અગિયાર મહાવ્રત
અગિયાર મહાવ્રત, કે જેને ગાંધીજીનાં અગિયાર મહાવ્રત પણ કહેવાય છે, એ મહાત્મા ગાંધી વડે તેમના આશ્રમમાં રહેવા માગતા લોકો જોડે લેવડાવવામાં આવેલાં અગિયાર મહાવ્રત અથવા પ્રતિજ્ઞા દર્શાવે છે.[૧][૨]
તેનું શબ્દશ: વર્ણન આ મુજબ છે:[૩]
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું;
બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું.
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા;
એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં.
મહાવ્રતો
ફેરફાર કરોસત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, શરીરશ્રમ, અસ્પૃશ્યતાનિવારણ, સર્વત્ર ભયવર્જન, સ્વદેશી, સ્વાદત્યાગ, સર્વ ધર્મ સમભાવ - એમ અગિયાર મહાવ્રતો ગાંધીજી વડે અપાયાં છે. આ મહાવ્રતો વિશેની માહિતી મણિભવન ગાંધી સંગ્રહાલયમાં વિગતે જોવા મળે છે.[૪]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Gandhi Jayanti: Read the Mahatma's 11 vows". DNA India (અંગ્રેજીમાં). 2013-10-02. મેળવેલ 2020-10-02.
- ↑ Weber, Thomas (2004-12-02). Gandhi as Disciple and Mentor (અંગ્રેજીમાં). Cambridge University Press. ISBN 978-1-139-45657-9.
- ↑ "શાશ્વત ગાંધી અને ગાંધીવિચાર". sandesh.com. મેળવેલ 2020-10-02.
- ↑ "Mahatma Gandhi: On his 150th birth anniversary, a look back at his ideals and the 11 vows he took". The Financial Express (અંગ્રેજીમાં). 2019-10-01. મેળવેલ 2020-10-02.