અનસૂયા સારાભાઈ

(અનસુયા સારાભાઈ થી અહીં વાળેલું)

અનસૂયા સારાભાઈ (૧૧ નવેમ્બર ૧૮૮૫ - ૧૯૭૨) ભારતમાં મહિલા મજૂર ચળવળના પ્રણેતા હતા. તેમણે ૧૯૨૦ માં અમદાવાદના કાપડ મજૂર સંગઠન ( મજૂર મહાજન સંઘ) ની સ્થાપના કરી હતી. આ સંગઠન ભારતનું સૌથી જૂનું કાપડ કામદાર સંઘ છે.[]

અનસૂયા સારાભાઈ
જન્મની વિગત(1885-11-11)November 11, 1885
મૃત્યુNovember 1, 1972(1972-11-01) (ઉંમર 86)
શિક્ષણ સંસ્થાલંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ

પ્રારંભિક જીવન અને શિક્ષણ

ફેરફાર કરો

તેમનો જન્મ અમદાવાદમાં ૧૧ નવેમ્બર ૧૮૮૫ ના રોજ સારાભાઇ પરિવારમાં થયો હતો. જે ઉદ્યોગપતિ અને વ્યવસાયિક પરિવાર હતો. તેઓ નવ વર્ષના હતા ત્યારે તેમના માતાપિતા મૃત્યુ પામ્યા, તેથી તેમને, તેમના ભાઈ અંબાલાલ સારાભાઈ અને નાની બહેનને કાકાને ઘેર રહેવા મોકલી દેવામાં આવ્યા. તેમના ૧૩ વર્ષની ઉંમરે બાળ લગ્ન થયા, જે અસફળ રહ્યા. તેમના ભાઈની મદદથી તેઓ ૧૯૧૨ માં વૈદકીય અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા, પરંતુ તે અભ્યાસ માટે પશુઓની ચીરફાડ કરવી પડતી હતી તેથી તેમાં જૈન માન્યતાઓનું ઉલ્લંઘન થતું હોવાથી તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જોડાઈ ગયા.[] જ્યારે તેઓ ઇંગ્લેન્ડમાં હતા, ત્યારે તેઓ ફેબિયન સોસાયટીથી પ્રભાવિત હતા, અને તેમણે સફરગેટ ચળવળમાં ભાગ લીધો.[]

રાજકીય કારકિર્દી

ફેરફાર કરો

તેઓ ૧૯૧૩ માં ભારત પાછા ફર્યા [] અને મહિલાઓ અને ગરીબોની સુધારણા માટે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે એક શાળા પણ શરૂ કરી. ૩૬ કલાકની પાળી પછી ઘરે પાછી ફરતી મહિલા મિલ કામદારોની દયનીય હાલત જોઈ તેમણે મજૂર આંદોલનમાં જોડાવાનું નક્કી કર્યું. તેમણે અમદાવાદની ૧૯૧૪ ની કાપડના કામદારોની હડતાલના વ્યવસ્થાપનમાં મદદ કરી. તેઓ ૧૯૧૮ માં એક મહિનાની વણકરોની હડતાલમાં પણ સામેલ થયા હતા, જેમાં વણકરો વેતનમાં ૨0 ટકાના વધારા સામે ૫૦ ટકા વધારો માંગતા હતા. પરિવારના મિત્ર મહાત્મા ગાંધી તે સમયે તેઓના માર્ગદર્શક હતા.[] ગાંધીજીએ કામદારો વતી ભૂખ હડતાલ શરૂ કરી હતી અને છેવટે કામદારોના વેતનમાં ૩૫ ટકાનો વધારો થયો હતો. તે સમય દરમિયાન, તેઓ ગાંધીજી દ્વારા સંબોધિત થતી કાર્યકરોની દૈનિક સમૂહ સભાઓનું આયોજન કરતા.[] આને પગલે, ૧૯૨૦ માં, અમદાવાદ ટેક્સટાઇલ મજૂર સંઘ (મજદુર મહાજન સંઘ) ની સ્થાપના કરવામાં આવી.[]

વારસો અને મૃત્યુ

ફેરફાર કરો

તેમને બધા ‘મોટી બહેન’ કહીને બોલાવતા [] તેમણે સ્વ-રોજગાર મહિલા સંગઠન (એસ ઈ ડબલ્યુ એ - સેવા) ના સ્થાપક, ઈલા ભટ્ટને માર્ગદર્શન આપ્યું.[] ૧૯૭૨ માં તેમનું અવસાન થયું.

૧૧ નવેમ્બર ૨૦૧૭ ના રોજ, ગૂગલે ભારતમાંના વપરાશકર્તાઓ માટે તેમનો ૧૩૨ મો જન્મદિવસ ગુગલ ડૂડલ સાથે ઉજવ્યો હતો.[][]

તેઓ ભારતીય વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના કાકી હતા, જેમને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા માનવામાં આવે છે.[]

  1. ૧.૦ ૧.૧ "Role and Activities". Ahmedabad Textile Mills' Association. મૂળ માંથી 16 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 20 June 2014.
  2. "Sarabhai family". Oxford Dictionary of National Biography. Oxford University Press. મેળવેલ 20 June 2014.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Goswamy (4 August 2013). "A recent exhibition on Anasuya Sarabhai, popularly known as Motaben, paid a tribute to the courageous woman, who worked selflessly for the uplift of the less fortunate". The Tribune. મેળવેલ 20 June 2014.
  4. "What Made Anasuya Sarabhai, a Woman Born to Privilege, Become India's First Woman Trade Union Leader?". thebetterindia.com. મેળવેલ 11 November 2017.
  5. Jha, Pravin Kumar (2012). Indian Politics in Comparative Perspective. Pearson Education India. પૃષ્ઠ 39. ISBN 9788131798874. મેળવેલ 11 November 2017.
  6. Gargi Gupta (28 July 2013). "Sewa founder Ela Bhatt pays tribute to Anasuya Sarabhai". Daily News and Analysis. મેળવેલ 20 June 2014.
  7. "Google celebrates 132nd birth anniversary of Anasuya Sarabhai". The Hindu. 11 November 2017. મેળવેલ 11 November 2017.
  8. "Anasuya Sarabhai's 132nd Birthday". Google (અંગ્રેજીમાં). 11 November 2017. મેળવેલ 11 November 2017.
  9. Bonner, Arthur (1990). Averting the Apocalypse: Social Movements in India Today (અંગ્રેજીમાં). Duke University Press. પૃષ્ઠ 193. ISBN 0822310481. મેળવેલ 11 November 2017.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો