અશ્વત્થ

કવિ ઉશનસ્ નું પુસ્તક

અશ્વત્થનટવરલાલ કુબેરદાસ પંડ્યા (ઉશનસ્) લિખિત એક ગુજરાતી કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમીનો ૧૯૭૬નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ કૃતિને ઉશનસ્‌ની શ્રેષ્ઠ કૃતિ માનવામાં આવે છે.[૧]

અશ્વત્થ
લેખકઉશનસ્
દેશભારત
ભાષાગુજરાતી
વિષયસોનેટ, ગીત, અછાંદસ, હાઈકુ, ગઝલો અને મુક્તકો
પ્રકારકાવ્ય સંગ્રહ
પ્રકાશન સ્થળઅમદાવાદ
પ્રકાશિત૧૯૭૫
પ્રકાશકવોરા એન્ડ કંપની
માધ્યમ પ્રકારછાપેલું પુસ્તક
પાનાં૧૩૫
પુરસ્કારોસાહિત્ય અકામી પુરસ્કાર (૧૯૭૬)
દશાંશ વર્ગીકરણ
891.471
પહેલાનું પુસ્તકસ્પંદ અને છંદ 

ઇતિહાસ ફેરફાર કરો

આ સંગ્રહમાંની કવિતાઓ તેમણે ૧૯૬૬થી ૧૯૭૩ સુધીના સમયમાં લખી હતી. આ કવિતાઓ કુમાર અને સમર્પણ જેવા ગુજરાતી સાહિત્ય સામાયિકોમાં છપાઈ હતી. આ પુસ્તક સૌપ્રથમ ૧૯૭૫માં વોરા એન્ડ કંપની દ્વારા અમદાવાદમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.[૨]

સાહિત્ય ફેરફાર કરો

આ પુસ્તકમાં ૧૨૮ કવિતાઓ સમાવવામાં આવી છે. જેમાં સોનેટ, ગીત, અછાંદસ, હાઈકુ, ગઝલો અને મુક્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાવ્ય સંગ્રહમાં પ્રકૃતિ અને પ્રણય પર મોટાભાગની કવિતાઓ લખાયેલી છે.[૩]

આ સંગ્રહની શરૂઆતમાં ‘કવિનું જાહેરનામું’ નામે એક કાવ્ય મુકવામાં આવેલું છે જેમાં તેમણે લખ્યું છે: ‘મારે આ પંચમહાભૂતોના વિસ્મય વચ્ચે વિસ્મયના જ એક સજીવ માધ્યમ તરીકે રહેવું છે.’ કાવ્ય સંગ્રહનું શીર્ષક તે જ નામની એક કવિતા પરથી મળ્યું છે, જેનો અર્થ પીપળો થાય છે. આ કવિતા સંસ્કૃતિના જડતા ભરેલા રીતિરિવાજો આદિ પર ક્રાંતિ કરી વિજયી બનતા તત્વને દર્શાવે છે જેને તેઓ આ શબ્દો દ્વારા વ્યક્ત કરે છે: ‘અમે જ ભીંત ફાડીને ઊગી નીકળતો પીપળો – લીલો બળવો!’[૪]

સન્માન ફેરફાર કરો

આ પુસ્તકને વર્ષ ૧૯૭૬નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[૫]

સંદર્ભ ફેરફાર કરો

  1. Solanki, Kishor (1990). "Ashwattha (1975)". માં Topiwala, Chandrakant (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. 2. Ahmedabad: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 14.
  2. Pandya, Natwarlal 'Ushnas' (1975). Ashwattha. Ahmedabad: Vora & Company. પૃષ્ઠ 5.
  3. Soni, Raman (1989). "Ashwattha (1975)". માં Thakar, Dhirubhai (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. 1. Ahmedabad: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 530.
  4. "અશ્વત્થ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-12.
  5. Trivedi, Dr. Ramesh M. (2015). Arvachin Gujarati Sahityano Itihas (History of Modern Gujarati Literature). Ahmedabad: Adarsh Prakashan. પૃષ્ઠ 265. ISBN 978-93-82593-88-1.

બાહ્ય કડીઓ ફેરફાર કરો