે મુવેબલ પાર્ટીશન ઉભા કરીને ત્યાં જ સારવાર અપાય છે) સિસ્ટમથી રૂમ આધારીત સિસ્ટમનો છે. આ પ્રકારની પધ્ધતી મુજબ દર્દીઓને વ્યક્તિગત રૂમ ફાળવવામાં આવે છે. જોકે વોડ આધારિત સિસ્ટમ તબીબી કર્મચારીઓ માટે ખૂબ ફાયદાકારક ગણાય છે, પરંતુ તે દર્દીઓ માટે તણાવયુક્ત અને તેમના એકાંતનો ભાગ કરનારી હોય છે. જોકે તમામ દર્દીઓને સ્વતંત્ર રૂમ ફેલાવવાની સૌથી મોટી મુંઝવાન હોસ્પિટલનું મકાન અને તેને ચલાવવાના ઉંચા ખર્ચા છે. પરિણામે અનેક હોસ્પિટલો ઉચી વસુલાત કરીને સ્વતંત્ર રૂમ ફાળવી આપે છે.[૩૦]

હાલ સ્કોટલેન્ડના ડૂન્ડીમાં આવેલી નાઇનવેલ્સ હોસ્પિટલ વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ છે, આ વિશ્વની સૌથી મોટી શૈક્ષણિક હોસ્પિટલ પણ છે. બ્રિટનમાં આર્કિટેક ફ્રેન્ક ગેહરે અને જેમ્સ એફ સ્ટેફનના સહયોગમાં પહેલી વાર બિલ્ડીંગ ઉભુ કરનાર પણ નાઇનવેલ છે.

આ બિલ્ડીંગના ત્રીજા કેન્દ્રની ડિઝાઇન કેન્સર અંગે કામ કરતી સંસ્થા મેગીસ સેન્ટર દ્વારા મંજૂર કરાઇ હતી, જેનું ઉદઘાટન 25 મી સપ્ટેમ્બર, 2003 ના રોજ બોબ ગેલ્ડોફ દ્વારા કરાયુ હતુ. આ ઉપરાંત જૂન 2006 માં આ હોસ્પિટલના બાલરોગ વિભાગની રિડિઝાઇન અને સમારકામ પાછળ દસ મિલિયન પાઉન્ડ ખર્ચવામાં આવ્યા હતા, જેનું ઉદઘાટન સત્તાવાર રીતે તેસાઇડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના નામે કરાયું હતું.

સંદર્ભો

ફેરફાર કરો
  1. કેસેલની લેટિન ડિક્શનરી, મર્ચન્ટ, જે એન્ડ ચાર્લ્સ જે દ્વારા સુધારવામાં આવેલી., 260મી. હજાર.
  2. રિસી, જી.બી. મેન્ડિંગ બોડીઝ, સેવિંગ સાઉલ્સ: એ હિસ્ટરી ઓફ હોસ્પિટલ્સ. ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, 1990. પાનુ 56 Books.Google.com
  3. એસ્કિટોપોલો, એચ., કોન્સોલાકિ, ઇ., રેમાઉત્સાકી, આઇ., આનાસ્તાસાકિ, ઇ. સર્જિકલ ક્યોર્સ બાય સ્લિપ ઇન્ડક્શન એઝ ધી એસક્લેપીયન ઓફ એપિડેરસ. એનેસ્થેસિયાનો ઇતિહાસ: પ્રોસિડીંગ્ઝ ઓફ ધી ફિફ્થ ઇન્ટરનેશનલ સિમ્પોસિયમ, જોઝ કાર્લોસ ડિઝ, એવેલિનો ફ્રેન્કો, ડગ્લાસ આર. બેકન, જે. રૂપરેટ, જુલિયન આલ્વારેઝ દ્વારા. એલ્સેવિયર સાયન્સ બી.વી., ઇન્ટરનેશનલ કોંગ્રેસ સિરીઝ 1242(2002), પાનું.11-17. Books. સંગ્રહિત ૨૦૧૬-૦૪-૨૩ ના રોજ વેબેક મશિનGoogle.com સંગ્રહિત ૨૦૧૬-૦૪-૨૩ ના રોજ વેબેક મશિન
  4. રિસી, જી.બી. મેન્ડિંગ બોડીઝ, સેવિંગ સાઉલ્સ: એ હિસ્ટરી ઓફ હોસ્પિટલ્સ. ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, 1990. પાનું. 56 Books.Google.com
  5. એસ્કિટોપોલો, એચ., કોન્સોલાકિ, ઇ., રેમાઉત્સાકી, આઇ., આનાસ્તાસાકિ, ઇ. સર્જિકલ ક્યોર્સ બાય સ્લિપ ઇન્ડક્શન એઝ ધી એસક્લેપીયન ઓફ એપિડેરસ. એનેસ્થેસિયાનો ઇતિહાસ: પ્રોસિડીંગ્ઝ ઓફ ધી ફિફ્થ ઇન્ટરનેશનલ સિમ્પોસિયમ, જોઝ કાર્લોસ ડિઝ, એવેલિનો ફ્રેન્કો, ડગ્લાસ આર. બેકન, જે. રૂપરેટ, જુલિયન આલ્વારેઝ દ્વારા. એલ્સેવિયર સાયન્સ બી.વી., ઇન્ટરનેશનલ કોંગ્રેસ સિરીઝ 1242(2002), પાનું.11-17. Books. સંગ્રહિત ૨૦૧૬-૦૪-૨૩ ના રોજ વેબેક મશિનGoogle.com સંગ્રહિત ૨૦૧૬-૦૪-૨૩ ના રોજ વેબેક મશિન
  6. રોડરિક ઇ. મેકગ્રો, એન્સાઇક્લોપિડીયા ઓફ મેડિકલ હિસ્ટરી (મેકમિલન 1985), પીપી.134-5.
  7. પ્રોફે. અર્જુન આલુવિહારે, "રોહલ ક્રામ્યા લોવાટા ધયાધા કાલે શ્રી લન્કિકાયો" વિધુસરા સાયન્સ મેગેઝિન , નવે. 1993.
  8. રિસોર્સ મોબિલાઇઝેશન ઇન શ્રીલંકાઝ હેલ્થ સેક્ટર - રેન્નન-એલિયા, રવિ પી. એન્ડ ડી મેલ, નિશાન, હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ હેલ્થ પોલિસી પ્રોગ્રામ, ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલિસી સ્ટડીઝ, ફેબ્રુઆરી 1997, પાનું 19. પ્રવેશ 2008-02-22.
  9. હેઇન્ઝ ઇ મુલર-ડાઇત્ઝ, હિસ્ટોરિયા હોસ્પિટેલિયમ (1975).
  10. આયુર્વેદા હોસ્પિટલ ઇન એન્સિયન્ટ શ્રીલંકા સંગ્રહિત ૨૦૦૮-૦૬-૦૭ ના રોજ વેબેક મશિન - સિરીવીરા, ડબ્લ્યુ. આઇ., સમરી ઓફ ગેસ્ટ લેક્ચર, સિક્સ્થ ઇન્ટરનેશનલ મેડિકલ કોંગ્રેસ, પેરેડેનિયા મેડિકલ સ્કૂલ અલ્યુમ્ની અસોસિએશન એન્ડ ધી ફેકલ્ટી ઓફ મેડિસીન
  11. એન્સાઇક્લોપિડીયા ઓફ મેડિકલ હિસ્ટરી - મેકગ્રો, રોડરિક ઇ. (મેકમિલન 1985), પાનુ.135.
  12. ફિંગર, પાનું 12; ધીસ વ્યૂ ઇઝ ફોલોવ્ડ બાય ધી એન્સાઇક્લોપિડીયા બ્રિટાનીકા (2008).
  13. ધી નર્સ શુડ બી એબલ ટુ સિંગ એન્ડ પ્લે ઇન્સ્ટ્રુમેન્ટ્સ સંગ્રહિત ૨૦૦૮-૦૨-૨૭ ના રોજ વેબેક મશિન - વુજાસ્ટિક, ડોમિનીક; યુનિવર્સિટી કોલેજ લંડન. પ્રવેશ 2008-02-22.
  14. સી. એલગુડ, એ મેડિકલ હિસ્ટરી ઓફ પર્સિયા , (કેમ્બ્રિજ યુનિ. પ્રેસ), પાનું. 173.
  15. ધી રોમન મિલિટરી વેલેટ્યુદીનારિયા: ફેક્ટ ઓર ફિક્શન - બેકર, પેટ્રિસિયા એની, યુનિવર્સિટી ઓફ ન્યૂકેસલ અપોન ટાઇન, રવિવાર 20 ડિસેમ્બર 1998
  16. રોડરિક ઇ. મેકગ્રો, એન્સાઇક્લોપિડીયા ઓફ મેડિકલ હિસ્ટરી (મેકમિલન 1985), પાનું.135.
  17. Micheau, Francoise, "The Scientific Institutions in the Medieval Near East", pp. 991–2 , ઇન (Morelon & Rashed 1996, pp. 985–1007)
  18. ૧૮.૦ ૧૮.૧ Sir Glubb, John Bagot (1969), A Short History of the Arab Peoples, http://www.cyberistan.org/islamic/quote2.html#glubb, retrieved 2008-01-25 
  19. પિટર બેરેટ (2004), સાયન્સ એન્ડ થિયોલોજી સિન્સ કોપરનિક્સ: ધી સર્ચ ફોર એન્ડરસ્ટેન્ડીંગ , પાનું. 18, કોન્ટિનમ ઇન્ટરનેશનલ પબ્લિશીંગ ગ્રુપ, ISBN 0-567-08969-X.
  20. ઇબ્રાહિમ બી. સૈયદ પીએચડી, "ઇસ્લામિક મેડિસીન: 1000 અહેડ ઓફ ઇટ્સ ટાઇમ્સ", જર્નલ ઓફ ધી ઇસ્લામિક મેડિકલ અસોસિએશન , 2002 (2), પાનું. 2-9 [7-8].
  21. જી. બડેમ્સી (2006), ફર્સ્ટ ઇલ્લસ્ટ્રેશન ઓફ ફિમેલ "ન્યૂરોસર્જન્સ" ઇન ધી ફિફ્ટીન્થ સન્ચુરી બાય સેરિફેડિન સબુનકોગ્લુ, Neurocirugía 17 : 162-165.
  22. માઇકલ વુડ્ઝ, ઇસ્લામ, વન્સ એટ ફોરફ્રન્ટ ઓફ સાયન્સ, ફેલ બાય વેસાઇડ સંગ્રહિત ૨૦૧૧-૦૫-૨૨ ના રોજ વેબેક મશિન, પોસ્ટ-ગેઝેટ નેશનલ બ્યૂરો , રવિવાર, એપ્રિલ 11, 2004.
  23. મેડિસીન એન્ડ હેલ્થ, "રાઇઝ એન્ડ સ્પ્રેડ ઓફ ઇસ્લામ 622-1500: સાયન્સ, ટેક્નોલોજી, હેલ્થ", વર્લ્ડ એરાઝ , થોમસન ગેલ.
  24. ૨૪.૦ ૨૪.૧ Alfredo De Micheli, En torno a la evolución de los hospitales, Gaceta Médica de México , vol. 141, no. 1 (2005), p. 59.
  25. રોડરિક ઇ. મેકગ્રો, એન્સાઇક્લોપિડીયા ઓફ મેડિકલ હિસ્ટરી (મેકમિલન 1985), p.139.
  26. રેફરન્સ પ્રોવાઇડેડ ઇન ધીસ સેમ આર્ટિકલ.
  27. સર્જરી વરીઝ ક્રિએટ ઇન્સ્યોરન્સ બુમધી ન્યૂ ઝીલેન્ડ હેરાલ્ડ , સોમવાર 21 જાન્યુઆરી 2008
  28. ૨૮.૦ ૨૮.૧ હોસ્પિટલ્સ ઇન ન્યૂ ઓરલિન્સ સી સર્જ ઇન અનઇન્સ્યોર્ડ પેશન્ટ્સ બટ નોટ પબ્લિક ફન્ડ્સયુએસએ ટુડે , બુધવાર 26 એપ્રિલ 2006
  29. ૨૯.૦ ૨૯.૧ હીલિંગ બાય ડિઝાઇન સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૭ ના રોજ વેબેક મશિન ઓડ મેગેઝિન, જુલાઇ/ઓગસ્ટ 2006 ઇસ્યુ. પ્રવેશ 2008-02-10.
  30. હેલ્થ એડમિનીસ્ટ્રેટર્સ ગો શોપીંગ ફોર ન્યૂ હોસ્પિટલ ડિઝાઇન્સનેશનલ રિવ્યૂ ઓફ મેડિસીન , સોમવાર 15 નવેમ્બર 2004, વોલ્યુમ 1 ક્રમ. 21

બાહ્ય કડીઓ

ફેરફાર કરો