ગુજરાતી વિકિપીડિયામાં ઘણા લેખ અંગ્રેજી વિકિપીડિયામાંથી અનુવાદ કરેલા હોય છે.

અનુવાદ શા માટે

ફેરફાર કરો

અંગ્રેજી વિકિપીડિયા, બહોળા વાચક વર્ગ તથા ઓછી ટેકનિકલ ગૂંચને કારણે ઘણો આગળ વધેલો છે. અંગ્રેજી વિકિપીડિયા છેક ૨૦૦૧થી ચાલુ થયેલો છે જ્યારે ગુજરાતી વિકિપીડિયાની શરૂઆત ૨૦૦૪માં થઈ હતી. આથી મોટા ભાગના વિષયો માટે અંગ્રેજી વિકિપીડિયામાંથી ખૂબ સરસ માહિતી મળી રહે છે. કાળજીપૂર્વક અનુવાદ કરેલા લેખ વિકિપીડિયા માટે ઘણા ઉમદા પુરવાર થઈ શકે છે.

આ કારણથી ઘણી વખત કેટલાક લેખકો કોઈ અંગ્રેજી (ને ક્યારેક હિન્દી) લેખની તમામ માહિતી અહીં ઉતારે છે. શરૂઆતમાં તે આખો લેખ અંગ્રેજીમાં હોય છે, પછી તે લેખક તેનો તબક્કાવાર અનુવાદ કરતા હોય છે. આવા લેખના મથાળે વિકિપીડિયા:ટેમ્પ્લેટ {{translate}} અથવા {{ભાષાંતર}} જોવા મળે છે. જે નીચે પ્રમાણે છે:

આ સાથેજ તે લેખ અધૂરા અનુવાદ કરેલા લેખોની શ્રેણીમાં મૂકાઈ જાય છે. જેથી આવા લેખો પર નજર રાખી શકાય છે. આ લેખોનો અનુવાદ કરવા દરેક વાચકને આમંત્રણ છે.

સરળતાથી અનુવાદ કરવા માટે ભાષાંતર સાધન વાપરી શકાય છે.

ગેરફાયદા

ફેરફાર કરો

લેખ લખવાની આ પદ્ધતિના કેટલાક ગેરફાયદા પણ છે:

  • આ રીતે લેખનો અનુવાદ કરવાથી લેખકનો પોતાના જ્ઞાનનો લેખ લખવામાં ઉપયોગ નથી થતો.
  • અંગ્રેજી અને ગુજરાતી વાક્યોનું માળખું જુદું હોય છે, આથી ઘણીવાર શબ્દશઃ કરવામાં આવતા અનુવાદમાં ભાષા ઘણી ઉતરતી કક્ષાની ને ગરબડવાળી થઇ જાય છે. આથી અનુવાદ કરતી વખતે લેખકે કાળજી રાખવી જોઈએ.
  • ઘણી વાર લોકો આખે આખા અત્યંત મોટા લેખ ઉતારે છે ને પછી ક્યારેય તેમાંથી કશું જ અનુવાદ નથી થતું. આ વસ્તુનો વિકિપીડિયા સખત વિરોધી છે. જ્યારે કોઈ પણ લેખને આવી રીતે ઉતારવામાં આવે ત્યારે તેના ઓછામાં ઓછા એક ફકરાનો અનુવાદ તો કરવો જ જોઇએ. અને લેખકે બને ત્યાં સુધી તેણે પોતે ઉતારેલા એક લેખનો તે સંપૂર્ણપણે અનુવાદ ન કરે ત્યાં સુધી બીજો લેખ અંગ્રેજી વિકિપીડિયામાંથી ન ઉતારવો જોઇએ. લેખો લાંબા સમય સુધી અંગ્રેજી કે હિન્દીમાં ન રહેવા જોઈએ.
  • ઘણા લેખો સંપૂર્ણ મશીન ભાષાંતર હોય છે.