અવકાશ વિનિયોગ કેન્દ્ર
અવકાશ વિનિયોગ કેન્દ્ર (SAC)(હિન્દી:अंतरिक्ष अनुप्रयोग केंद्र) એ ભારતના અમદાવાદ શહેરમાં આવેલ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના હેઠળ આવેલ અનુસંધાન સંસ્થા છે. આ ટેલીકમ્યુનિકેશન, રીમોટ સેન્સિંગ, હવામાનશાસ્ત્ર અને કૃત્રિમ ઉપગ્રહોના ક્ષેત્રમાં અનુસંધાન, વિકાસ અને અંતરિક્ષ તકનિકી વિજ્ઞાન માટેની ઇસરો સાથે જોડાયેલ અનેક મહત્વના કેન્દ્રોમાનું એક કેન્દ્ર છે. જેમાં જમીન પરની સિસ્ટમ, કુત્રિમ ઉપગ્રહ માટેની સિસ્ટમ અને ઉપયોગકર્તા માટેના હાર્ડવેર અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે.
અવકાશ વિનિયોગ કેન્દ્ર | |
---|---|
ચિત્ર:Space Applications Centre logo.PNG અવકાશ વિનિયોગ કેન્દ્રનો લોગો | |
સ્થાપના | ૧૯૭૨ |
મુખ્ય મથક | અમદાવાદ, ભારત |
સંચાલન | શ્રીમાન એ. એસ. કિરણકુમાર (નિયામક) |
અવકાશ વિનિયોગ કેન્દ્રની અનેક સિદ્ધિઓમાં ઇનસેટ સેટેલાઇટ માટે સંદેશાવ્યવહાર અને હવામાનશાસ્ત્રના પેલોડ, આઇએરએસ સેટેલાઇટ માટે દ્રશ્યપ્રકાશ અને માઈક્રોવેવ પેલોડનો સમાવેશ થાય છે. આ માટે એશિયા અને પેસિફિક અવકાશવિજ્ઞાન અને તકનિકીશિક્ષણ કેન્દ્રના વિદ્યાર્થીઓ તાલીમ માટે જરૂરી સુવિધાઓ ધરાવે છે. અવકાશ વિનિયોગ કેન્દ્રના ત્રણ કેમ્પસ છે, તેમાંના બે અમદાવાદમાં અને એક દિલ્હી ખાતે આવેલ છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અધિકૃત વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૯-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન
- ઇસરો અવકાશ વિનિયોગ કેન્દ્ર સંગ્રહિત ૨૦૦૯-૦૬-૧૪ ના રોજ વેબેક મશિન
- CSSTEAPની વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૪-૦૧-૦૪ ના રોજ વેબેક મશિન