આચાર્ય દેવવ્રત

ગુજરાત રાજ્યના રાજ્યપાલ

આચાર્ય દેવવ્રત (૧૮ જાન્યુઆરી ૧૯૫૯) જુલાઈ ૨૦૧૯થી ગુજરાત રાજ્યના રજ્યપાલ તરીકે સેવા આપતા ભારતીય રાજકારણી છે. તે આર્ય સમાજના પ્રચારક હતા અને અગાઉ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે.[][][][]

આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ
પદ પર
Assumed office
૨૨ જુલાઇ ૨૦૧૯
રાષ્ટ્રપતિરામ નાથ કોવિંદ
મુખ્યમંત્રી
પુરોગામીઓમપ્રકાશ કોહલી
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ
પદ પર
૧૨ ઓગસ્ટ ૨૦૧૫ – ૨૧ જુલાઇ ૨૦૧૯
મુખ્યમંત્રી
  • વિરભદ્ર સિંહ
  • જય રામ ઠાકુર
પુરોગામીકલ્યાણ સિંહ
અનુગામીકલરાજ મિશ્રા
અંગત વિગતો
જન્મ (1959-01-18) 18 January 1959 (ઉંમર 65)[]
સમલ્ખા, પંજાબ, ભારત
(હાલમાં હરિયાણા)[]

તેઓ ૧૯૮૧થી ગુરુકુળના અધ્યક્ષ રહ્યા છે. આ સંસ્થા આર્ય પ્રતિનિધિ સભા, રોહતક દ્વારા ચલાવવામાં આવે છે. સરકારની કોઈ આર્થિક સહાય વિના તેમણે ૧૯૮૦ના દાયકાથી ગુરુકુળ કુરુક્ષેત્રના માર્ગદર્શક, વાલી, પ્રિન્સિપાલ અને વોર્ડન તરીકે સેવા આપી છે. તે તેમના દૈનિક જીવનમાં તેમની પ્રામાણિકતા, શિસ્ત અને નિયમિતતા માટે જાણીતા હતા.

આચાર્ય ડો. દેવવ્રતે ૧૯૮૪માં પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં તેમની અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી તી. તેઓ પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે કામ કરી રહ્યા છે. તેઓ સ્ત્રીભ્રૂણહત્યા અને 'બેટી પઢાવો-બેટી બચાવો' અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પ્રવાસ કર્યો છે. હિમાચલ પ્રદેશના ઇતિહાસમાં તેના પ્રકારની પ્રથમ વહીવટી કામગીરી તરીકે, આચાર્ય દેવવ્રત દ્વારા ડ્રગના દુરૂપયોગ અને અસહિષ્ણુતા સહિતના સીધા સામાજિક મુદ્દાઓ લેવા માટે પગલાં લેવામાં આવ્યા છે.

જુલાઈ ૨૦૧૯માં તેમને ઓમપ્રકાશ કોહલીની જગ્યાએ ગુજરાતના ૨૦મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Ramdev follower Acharya Dev Vrat is HP Governor". The Tribune. 9 August 2015. મૂળ માંથી 9 ઑગસ્ટ 2015 પર સંગ્રહિત. મેળવેલ 9 August 2015. Check date values in: |archive-date= (મદદ)
  2. "R N Kovind appointed governor of Bihar, Acharya Dev Vrat named Himachal governor". ટાઇમ્સ ઑફ ઇન્ડિયા. 8 August 2015. મેળવેલ 8 August 2015.
  3. "Himachal Pradesh Guv-designate Acharya Dev Vrat hails BJP for choosing 'non-political' person". DNA. 8 August 2015. મેળવેલ 8 August 2015.
  4. "Ram Nath Kovind, Acharya Dev Vrat appointed Bihar, Himachal Governors". Business Standard. 8 August 2015. મેળવેલ 8 August 2015.
  5. "Kalraj Mishra Appointed Himachal Pradesh Governor, Acharya Devvrat Shifted to Gujarat". News18. 16 July 2019. મેળવેલ 11 January 2020.