બરકત વિરાણી

ગુજરાતી કવિ

બરકતઅલી ગુલામહુસેન વિરાણી, જેઓ તેમના ઉપનામ બેફામ,[૧] થી જાણીતા છે, ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે.[૨]

બરકત વિરાણી
ગોરેગાંવ, ૧૯૮૧
જન્મનું નામ
બરકતઅલી ગુલામહુસેન વિરાણી
જન્મબરકતઅલી ગુલામહુસેન વિરાણી
(1923-11-25)November 25, 1923
ઘાંઘળી, સિહોર નજીક, ભાવનગર જિલ્લો
મૃત્યુJanuary 2, 1994(1994-01-02) (ઉંમર 70)
મુંબઈ
ઉપનામબેફામ
વ્યવસાયકવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
લેખન પ્રકારગઝલ, નવલકથા, ટૂંકી વાર્તા
નોંધપાત્ર સર્જનો
 • ઘટા (૧૯૭૦) * પ્યાસ (૧૯૮૦)
જીવનસાથીરુકૈયા ( ૧૯૫૨ - ૧૯૯૪), તેમના મૃત્યુ પર્યંત
સંબંધીઓશયદા (સસરા)
સહી

જીવન ફેરફાર કરો

બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી.[૩] ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં મરીઝને મળ્યા અને પછીથી આકાશવાણી રેડિયોમાં જોડાયા. ૧૯૫૨માં તેમના લગ્ન શયદાની જયેષ્ઠ પુત્રી રુકૈયા સાથે થયા. ૨ જાન્યુઆરી ૧૯૯૪માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.[૪]

તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેઓએ ગુજરાતી ચલચિત્ર મંગળફેરા (૧૯૪૯)માં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો જેવી કે અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩), કુળવધુ (૧૯૯૭), જાલમ સંગ જાડેજા, સ્નેહબંધન વગેરે માટે ગીતો લખ્યા હતા.[૫][૬][૭][૮][૯]

સર્જન ફેરફાર કરો

તેઓ એ માનસર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસ, પરબ નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા.[૧૦] તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા.[૩][૪] ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દીપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા.[૮] આગ અને અજવાળા (૧૯૫૬) અને જીવતા સૂર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે અને રંગસુગંધ ભાગ ૧-૨ (૧૯૬૬) તેમની નવલકથા છે.[૧૧]

સંદર્ભ ફેરફાર કરો

 1. Amaresh Datta (૧૯૮૮). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૧૩૯૦. ISBN 978-81-260-1194-0.
 2. Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra (૨૦૦૭). Gujarat. Gujarat Vishvakosh Trust. પૃષ્ઠ ૩૯૨.
 3. ૩.૦ ૩.૧ Poet. K. Srinivas. ૧૯૭૪. પૃષ્ઠ ૧૨૮.
 4. ૪.૦ ૪.૧ સુરેશ (૨૫ નવેમ્બર ૨૦૦૬). "બેફામ, Befam". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫.
 5. Ashish Rajadhyaksha; Paul Willemen (૧૦ જુલાઇ ૨૦૧૪). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. પૃષ્ઠ ૧૯૯૪–. ISBN 978-1-135-94325-7.
 6. Manjulal Ranchhodlal Majmudar (૧૯૬૫). Cultural History of Gujarat. Popular Prakashan. પૃષ્ઠ ૯૬.
 7. Indian Films. B. V. Dharap. ૧૯૭૪. પૃષ્ઠ ૨૭૧.
 8. ૮.૦ ૮.૧ DeshGujarat (૨ જાન્યુઆરી ૨૦૧૧). "Veteran Gujarati singer/musician Shri Dilip Dholakia passes away". DeshGujarat. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫.
 9. "બરકત વિરાણી 'બેફામ' 2 જાન્યુઆરી". Abhyaskram. ૨૫ નવેમ્બર ૨૦૦૬. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૫.
 10. Mansukhlal Maganlal Jhaveri; Sahitya Akademi (૧૯૭૮). History of Gujarati Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૨૧૧.
 11. "Virani Barkatali Gulamhusen". Gujarati Sahitya Kosh (Encyclopedia of Gujarati Literature). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. ૧૯૯૦. પૃષ્ઠ ૫૪૫.

બાહ્ય કડીઓ ફેરફાર કરો