અજિત મર્ચન્ટ ભારતીય સંગીતકાર અને સંગીત નિર્દેશક હતા.

પ્રારંભિક જીવન ફેરફાર કરો

અજિત મર્ચન્ટનો જન્મ મુંબઈસ્થિત વકીલના ત્યાં થયો હતો. તેમનો પરિવાર બેટ દ્વારકાથી આવીને મુંબઈ વસ્યો હતો. તેમના પિતા તેમને અબ્દુલ કરીમ ખાન જેવા સંગીતકારોના જીવંત કાર્યક્રમોમાં લઈ જતા જેનાથી તેમનામાં નાનપણથી સંગીત પ્રત્યે રસ જાગ્રત થયો. તેઓ શિવકુમાર શુક્લ નીચે સંગીત શીખ્યા.[૧]

તેઓના લગ્ન નીલમબેન સાથે થયેલા હતા.[૧]

કારકિર્દી ફેરફાર કરો

અજિત સંગીત ક્ષેત્રે આવ્યા એ પહેલા રંગમંચના અભિનેતા હતા. તેમને પ્રાગજી ડોસાના અનહત નાદ નાટકના અભિનય માટે મુંબઈ રાજ્ય નાટક ઉત્સવમાં શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન મળેલું.

તેઓને ૧૯૪૫માં ચંદ્રવદન મહેતા દ્વારા એમના એક ડાયરો નામના રેડીઓ કાર્યક્રમમાં સંગીત આપવા આમંત્રણ મળ્યું. તેમણે 'એક વાર ઘોઘા જાજો રે ઘેરીયા' અને 'પાંદડી શી હોડી' જેવા ગીતો રજુ કર્યા. તેમના ગીતોથી ખુશ થઇ તેમને રેડીઓ પર ગીતો રજુ કરવાની પરવાનગી રેડીઓ નિર્દેશક દ્વારા મળી ગઈ. તેમને ઓલ ઇન્ડિયા રેડીઓ છોડ્યા પછી નવી રંગભૂમિ સાથે વર્ષો સુધી કામ કર્યું. તેમને ૨૫૦થી વધુ ગુજરાતી, હિન્દી અને મરાઠી નાટકો માટે સંગીત આપ્યું.[૧]

તેમની લોકપ્રિયતા ત્યારે વધી ગઈ જયારે તેમની દીવાદાંડી (૧૯૫૦) ફિલ્મ રજુ થઇ. તેમણે બનાવેલી એ ફિલ્મની વાર્તા ચંદ્રવદન મહેતા એ લખેલી જયારે સંવાદ બરકત વિરાણી 'બેફામે' લખેલો. ફિલ્મ નિષ્ફળ ગઈ પરંતુ એનું 'તારી આંખનો અફીણી' ગીત ખુબ સફળ રહ્યું. આ ગીતનું સંગીત તેમણે આપેલું જયારે શબ્દો દિલીપ ધોળકિયાએ ગાયેલા. આ ગીત આજે પણ ગુજરાતભરમાં લોકપ્રિય છે.[૧][૨]

હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયક મુકેશ તેમના પાડોશી હતા. તેમણે અજિતના કરિયાવર અને લગ્નમંડપ જેવા ગુજરાતી ચલચિત્રો માટે ગીતો ગાયા. તેમણે રચેલ રાત ખામોશ હે ગઝલને જગજીત સિંઘ દ્વારા એમને આલ્બમ મુન્તાઝીરમાં સ્વરબદ્ધ કરવામાં આવી છે.

તેમનું મૃત્યુ ૧૮ માર્ચ ૨૦૧૧નાં રોજ થયું.[૧]

ફિલ્મો ફેરફાર કરો

તેમણે સપેરા (૧૯૬૧), રેફ્યુજી (૧૯૪૮), ઇન્દ્ર લીલા (૧૯૫૬), ચેલેન્જ (૧૯૬૪), ચંડીપૂજા (૧૯૫૭), લેડી કીલર (૧૯૬૮), રામ ભક્ત વિભીષણ (૧૯૫૮) અને રાજકુમારી (૧૯૫૫) જેવી હિન્દી ફિલ્મો તેમજ દીવાદાંડી (૧૯૫૦), કરિયાવર (૧૯૪૮), લગ્નમંડપ અને બહુરૂપી જેવી ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપેલું.[૧][૩][૪][૫][૬]

સન્માન ફેરફાર કરો

૨૦૦૭માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તેમે જીવન ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.[૭]

References ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ DeshGujarat (2011-03-18). "Veteran Gujarati Music Composer Ajit Merchant passes away". DeshGujarat. મેળવેલ 2015-06-19.
  2. "Gujarat Samachar : World's Leading Gujarati Newspaper, Gujarati News,Gujarat News,News from Ahmedabad,Baroda,Bhuj,Bhavnagar,Rajkot,Surat". Gujarat Samachar. 13 February 2013. મૂળ માંથી 24 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 19 June 2015.
  3. Ashish Rajadhyaksha; Paul Willemen (10 July 2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. પૃષ્ઠ 1994. ISBN 978-1-135-94325-7.
  4. "કાલે દુરદર્શનમાં ભવાઇ કલા આધારીત શ્રેષ્‍ઠ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્‍મ 'બહુરૂપી'નું પ્રસારણ". Akilanews.com. 27 December 2014. મૂળ માંથી 20 જૂન 2015 પર સંગ્રહિત. મેળવેલ 19 June 2015.
  5. Rajendra Ojha (1988). Screen World Publication's 75 Glorious Years of Indian Cinema: Complete Filmography of All Films (silent & Hindi) Produced Between 1913-1988. Screen World Publication. પૃષ્ઠ 170, 217.
  6. Jerry Pinto (2006). Helen: The Life and Times of an H-bomb. Penguin Books India. પૃષ્ઠ 240. ISBN 978-0-14-303124-6.
  7. "મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના વર્ષ ૨૦૧૧નાં 'જીવન ગૌરવ' પુરસ્કાર જાહેર". Mumbai Samachar. મેળવેલ 19 June 2015.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ ફેરફાર કરો