અગસ્ત્યમુનિ, રુદ્રપ્રયાગ

અગસ્ત્યમુનિ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલાઉત્તરાખંડ રાજ્ય રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત એક યાત્રા-સ્થળ છે.

તે ઋષિકેશ-કેદારનાથ ધોરી માર્ગ પર આવેલ છે. રુદ્રપ્રયાગથી અગસ્ત્યમુનિનું અંતર આશરે ૧૮ કિલોમીટર જેટલું છે. આ સ્થળ દરિયાઈ સપાટીથી ૧૦૦૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે. તે મંદાકિની નદીના કિનારા પર સ્થિત છે. આ એજ સ્થળ છે, જ્યાં અગસ્ત્ય ઋષિએ ઘણા વર્ષો તપશ્ચર્યા કરી હતી. મહર્ષિ અગસ્ત્યની તપોભૂમિ હોવાને કારણે અહીંનું નામ અગસ્ત્યમુનિ પડ્યું હતું. અહીં મહર્ષિ અગસ્ત્યમુનિનું પ્રાચીન મંદિર પણ આવેલ છે .

અહીં એક વિશાળ મેદાન છે, જ્યાં વર્તમાન સમયમાં એક સ્ટેડિયમ પણ બનાવવામાં આવેલ છે. બૈસાખીના ઉત્સવ વખતે અહીં ખૂબ મોટો મેળો ભરાય છે. અહીં દુર દુરથી શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના ઈષ્ટ દેવતાને પ્રાર્થના કરે છે. આ સ્ટેડિયમ ખાતે હેલીપેડ પણ છે, જ્યાં કેદારનાથ જવા માટે પવનહંસ નામનું હેલિકોપ્ટર ઉતરે છે. શહેરમાં બે બેન્ક અને એક સરકારી હોસ્પિટલ છે.

શિક્ષણ સંસ્થા

ફેરફાર કરો
  • સરકારી ઇન્ટર કોલેજ
  • સરકારી ડિગ્રી કોલેજ

મંદિર અને ધાર્મિક સ્થળ

ફેરફાર કરો
  • અગસ્ત્યમુનિ

વાહન-વ્યવહાર

ફેરફાર કરો

ઋષિકેશથી અહીં જવા-આવવા માટે બસ સેવા ઉપલબ્ધ છે. વધુમાં મુસાફરી માટે ટેક્સી અને જીપ પણ નક્કી કરી શકાય છે.

અહીં પર એક ફોરેસ્ટ રેસ્ટ-હાઉસ છે. આ ઉપરાંત ખાનગી હોટલો, લોજ, ધર્મશાળાઓ પણ સરળતાથી ઉપલબ્ધ છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો