અનેકાંતવાદજૈનત્વના મૂળભૂત સિદ્ધાંતોમાં નો એક છે. આ સિદ્ધાંત વિવિધ દ્રષ્ટિકોણના સહાસ્તિત્વને માન્યતા આપે છે અને જણાવે છે કે સત્ય અને હકીકતને વિવિધ દ્રષ્ટિકોણને હિસાબે જુદાજુદા અર્થે લેવાય છે. માટે કોઈ એક જ ચોક્ક્સ દ્રષ્ટિકોણ સંપૂર્ણ સત્ય હોય તે આવશ્યક નથી.[][]

સંપૂર્ણ સત્યનો સાક્ષાતકાર કરનાર સંકલ્પના સામે જૈનો અધગજન્યાય:નું ઉદાહરણ સામે ધરે છે. જેને "અંધ માણસો અને હાથી"ની દ્રષ્ટાંત કથા દ્વારા સમજાવી શકાય છે. આ કથા અનુસાર, અમુક અંધ લોકોએ હાથીના વિવિધ ભાગોનો અનુભવ કરવાનો પ્રયાસ કર્યો જેમકે (પગ, સૂંઢ, કાન આદિ). દરેકે હાથીને જાણવાનો દાવો કર્યો અને હાથીનું ખરું સ્વરૂપ વર્ણવવાનો પ્રયત્ન કર્યો, પણ તે દરેકના મર્યાદિત દ્રષ્ટિકોણને કારણે તે દરેક આંશિક રૂપે જ સફળ થયાં.[] આ સિદ્ધાંતને ઔપચારિક રીતે એ પ્રમાણે વર્ણવી શકાય, પદાર્થ કે વસ્તુના અસ્તિત્વના અસંખ્ય પ્રકાર અને ગુણધર્મ હોય છે આથી તેના અસ્તિત્વને તેના દરેક દ્રષ્ટિકોણથી જાણવુંએ માનવની મર્યાદિત દ્રષ્ટિકોણ ક્ષમતા કે વૈચારિક ક્ષમતાથી પરે છે. જૈન દર્શન અનુસાર માત્ર કેવળજ્ઞાની આત્માઓ જ પદાર્થ, વસ્તુ આદિને તેના દરેક દ્રષ્ટિકોણથી જાણી સમજી શકે છે, અન્ય સૌ માનવ માત્ર અધૂરું જ્ઞાન જ ધરાવે છે [] આમ , કોઈ એક , ચોક્કસ, (માનવનો) દ્રષ્ટિકોણ વૈશ્વિક સત્ય કે અંતિમ સત્ય હોય તે જરુરી નથી.

અનેકાંતવાદની શિક્ષાના મૂળ ૨૪મા તીર્થંકર ભગવાનમહાવીર સ્વામી(ઈ.પૂ. ૫૯૯-૫૨૭)ની દેશના માં મળી આવે છે. તર્કશાસ્ત્ર ના પ્રમુખ સિદ્ધાંત એવા સ્યાયવાદ(અનુબંધિત દ્રષ્ટિકોણ) અને ન્યાયવાદ (આંશિક દ્રષ્ટિકોણ) પણ અનેકાંત વાદમાંથી ઉતરી આવ્યાં છે જે આ સંકલ્પનાને વધુ તાર્કીક અને સ્પષ્ઠ અભિવ્યક્તિ આપે છે. સંયુક્ત શબ્દ અનેકાંતવાદ અન્+એક+અંત+વાદ શબ્દોના યુગ્મથી બને છે જેનો અર્થ થાય છે એકત્વથી વિપરીત સંકલ્પના.[] અથવા એક અ ચોક્કસપણું.

અનેકાંતવાદ તેમના અનુયાયીઓને તેમના વિરોધકો અને પ્રતોસ્પર્ધકો કે દુશ્મનોના દ્રષ્ટિકોણને પણ ગણનામાં લેવાનું સૂચવે છે.

  1. Dundas, Paul (2002) p. 231
  2. Koller, John M. (July, 2000) pp. 400–07
  3. Hughes, Marilynn (2005) pp. 590–91
  4. Jaini, Padmanabh (1998) p. 91
  5. Monier Monier-Williams, English Sanskrit Dictionary, 2 volumes, (London: Kessinger Publishing, 1851). ISBN 978-0-7661-8357-5 ISBN 978-0-7661-8545-6. Still the standard reference for Sanskrit in English, many reprints, latest 2008, offered at Universität zu Köln (University of Cologne) and several mirror websites.