અમૃત રાય
હિન્દી અને ઉર્દૂ ભાષાના લેખક, કવિ અને આત્મકથાકાર
અમૃત રાય (૧૯૨૧ − સપ્ટેમ્બર ૧૯૯૬) હિન્દી અને ઉર્દૂ ભાષાના લેખક, કવિ અને આત્મકથાકાર હતા. તે આધુનિક ઉર્દૂ સાહિત્ય અને હિન્દી સાહિત્યના અગ્રણી મુન્શી પ્રેમચંદના પુત્ર હતા. રાયે ૧૯૫૨માં નવલકથા બીજ દ્વારા પોતાની સાહિત્યિક શરૂઆત કરી હતી. તેમના પિતા પ્રેમચંદનુ જીવનચરિત્ર પ્રેમચંદ : કલમ કા સિપાહીના લેખન બદલ તેમને વર્ષ ૧૯૬૩નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[૧]તેમનું જીવનચરિત્ર લખનાર મદનગોપાલની સાથે તેમણે પ્રેમચંદના પત્રો પર બે ભાગમાં વિભાજીત ચિઠ્ઠી પત્ર (૧૯૬૨) પુસ્તકનું સહ-સંપાદન પણ કરેલ છે. ૧૯૮૨માં તેમણે દિલ્હીના ત્રિમૂર્તિ હાઉસમાં નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરીને તેમના પિતાના ૨૩૬ પત્રોનો સંગ્રહ દાન આપ્યો હતો. [૨]
રાયનું ૭૫ વર્ષની ઉંમરે સપ્ટેમ્બર ૧૯૯૬માં અલ્હાબાદમાં (હાલ પ્રયાગરાજ) અવસાન થયું હતું.[૧]
સંદર્ભસૂચિ
ફેરફાર કરો- Rai, Amrit. Premchand: A Life. Harish Trivedi, translator. New Delhi: People's Publishing House, 1982.
- Rai, Amrit. A House Divided: The Origin and Development of Hindi/Hindavi. Delhi: Oxford University Press, 1984.
References
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Amrit Rai, prolific Hindi writer & son of Munshi Premchand, passes away in Allahabad". India Today. 16 October 2012. મેળવેલ 2013-10-30.
- ↑ "New light on Premchand". The Hindu. 10 August 2012. મેળવેલ 2013-10-30.