અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલી સંસ્થા છે. આ સંસ્થા સાથે મુખ્યત્વે પાટીદાર સમાજના લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજના લોકો જોડાયેલા છે. તેની સ્થાપના ગુજરાત હાઈકોર્ટ ના વકીલ કે. ડી. શેલડીયા૨ દ્વારા ૨૦૦૬માં કરવામાં આવી હતી. સમિતિનું સૌ પ્રથમ કાર્ય સામાજિક જાગૃતિનું હતું. ત્યાર બાદ ૨૦૧૪માં પાટીદાર સમાજનું અનામત અંદોલન શરૂ થતા આ સમિતિ લોકપ્રિય બની હતી.[સંદર્ભ આપો]
પાટીદાર અનામત અંદોલનમાં કાયદાકીય કાર્યવાહીઓ અને ઓ.બી.સી. પંચ માં કાનૂની લડત અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા ચાલુ કરવામાં આવી હતી. ઓ.બી.સી. પંચમાં અનામત મેળવવા માટેની પ્રથમ અરજી અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિએ કરી હતી. આ સમિતિ સાથે પાટીદાર સમાજ ના પંચોતેર હજાર લોકો જોડાયેલ છે.[સંદર્ભ આપો] અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા ઓ.બી.સી. પંચમાં સિત્તેર હજાર લોકો ની સહી સાથે[સંદર્ભ આપો] અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિએ આવેદન પત્ર આપવામાં આવેલ છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ ની વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૯-૦૧-૧૯ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |