૧૯૭૯ મચ્છુ બંધ હોનારત

મોરબી, ગુજરાતની બંધ જળ પ્રલય દુર્ઘટના

મચ્છુ બંધ હોનારત અથવા મોરબી બંધ હોનારત એ પૂર હોનારત હતી જે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ ભારતમાં સર્જાઇ હતી. મચ્છુ નદી પર આવેલો મચ્છુ-૨ બંધ તૂટતા રાજકોટ જિલ્લાના ‍(હવે, મોરબી જિલ્લામાં) મોરબી શહેરમાં પાણી ફરી વળ્યું હતું.[] વિવિધ અંદાજો અનુસાર ૧,૮૦૦ થી ૨૫,૦૦૦ લોકોના મૃત્યુ આ દુર્ઘટનામાં થયા હતા.[][][]

મચ્છુ બંધ હોનારત
તારીખ૧૧ ઓગસ્ટ ૧૯૭૯
સ્થાનમોરબી અને રાજકોટ જિલ્લાના ગામો
મૃત્યુ૧૮૦૦-૨૫,૦૦૦ (અંદાજીત)[]
સંપત્તિને નુકશાન૧૦૦ કરોડ (૧૯૭૯ પ્રમાણે) (અંદાજીત)[]
નકશો
મચ્છુ બંધ અને મોરબીનું સ્થાન

અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ૫,૬૬૩ મી³/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી³/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો. ૨૦ મિનિટમાં જ ૧૨થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે બંધથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. બંધના ફરીથી બાંધકામ સમયે બંધની ક્ષમતા ચાર ગણી વધારીને ૨૧,૦૦૦ મી³/સે કરવામાં આવી હતી.[]

૧૯૭૫ની ચીનના બાન્કિઓ બંધ હોનારતની વિગતો ૨૦૦૫માં જાહેરમાં આવી એ પહેલાં[] આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી.[]

નો વન હેડ અ ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે.[] વધુમાં, નાણાંકીય નુકશાન પણ ભારે થયું હતું. પૂરને કારણે પાક અને અનાજ ઉત્પાદનની ક્ષમતા પર ભારે અસર પડી હતી.

ચલચિત્ર

ફેરફાર કરો

નિર્માણાધીન મચ્છુ ગુજરાતી ચલચિત્ર આ ઘટના પર આધારિત છે.[]

  1. ૧.૦ ૧.૧ Noorani, A. G. (૨૧ એપ્રિલ ૧૯૮૪). "Dissolving Commissions of Inquiry". Economic and Political Weekly. ૧૯ (૧૬): ૬૬૭–૬૬૮. JSTOR 4373178.
  2. ૨.૦ ૨.૧ Noorani, A. G. (૨૫ ઓગસ્ટ ૧૯૭૯). "The Inundation of Morvi". Economic and Political Weekly. 14 (34): 1454. મેળવેલ ૯ જાન્યુઆરી ૨૦૧૨.
  3. World Bank. Environment Dept. Environmental assessment sourcebook. World Bank Publications. પૃષ્ઠ ૮૬. ISBN 978-0-8213-1845-4. મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૨.
  4. S.B. Easwaran (ઓગસ્ટ ૭, ૨૦૧૨). "The Loudest Crash Of '79". Outlook India. મેળવેલ માર્ચ ૬, ૨૦૧૩.
  5. Rao, Professor T. Shivaji. "Polavaram Dam Failure Kills 45 Lakhs Of People". મૂળ માંથી 2009-07-20 પર સંગ્રહિત. મેળવેલ ૯ જાન્યુઆરી ૨૦૧૨.
  6. "People's Daily Online -- After 30 years, secrets, lessons of China's worst dams burst accident surface". મેળવેલ ૨૬ એપ્રિલ ૨૦૧૮.
  7. Guinness, El Libro de los Récords [Guinness Book the Records] (સ્પેનિશમાં). મેક્સિકો: Ediciones Maeva, S.A. October 1986. ISBN 968-458-366-4.
  8. "Book on 1979 Morbi dam disaster rubbishes 'Act of God' theory". The Indian Express. જુલાઇ ૨૫, ૨૦૧૨.
  9. "Machchhu: A real life tragic story is all set to release - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-19.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો