ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ભારતીય રાજકારણી અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી છે. તે ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા.
ભૂપેન્દ્ર પટેલ | |
---|---|
ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી | |
પદ પર | |
Assumed office ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ | |
ગવર્નર | આચાર્ય દેવ વ્રત |
પુરોગામી | વિજય રૂપાણી |
બેઠક | ઘાટલોડિયા |
ગુજરાત વિધાનસભા | |
પદ પર | |
Assumed office ૨૦૧૭ | |
પુરોગામી | આનંદીબેન પટેલ |
બેઠક | ઘાટલોડિયા |
અંગત વિગતો | |
જન્મ | 15 July 1962 |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પક્ષ |
અન્ય રાજકીય જોડાણો | રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) |
જીવનસાથી | હેતલ પટેલ |
નિવાસસ્થાન | શીલજ, અમદાવાદ, ભારત |
વ્યવસાય | રાજકારણી |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો.[૧] તેમણે એપ્રિલ ૧૯૮૨માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવેલ છે.[૨][૩] તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.
તેઓ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે.[૪] તેઓ વ્યવસાયે બિલ્ડર છે.[૧] ગુજરાત વિધાનસભાની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેઓ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રુચિ ધરાવે છે.[૧][૫] તેઓ દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે.[૬]
રાજકીય કારકિર્દી
ફેરફાર કરોમ્યુનિસિપલ કાઉન્સિલર
ફેરફાર કરોતેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૯-૨૦માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા.[૧][૪] તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા.[૧][૪] તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા.[૭][૧] તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા.[૨]
ગુજરાત વિધાનસભાના સભ્ય
ફેરફાર કરોભૂપેન્દ્રભાઈએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે વિજય મેળવ્યા બાદ ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા.[૮][૯] તેઓ ૧,૧૭,૦૦૦ મતોની વિક્રમજનક સરસાઈથી જીત્યા હતા.[૧૦]
ગુજરાતના મુખ્યમંત્રી
ફેરફાર કરોપ્રથમ કાર્યભાર (૨૦૨૧ - ૨૦૨૨)
ફેરફાર કરો૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.[૧૧] કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની પાર્ટી વિધાનસભા બેઠકમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.[૪][૧૨]
૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ તેમણી નવી ગુજરાત આઇ.ટી. નિતી જાહેર કરી હતી.[૧૩] સમાન નાગરિક કાયદાના અમલ માટે સમિતિ રચવામાં ગુજરાત સરકારે પ્રથમ પગલાં લીધા હતા.[૧૪]
બીજો કાર્યભાર (૨૦૨૨ - હાલમાં)
ફેરફાર કરો૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૮૨માંથી ૧૫૬ બેઠકો પર વિજય મેળવ્યા અને સતત ૭મી વખત સરકારની રચના કરી. ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા.[૧૫]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "એ કારણો જેના લીધે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવાયા". BBC News ગુજરાતી. મેળવેલ 2021-09-12.
- ↑ ૨.૦ ૨.૧ "Who Is Bhupendra Patel? 5 Points On New Gujarat Chief Minister". NDTV.com. મેળવેલ 2021-09-12.
- ↑ "MyNeta.info". MyNeta.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "BJP MLA Bhupendra Patel named new Gujarat chief minister". The Times of India (અંગ્રેજીમાં). 2021-09-12. મેળવેલ 2021-09-12.
- ↑ "Gujarat Legislative Assembly". National eVidhan Application. મેળવેલ 2021-09-12.
- ↑ Arnimesh, Shanker (2021-09-13). "New Gujarat CM Bhupendra Patel is engineer, builder, Dada Bhagwan devotee who 'has no enemies'". ThePrint (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-13.
- ↑ "Bhupendra Patel is new chief minister of Gujarat; to take oath on Monday". The Economic Times. 12 September 2021. મેળવેલ 12 September 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Gujarat Elections: BJP's Bhupendra Patel to contest from Ghatlodiya". The New Indian Express.
- ↑ "Gujarat Assembly Elections 2017: BJP's Patel Rajnikant wins from Ghatlodia constituency". Times Now.
- ↑ Edwin, Tina. "Himachal and Gujarat: How the BJP and Congress fared". The Hindu: Business Line.
- ↑ "After Vijay Rupani Stunner, BJP In a Huddle; New Guj CM to Take Oath Monday?". News18 (અંગ્રેજીમાં). 2021-09-11. મેળવેલ 2021-09-12.
- ↑ "Bhupendrabhai Rajnikantbhai Patel Oath Ceremony: Bhupendrabhai Rajnikantbhai Patel takes oath as 17th chief minister of Gujarat | Ahmedabad News - Times of India". The Times of India. 2021-09-14. મેળવેલ 2021-09-17.
- ↑ "CM Patel launches new IT policy as Gujarat prepares for technological revolution". The New Indian Express. મેળવેલ 2022-02-13.
- ↑ "Gujarat govt's big move for Uniform Civil Code ahead of assembly polls". Hindustan Times (અંગ્રેજીમાં). 2022-10-30. મેળવેલ 2022-12-12.
- ↑ "Gujarat CM Swearing-In Live Updates: Bhupendra Patel to take oath as CM for second consecutive term today". The Indian Express (અંગ્રેજીમાં). 2022-12-12. મેળવેલ 2022-12-12.