અખંડ સૌભાગ્યવતી (ચલચિત્ર)

ગુજરાતી ચલચિત્ર

અખંડ સૌભાગ્યવતી ૧૯૬૩માં રજૂ થયેલ મનહર રસકપૂર દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ચલચિત્ર હતું. કર્ણપ્રિય ગીતો અને ગરબાની સાથે ભારતીય સમાજની અંદર દહેજની પ્રથા પર પ્રકાશ પાડતું મહેશ કુમાર અને આશા પારેખ અભિનીત આ ચલચિત્રમાં કલ્યાણજી-આનંદજીએ સંગીત આપ્યું હતું. લતા મંગેશકરના સ્વેર ગવાયેલ "તને સાચવે પાર્વતી..." ગીત લગ્નપ્રસંગોમાં કન્યાવિદાયના સમયે ખાસ વગાડવામાં આવતું અને લોકપ્રિય બન્યું હતું. આ ચલચિત્રના ગીતો બરકત વિરાણી દ્વારા લખાયેલા છે. લતા મંગેશકર, સુમન કલ્યાણપુર તથા મુકેશ જેવા હિન્દી ફિલ્મોના જાણીતા ગાયકોએ ગુજરાતી ફિલ્મોમાં કંઠ આપ્યો હતો.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો