અણુવ્રત
અણુવ્રત એટલે નાના વ્રત. મહાવ્રતની અપેક્ષાએ નાના એવા વ્રતો અણુવ્રત કહે છે. મહાવ્રતો માં હિંસા આદિ એવા પાપ કર્મોનો સર્વથા સંપૂર્ણ ત્યાગ હોય છે. જ્યારે અનુવ્રતોમાં મર્યાદિત ત્યાગ હોય છે.
જૈનત્વ | |
---|---|
![]() આ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે | |
નવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્ · અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર · | |
કેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર · | |
૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર | |
ભારત · પશ્ચિમ · અમેરિકા | |
શ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક | |
કલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ | |
પર્યુષણ · દિવાળી | |
જૈનત્વ Portal |
જૈન તત્વ જ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવ્યાં છે:
- ૧. પ્રાણાતિપાત - સ્થૂળ (મોટી) હિંસાનો ત્યાગ અર્થાત્ અહિંસા.
- ૨. મૃષાવાદ - મોટાં (ગંભીર) જૂઠાણાનો ત્યાગ અર્થાત્ સત્ય.
- ૩. અદતાદાન - મોટી ચોરીનો ત્યાગ અર્થાત્ અસ્તેય.
- ૪. મેહૂણ (મૈથૂન) - પરસ્ત્રી (પરપુરુષ) સેવનનો ત્યાગ અર્થાત્ બ્રહ્મચર્ય.
- ૫. પરિગ્ગહ (પરિગ્રહ) - મોટા પરિગ્રહનો ત્યાગ અર્થાત્ અપરિગ્રહ કે સંપત્તિ સંચયનો ત્યાગ.