હ્યુજ જેકમેન
હ્યુજ માઈકલ જેકમેન (જન્મ 12, ઓકટોબર 1968) ઓસ્ટ્રેલિયન અભિનેતા અને નિર્માતા છે, જે [[]]ફિલ્મ, સંગીત થિયેટર અને ટેલિવિઝનમાં પણ શામેલ છે.
જેકમેને મુખ્ય ફિલ્મો, ખાસ કરીને એકશન/સુપરહીરો તરીકે પિરીયડ અને પ્રણયના પાત્રોમાં તેની ભૂમિકા માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેના કેટ એન્ડ લિઓપોલ્ડ , વાન હેલ્સિંગ , ધ પ્રેસ્ટિજ , અને ઓસ્ટ્રેલિયા માં તેની મુખ્ય ભૂમિકા ઉપરાંત એકસ-મેન શ્રેણીઓમાં વોલ્વરાઈન તરીકેના તેના અભિનયથી તેને સારી એવી પ્રસિદ્ધિ મળી. જેકમેન સંગીતકાર, નૃત્યકાર અને સ્ટેજ મ્યુઝિકલમાં અભિનેતા છે, અને ધ બોય ફ્રોમ ઓઝ માં તેની ભૂમિકા માટે ટોની એવોર્ડ જીત્યો હતો.
2008 નવેમ્બરમાં, ઓપન સલોન એ હ્યુજ જેકમેનને સૌથી વધુ સેકસી હયાત માણસો પૈકીનો એક તરીકે નામ આપ્યું છે.[૧] પાછળથી તે જ મહિનામાં પિપલ મેગેઝિને તેનું નામ જેકમેન “જીવંત સેકિસએસ્ટ પુરૂષ” રાખ્યું હતું.[૨]
ટોની એવોર્ડમાં ત્રણ વખત યજમાન તરીકે રહીને, તેમના એક દેખાવ માટે એમીના વિજેતા બનેલા જેકમેને 22 ફેબ્રુઆરી, 2009ના રોજ 81માં અકાદમી એવોર્ડનું પણ યજમાનપદ સ્વીકાર્યું હતું.[૩]
પૂર્વજીવન
ફેરફાર કરોહ્યુજ જેકમેનનો જન્મ સિડની, ન્યૂ સાઉથ વેલ્સમાં થયો હતો, તે ક્રિસ જેકમેન અને ગ્રેસ વોટસન, અંગ્રેજી માતા-પિતાનું સૌથી નાનું પાંચમું સંતાન હતા, અને તેમનો બીજો ભાઈ/બહેન હજુ ઓસ્ટ્રેલિયામાં (તેમને પણ એક ઓરમાન બહેન છે) જન્મવાનો હતો.[૪][૫] તેમની માતાએ તેઓ આઠ વર્ષના હતા ત્યારે કુટુંબ છોડી દીધું, અને તે તેમના હિસાબનીશ પિતા અને ભાઈ/બહેન સાથે રહ્યાં.[૬]
હ્યુજ પ્રથમ પિબ્લલ પબ્લિક સ્કૂલ ખાતેની પ્રાથમિક શાળામાં ગયા અને પાછળથી માત્ર છોકરાઓની નોક્ષ ગ્રામર સ્કૂલમાં દાખલ થયા, જ્યાં તેમને 1985 માં સંગીતમય માય ફેર લેડી ના નિર્માણમાં અભિનેતા તરીકે કામ કર્યું અને 1986માં શાળાના કેપ્ટન બન્યા.[૭] સ્નાતક થયા પછી તેમણે એક વર્ષનો ગાળો ઇંગ્લેન્ડમાં ઉપ્પિંઘામ સ્કૂલ ખાતે કામ કરવામાં ગાળ્યો. ઓસ્ટ્રેલિયા પરત ફરતાં, તેમણે 1991માં સિડનીમાં યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કર્યો, જ્યાં કમ્યુનિકેશનમાં બીએ સાથે સ્નાતક થયા.[૮] બીએની ડિગ્રી મેળવ્યા પછી જેકમેન સિડનીમાં એકટર્સ સેન્ટર ખાતે એક વર્ષનો અભ્યાસક્રમ “ ધ જર્ની ” પૂરો કરવા 1991માં સિડની ગયા. [૪]
અભ્યાસ પૂરો કર્યા પછી તેમને લોકપ્રિય સોપ ઓપેરા નેબર્સ માં ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ પર્થ, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન અકાદમી ઓફ પર્ફોમિંગ આર્ટસ્ ઓફ એડિથ ક્રાઉન યુનિવર્સિટીમાં હાજરી આપવા તેનો તેમણે અસ્વીકાર કર્યો,[૯] જ્યાંથી 1994માં તેઓ સ્નાતક થયા.[૧૦]
કારકીર્દિ
ફેરફાર કરોપ્રારંભિક સ્ટેજ, ફિલ્મ અને ટેલિવિઝન પર કામ
ફેરફાર કરોમેલબોર્નમાં સ્ટેજ પર, બ્યુટી એન્ડ બિસ્ટ ના સ્થાનિક વોલ્ટ ડિઝનીના નિર્માણમાં ગેસ્ટનની ભૂમિકા, અને સનસેટ બુલેવર્ડ માં જોય ગિલિસની ભૂમિકા ભજવી હતી. તેમની સ્ટેજ પરની મેલબોર્ન ખાતેની સંગીત કારર્કિદી દરમિયાન, તેમણે મિડસુમ્મા ફેસ્ટિવલ કેબ્રેટ નિર્માણમાં સુમ્મા કેબ્રેટ માં 1998માં અભિનય કર્યો. તેમણે મેલબોર્નના કેન્ડલલાઈટ દ્વારા કેરોલ્સ અને સિડનીનાડોમેનમાં કેરોલ્સના યજમાન તરીકેનું પણ કામ કર્યું.
