અરવલ્લી જિલ્લો

ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો

અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે, જેની રચના ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરીને કરાઇ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે.

અરવલ્લી જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
Coordinates: 24°01′42″N 73°02′29″E / 24.0283°N 73.0414°E / 24.0283; 73.0414
મુખ્યમથકમોડાસા
સ્થાપના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
નામ વ્યુત્પત્તિઅરવલ્લી
વિસ્તાર
 • કુલ૩,૩૦૮ km (૧,૨૭૭ sq mi)
વસ્તી (૨૦૧૧)
 • કુલ૯,૦૮,૭૯૭
વેબસાઇટarvalli.gujarat.gov.in

નામફેરફાર કરો

આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે.[૧] અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.[૨]

ઇતિહાસફેરફાર કરો

૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ગુજરાત સરકાર દ્વારા નવા રચવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.[૩] અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો હતો.[૪]

જિલ્લાની રચનાની ઘોષણા ૨૦૧૨ની ગુજરાત ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.[૫]

ભૂગોળ અને વસ્તીફેરફાર કરો

અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે.[૬] આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે.[૨] આ જિલ્લો ૬૭૬ ગામો અને ૩૦૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી ૧૨.૭ લાખની છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે.[૬]

તાલુકાઓફેરફાર કરો

નદીઓફેરફાર કરો

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "Narendra Modi packs in a new dist, Nitin Gadkari hopes for 'Gujarat-like govt' in Delhi". The Indian Express. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨. ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ "Namesake of oldest mountain, Aravalli scores nil in industry". The Indian Express. ૨ સપ્ટેમ્બર ૨૦૧૩. ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. "Seven new districts to be formed in Gujarat". Daily Bhaskar. ૨૪ જાન્યુઆરી ૨૦૧૩. ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  4. "Aravalli now a district in Gujarat". DNA. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨. ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  5. "Aravali to be Gujarat's 29th district". Times of India. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨. ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. ૬.૦ ૬.૧ Dave, Kapil (૨૫ ઓગસ્ટ ૨૦૧૩). "Dignity of PM office has reached its nadir: Modi". The Times of India. ૨૬ ઓગસ્ટ ૨૦૧૩ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓફેરફાર કરો