સત્ય એટલે સાચી હકીકત. ભારત દેશની ન્યાય આપવાનું કાર્ય કરતી બધી જ અદાલતો પર "સત્યમેવ જયતે"નું સુત્ર લખાયેલું જોવા મળે છે. આ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલ વાક્યનો અર્થ એવો થાય છે કે, સત્યનો હંમેશાં વિજય થાય છે. આ ઉક્તિથી પ્રાચીન કાળથી જ ભારતીય ઉપખંડમાં સત્યનો મોટો મહિમા છે તેવું જણાઇ આવે છે.

મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને આઝાદી મેળવી હતી. ગાંધીજીએ સત્યના પ્રયોગો નામનું આત્મકથાત્મક પુસ્તક પણ લખ્યું હતું. "સત્ય એજ પરમેશ્વર" એ ગાંધી બાપુના બોલ હતા.

હિંદુ ધર્મના મહત્વના પ્રાચીન ગ્રંથ ભગવદગીતામાં પણ સત્યનો મહિમા ગવાયો છે.