જેકમેનની શરૂઆતની ફિલ્મોમા એર્સ્કિનવિલે કિંગ્સ અને પેપરબેક હીરો (1999), અને તેમના ટેલિવિઝનના કામમાં કોરેલી (એબીસી પર 10 ભાગના નાટકની શ્રેણી અને ઓસ્ટ્રેલિયન અભિનેત્રી ડેનિસ રોબટર્સ દ્વારા આયોજિત જેકમેનની પ્રથમ મુખ્ય વ્યાવસાયિક નોકરી – જ્યાં તે તેમની ભાવિ પત્ની, ડેબોરા-લી ફર્નેસને પણ મળે છે), લો ઓફ ધ લેન્ડ , હેલિફેકસ એફ.પી. , બ્લ્યૂ હિલર્સ, અને બન્ઝો પીટર્સનના ધ મેન ફ્રોમ સ્નોવી રિવર નો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય અભિનેતા
ફેરફાર કરો====ઓક્લાહોમા!==== રોયલ નેશનલ થિયેટરની વખણાયેલ સ્ટેજ પ્રસ્તૃતિ ઓક્લાહોમા! માં કર્લીની મુખ્ય ભૂમિકા લંડન વેસ્ટ એન્ડમાં ભજવતાં હતાં ત્યારે જેકમેન 1998માં ઓસ્ટ્રેલિયાની બહાર જાણીતા બન્યા. આ ભજવણીથી સંગીતમાં ઉત્તમ અભિનેતા માટે ઓલિવિયર એવોર્ડમાં તેમને નોમિનેશન મળ્યું. આ જ સ્ટેજ સંગીતની 1999ની ફિલ્મ કૃતિમાં પણ તેમણે અભિનય કર્યો, જે ફિલ્મ ઘણા દેશોમાં બતાવવામાં આવી.
એકસ-મેન
ફેરફાર કરો2000માં, બ્રાયન સિંગરની એકસ-મેન માં ડોગ્રે સ્કોટને બદલીને વોલ્વરાઈન તરીકે જેકસનને રાખ્યા. તેમના સહઅભિનેતામાં પેટ્રિક સ્ટીવર્ટ, જેમ્સ માર્સ્ડન, ફામ્કે જાનસ્સેન અને ઇઆન મેકેલેનનો સમાવેશ થાય છે. નવેમ્બર 2006માં સીબીએસ ઈન્ટરવ્યૂમાં જેકમેનની પત્ની ડેબોરા-લી ફર્નેસે તે ભૂમિકા ન સ્વીકારવાનું કહ્યું, પરંતુ પાછળથી તેણે જણાવ્યું કે જેકમેને તે બાબત ધ્યાનમાં ન લીધી તેની તેણીને ખુશી થઈ હતી.
જેકમેન, 6'2 ½ (1.83 મી)[૧૧] ઊંચો હતો, જે મૂળ કોમિક પુસ્તકમાં જણાવેલ 5'૩"[૧૨] ના વોલ્વરાઈન કરતાં એક ફુટ વધુ ઊંચો હતો. તેથી, ફિલ્મ નિર્માતાઓ તેને ખરેખર તે છે તે કરતાં નીચો બતાવતા ઘણીવાર તેઓને અસાધારણ ખૂણેથી અથવા કમરથી નીચે સુધી જેકમેનનું શુટિંગ કરવાની ફરજ પડતી, અને તેના સહઅભિનેતાઓએ પ્લેટફોર્મ-શૂઝ પહેરવા પડતા. જેકમેનને ભૂમિકા માટે તેના સ્નાયુઓમાં મોટી માત્રામાં વધારો કરવો પણ જરૂરી હતો, અને શ્રેણીની ચોથી ફિલ્મમાં તૈયારી કરતી વખતે તેને 300 પાઉન્ડ કરતાં વધુ વજન ઊંચકવાનું થયું હતું.[૧૩] ફિલ્મ રજૂ થતાં તે તત્કાલ પ્રસિદ્ધિ પામ્યો હતો અને જેકમેને 2003 માં એકસ-મેન 2 ની ભૂમિકા ફરીથી 2006X-Men: The Last Stand માં કરી હતી,અને,X-Men Origins: Wolverine જે 1લી મે 2009માં રજૂ થઈ હતી.
2001
ફેરફાર કરોજેકસને કેટ એન્ડ લિઓપોર્ડ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં 2001માં મેગ રયાન સામે, લિઓપોર્ડ તરીકે અભિનય કર્યો, જે માટે તેમને ચલચિત્ર સંગીત કે કોમેડીમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે ગોલ્ડન ગ્લોબનું નોમિશન મળ્યું. જેકમેને વિકટોરિયન ઈંગ્લીશ ડયુકની ભૂમિકા ભજવે છે, જે આકસ્મિક રીતે 21મી સદીના મેનહટ્ટનમાં પ્રવાસ કરે છે, જ્યાં તેને શંકાશીલ એવા જાહેરખબરના વહીવટી અધિકારી કેટ મળે છે.
2001માં, જેકમેને જહોન ટ્રાવોલ્ટા, અને હેલ બેરી સાથે સ્વોર્ડફિશ એકશન/ડ્રામામાં પણ અભિનેતા તરીકે કામ કર્યું. આ બીજી વખત જેકમેને બેરી સાથે કામ કર્યું હતું, અને બંને જણાએ એકસાથે બે વધુ વખત એકસ-મેન ફિલ્મોમાં કામ કર્યું, જેથી 2000થી 2006 સુધીમાં જેકમેન અને બેરીના અભિનયવાળી કુલ ચાર ચલચિત્રો બન્યાં. તેણે 2001માં “ સેટરડે નાઇટ લાઈવ ” નું સંચાલન પણ કર્યું.[૧૪]
સ્ટેજ 2002-2009
ફેરફાર કરો2002માં, જેકમેને સેન્ટ. લ્યુકના ઓરકેસ્ટ્રા સાથે કાર્નેજ હોલમાં ખાસ કોન્સર્ટ ભજવણીમાં સંગીત કેરોસેલ માં બિલી બિગેલોની ભૂમિકામાં ગાયું હતું.
