આંબલિયારા રજવાડું ચૌહાણ રાજપૂત રાજવંશ[]નું રજવાડું હતું, જે બ્રિટિશ રાજ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની મહી કાંઠા એજન્સી હેઠળ આવતું હતું. હાલમાં તે વિસ્તાર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા ગામમાં છે.[]

આંબલિયારા રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૬૧૯–૧૯૪૩
Flag of આંબલિયારા
Flag
વિસ્તાર 
• ૧૮૯૧
207 km2 (80 sq mi)
વસ્તી 
• ૧૮૯૧
12437
ઇતિહાસ 
• સ્થાપના
૧૬૧૯
• બરોડા રજવાડા સાથે સંધિ અને જોડાણ
૧૯૪૩
પછી
બરોડા રજવાડું

આંબલિયારા રજવાડાની સ્થાપના ઇ.સ. ૧૬૧૯ની આસપાસ ઠાકોર સાહેબ કૃષ્ણદાસજી દ્વારા કરવામાં આવી હતી, જેઓ જાલોરની રાણી પોપદેવીના વંશજ હતા. રાજ્યના શાસકો સોનગરા ચૌહાણ રાજપૂત કુળના હતા.[]

૧૦ જુલાઇ ૧૯૪૩ના રોજ આંબલિયારા રાજ્ય બરોડા રજવાડા સાથે જોડાણની સંધિ વડે ભળી ગયું હતું.[] ૧ મે ૧૯૪૯ના રોજ બરોડા રાજ્યે ભારતીય સંઘમાં ભળી જવા સંધિ કરી હતી. આંબલિયારા રજવાડાને ૨૬,૦૦૦ રૂપિયાનું સાલિયાણું ચૂકવવામાં આવતું હતું.

રજવાડા દ્વારા એક પૈસાની ચલણી નોટ જારી કરવામાં આવી હતી. તે તારીખ વગરની છે અને અત્યંત દુર્લભ છે.[]

 
આંબલિયારા રજવાડાની ચલણી નોટ, આગળનો ભાગ
 
આંબલિયારા રજવાડાની ચલણી નોટ, પાછળનો ભાગ

આંબલિયારા રજવાડાના શાસકો 'ઠાકોર સાહેબ શ્રી માન' તરીકે ઓળખાતા હતા.[]

  • ૧૬૧૯ – ૧૬૬૩ કૃષ્ણદાસજી
  • ૧૬૬૩ – ૧૬૮૯ સબલસિંહજી
  • ૧૬૮૯ – ૧૭૨૪ રૂપસિંહજી
  • ૧૭૨૪ – ૧૭૭૩ મોંઘાજી
  • ૧૭૭૩ – ૧૭૯૬ ભાલસિંહજી
  • ૧૭૯૬ – ૧૮૧૪ ભાથીજી (મૃત્યુ ૧૮૧૪)
  • ૧૮૧૪ – ૧૮૩૮ નથુસિંહજી (જન્મ ૧૭૯૯ – મૃત્યુ ૧૮૩૮)
  • ૧૮૩૮ – ૧૮૭૬ અમરસિંહજી (જન્મ ૧૮૩૮ – મૃત્યુ ૧૮૭૬)
  • ૧૮૩૮ – ૧૮૫૮ .... - કારભારીઓ
  • ૨૩ એપ્રિલ ૧૮૭૬ – ૭ માર્ચ ૧૯૦૮ ઝાલમસિંહજી અમરસિંહજી (જન્મ ૧૮૬૦ – મૃત્યુ ૧૯૦૮)
  • ૭ માર્ચ ૧૯૦૮ – ૧૯૪૭ કેસરીસિંહજી ઝાલમસિંહજી (જન્મ ૧૮૮૭ – મૃત્યુ ૧૯૬૩)

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

ઠાકોર સાહેબ કેસરીસિંહજી ઝાલમસિંહજી ચૌહાણ દ્વારા માઝમ નદીના કિનારે બંધાવેલું નિલકંઠ મહાદેવનું મંદિર અહીં આવેલું છે, જેમાં દરબાર ખંડથી મંદિર સુધી જતો ગુપ્ત રસ્તો આવેલો છે. અહીં એક જૂની કબર અને જૂના શહેરના ખંડેરો પણ જોવા મળે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Gazetteer of the Bombay Presidency: Cutch, Pálanpur, and Mahi Kántha" (અંગ્રેજીમાં). government central press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૧૯.
  2. Sir Ropper Lethbridge (૧૯૮૩). "The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the..." (અંગ્રેજીમાં). પૃષ્ઠ ૨૭.
  3. Sir Roper Lethbridge (૧૮૯૩). The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled or Decorated of the Indian Empire (અંગ્રેજીમાં). Aakar books. પૃષ્ઠ ૫૮૪.
  4. McLeod, John; Sovereignty, power, control: politics in the States of Western India, 1916-1947; Leiden u.a. 1999; ISBN 90-04-11343-6; p. 160
  5. Cuhaj, George S. (editor) (2006). Standard Catalog of World Paper Money: Specialized Issues (10th આવૃત્તિ). Krause Publications. ISBN 0-89689-161-5.CS1 maint: extra text: authors list (link)
  6. Princely States of India
  7. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૩૨.