અપરિગ્રહ એ અનાવશ્યક સંચય ટાળવાની સંકલ્પના છે[૧], આ સંકલ્પના જૈન અને રાજયોગ કે અષ્ટાંગ યોગ આ બંને દર્શનોનો એક ભાગ છે.અ સંકલ્પનાનો અર્થ એવો છે કે - અનુગામીએ પોતાના માટે આવશ્યક સિવાયની વસ્તુઓનો સંચય ન કરવો સંગ્રહ ન કરવો. જોકે સાધુઓને તો કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવાની મનાઈ હોય છે.

જૈનત્વ
Jain Prateek Chihna.svg
આ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે
પ્રાર્થના અને સંકલ્પ (પ્રતિજ્ઞાઓ)
નવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્ · અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર ·
મૂળ પરિકલ્પના
કેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ  · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર ·
મુખ્ય વ્યક્તિ વિશેષ
૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય  · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર
જૈનત્વનો ક્ષેત્ર વ્યાપ
ભારત · પશ્ચિમ · અમેરિકા
પંથ
શ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક
ગ્રંથ
કલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ
અન્ય
તહેવાર
પર્યુષણ · દિવાળી

જૈનત્વ Portal

જૈન ધર્મના મૂળ પાંચ સિદ્ધાંતો માં નો આ એક છે. જેમાં અપરિગ્રહ ઉપરાંત અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને સત્ય. આ પાંચ અણુવ્રતો માં નો પણ એક છે.

રાજયોગ પરંપરામાં આત્મ સંયમ સંબંધી પાંચ યમો માંનો આ એક યમ છે. (અન્ય ચાર યમો છે અહિંસા,સત્ય, અસ્તેય, અને બ્રહ્મચર્ય.)


અપરિગ્રહ એ સંસ્કૃતમાં લાલચ રહિત કે હદવાની વૃત્તિના નિષેધનો સમાનાર્થી છે. અસ્ત્યથી વિપરીત અપરિગ્રહ એ જરૂરિયાત પૂરતી વસ્તુ રાખવાનો અને અન્ય સૌ વસ્તુનો ત્યાગ સૂચવે છે. આ સંકલ્પના બેંટ વસ્તુના અસ્વીકારના સમર્થક તરીકે પણ જોઈ શકાય છે.

સંદર્ભફેરફાર કરો

  1. નૅન્સી ગેર્સ્ટીન (૨૦૦૫). ગાઈડિંગ યોગાસ્ લાઈટ: યોગા લેસન્સ ફોર યોગા ટીચર્સ. પેન્ડ્રાગોન. p. ૧૪૦. ISBN 9780972280983. Check date values in: |year= (મદદ)