2004માં, જેકમેને ધ બોય ફ્રોમ ઓઝ , સફળ નિવડેલ સંગીત નાટિકામાં જે તેમણે 2006માં ઓસ્ટ્રેલિયામાં પણ ભજવ્યું હતું, ઓસ્ટ્રેલિયન ગીતકાર અને કલાકાર પીટર એલનના તેના 2003-04ના બ્રોડવે ચિત્રાંકન માટે, સંગીત-નાટિકામાં અદ્વિતીય અભિનેતા માટેનો ટોની એવોર્ડ અને ડ્રામા ડેસ્ક એવોર્ડ જીત્યો હતો.
ઉપરાંત, જેકમેને 2003, 2004 અને 2005માં ટોની એવોર્ડનું સંચાલન કર્યું, જેમાં વિધેયાત્મક સમીક્ષાઓ મળી હતી. ટોની એવોર્ડના 2004ના તેના સંચાલનથી વૈવિધ્યપૂર્ણ, સંગીત કે કોમેડી પ્રોગ્રામ, 2005માં અદ્વિતીય વ્યકિતગત કલાકાર માટેનો એમી એવોર્ડ મળ્યો હતો.
જેકમેને, 10 સપ્ટેમ્બર 2009ના રોજ ખૂલેલા અને 6 ડિસેમ્બર 2009ના રોજ બંધ થયેલ “ એ સ્ટેડી રેઇન ” નાટકમાં મર્યાદિત વ્યસ્તતામાં સ્કોનફેલ્ડ થિયેટર ખાતે બ્રોડવે પર ડેનિયલ ક્રેગ સાથે સહ-અભિનય કર્યો.[૧૫]
ફિલ્મો 2003-2008
ફેરફાર કરો2003 x2 : એકસ-મેન યુનાઈટેડ પછી, 2004માં જેકમેને વાન હેલ્સિંગ ફિલ્મમાં ગ્રેબિયલ વાન હેલ્સિંગ નામના રાક્ષસી હત્યારાની મુખ્ય ભૂમિકા ભજવી. તેમની લાક્ષણિકતા, બ્રુસ એ. મેકલેન્ડ દ્વારા લિખિત “ સ્લેયર્સ એન્ડ ધેયર વેમ્પાયર્સ : એ કલ્ચરલ હિસ્ટરી ઓફ કિલીંગ ધ ડેડ ” પુસ્તકમાં નવા વાન હેલ્સિંગ તરીકે વિશિષ્ટપણે દર્શાવ્યા હતાં.
2005માં પણ, 2006 ની કેસિનો રોયલ માં, જેમ્સ બોન્ડની ભૂમિકા માટે પસંદગીમાં જેકમેન એક હતાં, પરંતુ આખરે ડેનિયલ ક્રેગ ની પસંદગી થઇ.[૧૬]
2006માં ક્રિસ્ટોફર નોલન દ્વારા દિગ્દર્શિત અને ક્રિશ્ચિયન બેલે, માઈકલ કેઈન અને સ્કાર્લેટ જહોનસાન દ્વારા અભિનીત ફિલ્મ ધ પ્રેસ્ટિજ માં અભિનેતા તરીકે કામ કર્યું. રોબર્ટ એગિયર તરીકે, જેકમેને જાદૂગરનું પાત્ર કર્યું જેમણે છેતરપિંડીની કલામાં “ એકબીજા ” થી ચઢિયાતા થવાના પ્રયત્નમાં સમકાલિન આલ્ફ્રેડ બોર્ડન સાથે દુશ્મની ઊભી કરી. જેકમેને જણાવ્યું કે ધ પ્રેસ્ટિજ કરવા પાછળનું મુખ્ય કારણ સંગીતકાર બોવી સાથે કામ કરવાનું હતું, જેમણે વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાનું પાત્ર ભજવ્યું.
જેકમેને, ડેરેન એરોનોફેસ્કીની વૈજ્ઞાનિક કાલ્પનિક કથાની ફિલ્મ ધ ફાઉન્ટેન માં ત્રણ જુદા જુદા પાત્રો ભજવ્યા. ટોમી ક્રેમો, મજ્જતંત્રના વૈજ્ઞાનિક છે, તેઓ તેમની પત્ની ઈઝી (રચેલ વેઇઝ) કે જે બ્રેઈન ટયુમરને કારણે મરણ પથારીએ છીએ અને તેને સાજી કરવાનો પ્રયત્ન કરવાના તેના કામ એ બંને વચ્ચે અટવાઇ જાય છે; કેપ્ટન થોમસ ક્રેયો, 1532ના સેવિલેના સ્પેનિશ વિજેતા; અને ભવિષ્યના બ્ર્હ્માંડયાત્રી, ટોમ, જે ઈકો-અવકાશવાહનમાં પ્રવાસ કરીને ગોલ્ડન નેબ્યુલા પહોંચે છે અને ઈઝી સાથે ફરીથી જોડાવા માગે છે. જેકમેને કહેલું કે પાત્રની શારીરિક અને લાગણીશીલતાની માગણીને કારણે ધ ફાઉન્ટેન તેઓની સૌથી વધુ મૂશ્કેલ ફિલ્મ હતી.
જેકમેને 2006માં સ્કાર્લેટ જહોનસનની સામે સ્કૂપ ફિલ્મમાં વુડી એલનનું પાત્ર પણ ભજવ્યું. તેમણે 2006માં બે એનિમેટેડ ફિલ્મો બહાર પાડી : જ્યોર્જ મિલર દ્વારા દિગ્દર્શન કરાયેલ ફિલ્મ હેપી ફીટ , જેમાં મેમ્ફિસના, સમ્રાટ પેગ્વિનના પાત્રમાં અવાજ આપ્યો; અને ફલશ્ડ અવે , જેમાં જેકમેને રોડી નામના ઉંદરનો અવાજ આપ્યો, જે લંડનની ગટર-વ્યવસ્થામાં કૌટુંબિંક ટોયલેટને ફલશ કરવામાં આવતા મૃત્યુ પામે છે. ફલશ્ડ અવે માં સહ અભિનેતા કેટ વિન્સલેટ અને ઇઆન મેકેલિન હતા (જેકમેને ચોથી વખત તેની સાથે કામ કર્યું ત્યારે).
2007માં, જેકમેને વિવા લાફલિન ની ટેલિવિઝન માટેની સંગીત-નાટિકા શ્રેણીનું નિર્માણ કર્યું અને અતિથિ અભિનેતા તરીકે કામ કર્યું, જે શ્રેણી બે હપ્તા પછી સીબીએસ દ્વારા રદ કરાઈ. રદ કરવાના સમય વખતે ફિલ્મ કરાયેલ બાકીના હપ્તાઓ બતાવવા અંગેનો નિર્ણય હજુ કરવાનો બાકી છે. જેકમેનનાં 2008નાં ચલચિત્રોમાં ડિસેપ્શન (જેમાં તેણે ફિલ્મનું નિર્માણ કર્યું અને અભિનેતા તરીકે કામ કર્યું), અંકલ જહોની અને ઓસ્ટ્રેલિયા નો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયા
ફેરફાર કરો2008માં, નિર્દેશક બાઝ લુહ્રમને, એની ખૂબ પ્રસિદ્ધ પામેલી મહાકથા ફિલ્મ ઓસ્ટ્રેલિયા માં રસેલ ક્રોને બદલીને જેકમેનને રાખ્યા, જેમની સાથે સહ-અભિનેતા નિકોલ કિડમેન હતી. આ ચલચિત્ર ઓસ્ટ્રેલિયા અને યુ.એસ.માં નવેમ્બર 2008માં પ્રગટ થઈ હતી. જેકમેને ખડતલ, સ્વતંત્ર ઢોર ચરાવનારનું પાત્ર ભજવ્યું હતું, જે નામરજીથી અંગ્રેજી મહિલાને મદદ કરે છે, જે તેણીના પ્રેમી પતિના ઓસ્ટ્રેલિયન પશુમથકને અને તેને ત્યાંથી મળેલ આદિમ જાતિના વર્ણસંકર બાળકને બચાવવા આતુર છે. આ ચલચિત્ર, અંગે જેકમેને કહ્યું, “ આ એક ખૂબ સુંદર ભૂમિકાઓ પૈકીની એક હતી, જેથી શુટિંગ દરમિયાન સતત મારી જાતને ડંખ્યા કરી છે. મને મોટા બજેટવાળી, શરમ રહિત જૂની ફેશનની રોમાન્ટિક કથાનું ચિત્ર મારા વતનના દેશના સૌથી વધુ કપરા સમયની સામે શુટ કરવાનું મળ્યું, જો કે તે જ સમયે દેશના પ્રાકૃતિક સૌંદર્ય, તેના લોકો, તેની સંસ્કૃતિની ઉજવણી કરાઈ રહી હતી ... મારા સીવી પર મને આ ફિલ્મ મળી છે તે જાણીને હું એક સુખી માણસ તરીકે મરીશ. ”[૧૭]
ભાવિ પ્રોજેકટો
ફેરફાર કરો- એકશન ડ્રામા, ડ્રાઇવ , જેમાં અભિનેતા જેકમેન છે, જેનું હાલમાં નિર્માણ થઈ રહ્યું છે.[૧૮]
- જેકમેને કરોસેલ ની પુનર્રચનામાં અભિનેતા તરીકે કામ કરવાનું વિચાર્યું છે, જે 2010માં બહાર પાડવાનું નક્કી કરાયું છે, તેમાં તે બિલી બિગેલોનું પાત્ર ભજવશે.[૧૯][૨૦]
- એન્ડ્રયુ લ્યોડ વેબરની સંગીતમય સનસેટ બુલવર્ડ ની નવી ફિલ્મ આવૃત્તિમાં જોય ગિલીસની ભૂમિકા ફરીથી ભજવવા ઈવાન મેકગ્રેગર સાથે કામ કરવા જેકમેનની વિચારણા થઈ રહી છે.[૨૧]
- જેકમેન હાલમાં યુ.એસ. પ્રકાશક વર્જિન કોમિકસ અને લેખક માર્ક ગુગેનહેમ સાથે નવી કોમિક પુસ્તક શ્રેણીઓ નોવ્હેર મેન નું સર્જન કરવા પર કામ કરી રહેલ છે, એવી આશા સાથે કે તે ફિલ્મ માટે પણ અનુરૂપ બની રહે. [૨૨]
- જેકમેન 2010માં બહાર પડનાર અનબાઉન્ડ કેપ્ટિવસ નામના ચલચિત્રમાં અભિનય આપશે, જેમાં તે તેના ભૂતકાળના સહ-અભિનેતા રચેલ વેઇઝ અને રોબર્ટ પેન્ટિસન સાથે કામ કરશે. [૨૩]
- જેકમેન પી.ટી. બારનમની જિંદગી પર આધારિત સમકાલિન સંગીતમય કૃતિ ધ ગ્રેટસ્ટ અમેરિકન શોમેન માં અભિનેતા તરીકે કામ કરશે. મહિલા-પ્રેમનો રસપ્રદ ભાગ એની હાથવે દ્વારા લખાયો છે, જે વિચારણા હેઠળ છે.[૨૪]
- જેકમેન જાપાનમાં વોલ્વેરાઈન 2 માં ફિલ્મમાં કામ કરશે.
- રિયલ સ્ટીલ (2011), ડ્રિમવર્કસ વિજ્ઞાન કલ્પના કથાની ફિલ્મ. [૨૫][૨૬]
નિર્માણ કંપની
ફેરફાર કરો2005માં, જેકમેન નિર્માણ કંપની, સીડ પ્રોડકશન્સ ઊભી કરવા તેના લાંબાસમયના મદદનીશ જહોન પાલેર્મો સાથે જોડાયા, જેમનો પ્રથમ પ્રોજેકટ 2007માં વિવા લાફલિન હતો. જેકમેનની અભિનેત્રી પત્ની ડેબોરા-લી ફર્નેસ પણ કંપનીમાં જોડાઈ, અને પાલેર્મોએ પોતાના, ફર્નેસ અને જેકમેન માટે “ યુનિટી ” અર્થવાળા લખાણની આ ત્રણ વીંટીઓ બનાવી.[૨૭] ત્રણેયના સહયોગ અંગે જેકમેને જણાવ્યું કે “ મારી જિંદગીમાં જેમની સાથે મેં કામ કર્યું તે ભાગીદારો અંગે ડેબ અને જહોન પાલેર્મો અંગે હું ખૂબ નસીબદાર છું. ખરેખર તેથી કામ થયું. અમારી પાસે જુદું જુદું સાર્મથ્ય હતું. હું તે પસંદ કરતો હતો. I love it. તે ખૂબ ઉત્તેજક છે. ”[૨૮]ફોકસ આધારિત સીડ લેબલ, આમન્ડા સ્કિવેઈટઝર, કેથરિન ટેમ્બલિન, એલન મંડેલબમ અને જોય મરિનો તેમજ સાથે સિડની આધારિત નિર્માણ કચેરીનું સંચાલન કરનાર અલાના ફ્રીનો સમાવેશ થતાં કદમાં વિસ્તૃત બની. આ કંપીનોનો ઉદ્દેશ જેકમેનના વતનના દેશની સ્થાનિક પ્રતિભાને કામે લેવા મધ્યમ બજેટવાળી ફિલ્મો બનાવવાનો છે.
અન્ય રસ
ફેરફાર કરોસખાવતનું કામ
ફેરફાર કરોપરોપકારી વ્યક્તિ તરીકે, જેકમેન લાંબાસમયના માઈક્રોક્રેડિટ - લઘુધિરાણના પુરસ્કર્તા છે, અવિકસિત દેશોમાં આશાસ્પદ ગરીબ ઉદ્યોગસાહસિકોને ખૂબ નાની લોન આપવામાં આવે છે. તે લઘુધિરાણના અગ્રેસર તથા 2006ના નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મહમદ યુનુસના મૌખિક સમર્થક છે.[૨૯][૩૦][૩૧]
જેકમેન ગ્લોબલ પોવર્ટી પ્રોજેકટના વૈશ્વિક સલાહકાર છે, જે માટે તેમણે દસ્તાવેજી ચિત્ર બનાવ્યું હતું;[૩૨] અને તેમણે તથા પ્રોજેકટના સ્થાપક હ્યુજ ઈવાન્સે 2009માં તે કારણ માટે યુ.એસ.ની મુલાકાત લીધી હતી.[૩૩]. જેકમેને ડોના કરણ, લિસા ફોકસ અને તેની પત્ની ડેબોરા-લી સાથે ન્યૂયોર્કમાં ગ્લોબલ પોવર્ટી પ્રોજેકટ રજૂઆતના પ્રીવ્યૂનું સંચાલન કર્યું હતું. [૩૪] તે [૩૫]વર્લ્ડ વિઝનનો એમ્બેસેડર છે અને 21 સપ્ટેમ્બર, 2009ના રોજ હવામાન સપ્તાહ એનવાયસીની ઉજવણીમાં ભાગ લીધો હતો.[૩૬][૩૭]
જેકમેન ધ આર્ટ ઓફ એલસિયમ[૩૮] અને એમપીટીવી ફંડ ફાઉન્ડેશનને[૩૯] સહાય કરે છે, તથા તે અને તેમની પત્ની ડેબોરા-લી ફર્નેસ ઓસ્ટ્રેલિયાની બોન મરો ઈન્સ્ટિયુટના પેટ્રન છે. [૪૦] જેકમેને ગ્લોબલ વોર્મિંગ અંગે ધ બર્નિંગ સીઝન 2008ના દસ્તાવેજી ચિત્રમાં પણ વર્ણન કર્યું હતું.[૪૧]
જેકમેન સખાવત માટે તેના ટિવટર (twitter) એકાઉન્ટનો પણ ઉપયોગ કરે છે. 14 એપ્રિલ, 2009ના રોજ જેકમેને તેના ટિવટર પૃષ્ઠ પર લખ્યું કે તે એક વ્યકિતની પ્રિય નફો નહીં કરતી સંસ્થાને 100,000 ડોલરનું દાન આપશે.[૪૨] 21 એપ્રિલ, 2009ના તેણે ચેરીટી : વોટરને 50000 ડોલરનું અને ઓપરેશન ઓફ હોપને 50000 ડોલરનું દાન આપવાનો નિર્ણય કર્યો હતો.[૪૩][૪૪]
હ્યુજ જેકમેન અને ડેનિયલ ક્રેગે, અ સ્ટેડી રેઇન , તેમના ખૂબ સફળ બ્રોડવે નાટકમાં પડદા પરની છ સપ્તાહ સુધીની અપીલમાંથી તેઓએ 21 મી જીપ્સી સ્પર્ધા વર્ષમાં 1549953 ડોલર ભેગા કર્યાની જાહેરાત કરી, ત્યારે 8 ડિસેમ્બર, 2009માં બ્રોડવે કેરર્સ / ઇક્વિટી ફાઈટ્સ એઇડ્સના ઇતિહાસમાં તમના માટેના ફંડ ઊભા કરવામાં પોતાનું અદ્વિતીય સ્થાન બનાવી દીધું હતું.[૪૫]
રમત-ગમતો
ફેરફાર કરોજેકમેને વિવિધ રમત-ગમતોમાં પોતાનો તીવ્ર રસ દર્શાવ્યો હતો. હાઈસ્કૂલમાં, તે રગ્બી અને ક્રિકેટ રમતા, તેમણે ઊંચા કુદકામાં ભાગ લીધો હતો અને તે તરણ-ટીમમાં હતા.[૪૬] તેમને બાસ્કેટબોલ અને કયાકિંગમાં પણ રસ હતો.[૪૭] તેમણે નોર્વિચ સિટી એફસીને પોતાનો ટેકો આપીને ફૂટબોલમાં પણ રસ દર્શાવ્યો હતો.
જેકમેને લાંબાસમયથી સિડની નોર્થમાં આવેલ મેનલી વોરિંગાહ સી ઈગલ્સ, એનઆરએલ કલબના ચાહક અને સમર્થક હતા.[૪૮] તેમણે 1999માં એનઆરએલ ગ્રાન્ડ ફાઇનલમાં રાષ્ટ્રીય ગીત ગાયું હતું.[૪૯] હ્યુજને પણ સ્કાય સ્પોર્ટસ સોકર એએમ પરથી જણાવ્યું કે તે નોર્વિચ સિટી એફસીના ચાહક હતા.[૫૦]
જેકસન પિયાનો પણ વગાડી શકે છે,[૫૧] દરરોજ યોગ કરે છે,[૫૨] અને 1992ની સ્કૂલ ઓફ પ્રેકિટકલ ફિલોસોફીના સભ્ય છે. [૫૩]
અંગત જીવન
ફેરફાર કરોજેકમેને 11 એપ્રિલ 1996ના રોજ ડેબોરા-લી ફર્નેસ સાથે લગ્ન કર્યા. તેઓ કોરેલી નામની ઓસ્ટ્રેલિયન ટેલિવિઝન શ્રેણીમાં મળ્યા હતા. જેકમેન વ્યકિતગત રીતે ફર્નેસ માટે સગાઈની વિંટીની ડિઝાઈન કરેલી, અને તેમની લગ્નની વિંટી પર સંસ્કૃત લખાણ હતું “ ઓમ પરામર મૈનમર ” જેનો અનુવાદ “ અમે અમારું એકત્વ પરમ હેતુને સમર્પિત કરીએ છીએ. ”[૫૪] તેઓ હાલમાં સિડની અને ન્યૂયોર્ક શહેર વચ્ચે તેમનો સમય વહેંચે છે.[૫૫]
[૫૬]ફર્નેસને બે વખત કસૂવાવડ થઈ, તે પછી તેણે અને જેકમેને બે બાળકો, ઓસ્કાર મેકિસમિલન (જન્મ 15 મે, 2000) અને આવા ઈલિયટ (જન્મ 10 જુલાઈ, 200) ને દત્તક લીધા.
ફિલ્મની સફર
ફેરફાર કરોપુરસ્કારો અને નામાંકનો
ફેરફાર કરોપુરસ્કારો
ફેરફાર કરો- 1997 સંગીતમય - સનસેટ બુલવર્ડ માં શ્રેષ્ઠ અભિનેતા માટે વેરાઇટી ક્લબ એવોર્ડ
- 1998 સંગીતમય - સનસેટ બુલવર્ડ માં શ્રેષ્ઠ અભિનેતા માટે મો એવોર્ડ
- 1999 ઓસ્ટ્રેલિયન મુવી કન્વેન્શન, ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓફ ધ ઇયર
- 2000 એક્સ-મેન - શ્રેષ્ઠ અભિનેતા માટે સેટર્ન એવોર્ડ
- 2004 સંગીતમય - ધ બોય ફ્રોમ ઓઝ માં ઉત્કૃષ્ટ અભિનેતા માટે ડ્રામા ડેસ્ક એવોર્ડ
- 2004 ધ બોય ફ્રોમ ઓઝ - થીયેટર વર્લ્ડ એવોર્ડ
- 2004 {1}ધ બોય ફ્રોમ ઓઝ{/1} - બ્રોડવે ઓડિયન્સ એવોર્ડ
- 2004 {1}ધ બોય ફ્રોમ ઓઝ{/1} - વર્ષના પ્રતિષ્ઠિત અભિનય માટે ડ્રામા એવોર્ડ
- 2004 સંગીતમય - {1}ધ બોય ફ્રોમ ઓઝ{/1}માં શ્રેષ્ઠ અભિનેતા માટે આઉટર ક્રિટિક્સ સર્કલ એવોર્ડ
- 2004 {1}ધ બોય ફ્રોમ ઓઝ{/1} - થીયેટરમાં શ્રેષ્ઠ પુરુષ ડાન્સર માટે ટીડીએફ-એસ્ટાયર એવોર્ડ
- 2004 સંગીતમય - {1}ધ બોય ફ્રોમ ઓઝ{/1} માં શ્રેષ્ઠ આગેવાન અભિનેતા માટે થીયેટર ફેન્સ ચોઇસ એવોર્ડ
- 2004 સંગીતમય - ધ બોય ફ્રોમ ઓઝ માં શ્રેષ્ઠ આગેવાન અભિનેતા માટે ટોની એવોર્ડ
- 2004 ન્યૂ યોર્ક ઇન્ટરનેશનલ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ એન્ડ ફેસ્ટિવલ - "મેકિંગ ધ ગ્રેડ" - શ્રેષ્ઠ અભિનેતા માટે શોર્ટ ફિલ્મ એવોર્ડ
- 2004 ઓસ્ટ્રેલિયન શોબિઝનેસ એમ્બેસેડર ઓફ ધ ઇયર
- 2005 વિવિધતા કે મ્યુઝિક પ્રોગ્રામમાં ઉત્કૃષ્ટ વ્યક્તિગત અભિનય માટે એમી એવોર્ડ – 58 મો એન્યુઅલ ટોની એવોર્ડ સેરેમનીઝ
- 2006 વર્ષના મેલ સ્ટાર માટે શોબેસ્ટ એવોર્ડ
- 2006 વર્ષનો ઓસ્ટ્રેલિયન અભિનય માટે મો એવોર્ડ
- 2008 ડબલ્યુએએપીએ (WAAPA) - એક્સલન્સ માટે ચાન્સેલર્સ એલ્યુમની એવોર્ડ, યુટીએસ ટાવરિંગ એચિવમેન્ટ એવોર્ડ
- 2008 સ્ટેજ સંગીતમય - ધ બોય ફ્રોમ ઓઝ માં શ્રેષ્ઠ આગેવાન અભિનય માટે ઓસ્ટ્રેલિયન ડાન્સ એવોર્ડ
- 2008 ઓસ્ટ્રેલિયન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ રિડર્સ ચોઇસ
- 2008 પીપલ મેગેઝીન્સ સેક્સિએસ્ટ મેન અલાઇવ એવોર્ડ
- 2008 વર્ષનો ઓસ્ટ્રેલિયન જીક્યુ મેન
- 2009 એપ્રિલ 21, 2009 વખતે હોલિવુડ વોક ઓફ ફેમ ઉજવણી પર જેકમેને તેમના હાથ અને પગની છાપ on April 21, 2009.[૫૮]
- એક્સ-મેન ઓરિજિન્સ : વોલ્વરાઇન માં વોલ્વરાઇન તરીકે 2009 સ્પાઇક વીડિયો ગેમ એવોર્ડસ ખાતે એક પુરુષ મનુષ્ય દ્વારા શ્રેષ્ઠ અભિનય
- 2010 પસંદગીકાર એક્શન સ્ટાર માટે પીપલ્સ ચોઇસ એવોર્ડ - X-Men Origins: Wolverine
નોમિનેશન્સ
ફેરફાર કરો- 1997 સંગીતમય - બ્યુટી એન્ડ બિસ્ટ માં શ્રેષ્ઠ અભિનેતા માટે મો એવોર્ડ
- 1998 સંગીતમય - ઓક્લાહોમા! માં શ્રેષ્ઠ અભિનેતા માટે ઓલિવર એવોર્ડ
- 2001 મોશન પિક્ચર મ્યુઝિક્લ કે કોમેડી - કેટ એન્ડ લિઓપોલ્ડ માં શ્રેષ્ઠ અભિનેતા માટે ગોલ્ડન ગ્લોબ
- 2001 સૌથી વધુ આશાસ્પદ અભિનેતા માટે સીએફસીએ એવોર્ડ
- 2006 વિવિધતા કે મ્યુઝિક પ્રોગ્રામમાં ઉત્કૃષ્ટ વ્યક્તિગત અભિનય માટે એમી એવોર્ડ – 59 મો એન્યુઅલ ટોની એવોર્ડ સેરેમનીઝ
- 2006 ધ બોય ફ્રોમ ઓઝ - આગેવાન ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા કલાકાર માટે ગ્રીન રુમ એવોર્ડ
વિખ્યાત સંસ્કૃતિમાં ઉલ્લેખો
ફેરફાર કરો- જેકેમેનની પીપલ મેગેઝિન દ્વારા ૨૦૦૮ના સેક્સીએસ્ટ મેન એલાઇવ તરીકે પસંદગી થઇ હતી.[૨]
- એબીસીના કોમેડી-નાટક સ્ક્રબસ માં, ડો. કોક્ષ આખી શ્રેણી દરમિયાન તેના પ્રખ્યાત શબ્દો વાપરીને જેકમેન વિરુદ્ધની તેની સંભવિત તર્કહિન નફરત દર્શાવી હતી, અને તેના જવાબમાં જે.ડી. એ ’હ્યુજ જેકમેન્સ વુલ્વેરિન’ બોલ્યા હતાં
! તેની એવી હિંમત. , એકવાર તે જાય.
- પંક'ડી - "ફાયર ઇન ધ હોલ" - પંક'ડી ની ૭ મી સિઝનમાં જેકમેનને એવું માનવા માટે દોરવામાં આવ્યો હતો કે તેણે અકસ્માતે નિર્દેશક બ્રેટ રેટનરનું ઘર ઉડાવી દીધું છે.[૫૯]
- On the Season 6, Episode 13 of વીલ એન્ડ ગ્રેસ ના સિઝન 6 ના હપ્તા 13 માં જે ફેબ્રુઆરી 10, 2004 ના રોજ પ્રસારિત થયો હતો ત્યાં પાત્ર જેક (સીન હેયસ) કહે છે કે તે ધ બોય ફ્રોમ ઓઝ જોવાના છે, કારણ કે તે હ્યુજ જેકમેનને જોવામાગતા હતા.[૬૦] તે પછી તે ચર્ચા કરે છે કે તેઓની કેટલીક હરકતોની ઊઠાંતરી કરવા માટે તેઓ હ્યુજ જેકમેન / ધ બોય ફ્રોમ થ ઓઝ પર દાવો કરવા ઇચ્છે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ ૨.૦ ૨.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ ગાન્સ, એન્ડ્ર્યુ."ટોની વિજેતા જેકમેન અકાદમી એવોર્ડની પ્રસ્તુતિ કરશે," playbill.com, 12 ડિસેમ્બર 2008
- ↑ ૪.૦ ૪.૧ "Hugh Jackman". Inside the Actors Studio. શ્રેણી 10. પ્રકરણ 11. 7 March 2004. Bravo. Cite uses deprecated parameter
|serieslink=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "મેટિની આઇડલ." સંગ્રહિત ૨૦૧૨-૦૫-૨૭ ના રોજ archive.today ધ ઈન્ડિપેન્ડન્ટ. 1 મે 2004.
- ↑ "Hugh Jackman relishes performing - More news and other features - MSNBC.com". મૂળ માંથી 2006-06-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-27.
- ↑ હ્યુજ જેકમેન: એક્સ અપીલ
- ↑ "Alumnus Hugh Jackman honoured at UTS 20-year celebration". મેળવેલ 2009-05-27.
- ↑ "home and away". મૂળ માંથી 2009-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-27.
- ↑ "Jackman back as boy from Waapa". મૂળ માંથી 2009-04-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-27.
- ↑ "Hugh Jackman". imdb.com. મેળવેલ 18 December 2008. Unknown parameter
|dateformat=
ignored (મદદ) - ↑ માર્વેલ યુનિવર્સ: વોલ્વરાઇન (જેમ્સ હોવલેટ) Marvel.com
- ↑ Fleming, Michael (2008). "Playboy Interview: Hugh Jackman". Playboy: 62. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ "સેટરડે નાઇટ લાઇવ"imdb.com
- ↑ ગેન્સ, એન્ડ્ર્યુ.[૧]"ક્રેગ અને જેકમેન સાથે અ સ્ટેડી રેઇન, બ્રોડવે સ્કોનફેલ્ડ રજૂ કરવાના છે"playbill.com, જુલાઇ 9, 2009
- ↑ "Call him Bland, James Bland - MSNBC". મૂળ માંથી 2009-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-08-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ http://www.imdb.com/title/tt0780504/
- ↑ હ્યુજ જેકમેન 81 માં અકાદમી એવોર્ડ્સની પ્રસ્તુતિ કરશે
- ↑ http://www.imdb.com/title/tt0837787/
- ↑ http://www.telegraph.co.uk/news/worldnews/1559524/Meryl-Streep-competes-for-Sunset-Boulevard.html
- ↑ જેકમેન, ગુગેનહેમ ગો 'નોવ્હેર' - ઇન્ટરટેઇનમેન્ટ ન્યુઝ, ફિલ્મ ન્યુઝ, મિડિયા - વેરાયટી
- ↑ સ્ટોના 'બંધકો' ભણી વધતા ત્રણ
- ↑ Adam Bryant (04 August 2009). "Hugh Jackman Signs on for Circus Musical". TVGuide.com. મૂળ માંથી 2009-08-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-04. Check date values in:
|date=
(મદદ) - ↑ "હ્યુજ જેકમેન રીયલ સ્ટીલ માં ભાગ લેશે."
- ↑ ઇન્ટરનેટ મુવી ડેટાબેઝ ખાતે રીયલ સ્ટીલ
- ↑ "મુવીઝ ઓનલાઇન". મૂળ માંથી 2010-07-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ "મુવી ન્યુઝ". મૂળ માંથી 2011-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ હ્યુજ જેકમેન પ્રોફેસર યુનુસને અભિનંદન આપે છે (વિડિયો)
- ↑ "પુસ્તકો જેને હ્યુજ જેકમેનને અસર કરી." સંગ્રહિત ૨૦૦૯-૧૧-૧૧ ના રોજ વેબેક મશિન Oprah.com
- ↑ "હ્યુજ જેકમેનની બુકશેલ્ફ: બેન્કર ટુ ધ પુઅર , મોહંમદ યુનુદ દ્વારા." સંગ્રહિત ૨૦૦૯-૧૧-૧૪ ના રોજ વેબેક મશિન Oprah.com
- ↑ હ્યુજ જેકમેન દ્વારા કથન કરવામાં આવેલ ગ્લોબલ પોવર્ટી પ્રોજેકટ
- ↑ "હ્યુજ જેકમેન યુએનમાં જાય છે". મૂળ માંથી 2012-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-12-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ હ્યુજ જેકમેન પર્યાવરણ પરની અગ્રતા ભૂમિકા મેળવે છે
- ↑ હ્યુજ જેકમેન પર્યાવરણ પરની અગ્રતા ભૂમિકા મેળવે છે
- ↑ "વર્લ્ડ વિઝનના એમબેસેડર હ્યુજ જેકમેન, પર્યાવરણ બદલાવ અંગે કહે છે". મૂળ માંથી 2009-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ સ્વર્ગની કલા
- ↑ એમપીટીવી (મ્પ્ત્વ) ફંડ ફાઇન્ડેશન[હંમેશ માટે મૃત કડી]
- ↑ બોન મેરો ડોનર ઇન્સ્ટિટ્યૂટ
- ↑ "થ બર્નિંગ સિઝન". મૂળ માંથી 2010-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-24.
- ↑ ચેરિટી ટ્વિટ
- ↑ જેકમેન સખાવતી દાનની રજૂઆત કરે છે
- ↑ ઓપરેશન ઓફ હોપ
- ↑ બ્રોડવે કેર્સ
- ↑ કલાકારના સ્ટુડિયોની અંદર
- ↑ સીડની મોર્નિંગ હેરાલ્ડ- કેયકિંગ
- ↑ "ManlySeaEagles.com.au". મૂળ માંથી 2011-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ સ્કાય સ્પોર્ટ્સનો ઇન્ટરવ્યૂ
- ↑ "હ્યુજ જેકમેન પિયાનો શીખે છે". મૂળ માંથી 2011-08-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ "પીપલ મેગેઝિન - યોગ". મૂળ માંથી 2013-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ "સ્કુલ ઓફ પ્રેકટિકલ ફિલોસોફી". મૂળ માંથી 2010-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ એન્ડ્ર્યુ ડેન્ટન સાથે ઇનફ રોપ
- ↑ "જેકમને મેનહેટનમાં એપાર્ટમેન્ટ ખરીદ્યું". મૂળ માંથી 2009-01-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ ઇનફ રોપ પર ફ્યુરેસ-એડોપશન
- ↑ "અંકલ જહોની - નાઇનએમએસએન વિડીયો". મૂળ માંથી 2009-09-05 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
- ↑ "હ્યુજ જેકમેનની છાપો સિમેન્ટમાં રેકોર્ડ કરાઇ". મૂળ માંથી 2012-09-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-23.
- ↑ હ્યુજ જેકમેનની અતિશય પંક'ડી થાય છે
- ↑ http://www.imdb.com/title/tt0748812/plotsummary
બાહ્ય લિંક્સ
ફેરફાર કરોહ્યુજ જેકમેન અ સ્ટેડી રેઇન ઓન બ્રોડવે - ઓપનિંહ નાઇટ Broadway.tv બ્લોગ સંગ્રહિત ૨૦૧૮-૦૫-૩૦ ના રોજ વેબેક મશિન
- www.sci-fi-online.com ખાતે હ્યુજ જેકમેનનો ઇન્ટરવ્યૂ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૧૪ ના રોજ વેબેક મશિન
- movies.com પર હ્યુજ જેકમેન સાથેનો વિડીયો ઇન્ટરવ્યૂ
- હન્ક પાર્ટી! પર હ્યુજ જેકમેના ફોટા