આના સાગર તળાવ અથવા આણા સાગર તળાવ ભારત દેશમાં રાજસ્થાન રાજ્યના અજમેર વિભાગમાં આવેલું એક કૃત્રિમ તળાવ છે.

આના સાગર તળાવ
આના સાગર તળાવ, અજમેર
આના સાગર તળાવ is located in રાજસ્થાન
આના સાગર તળાવ
આના સાગર તળાવ
સ્થાનઅજમેર, રાજસ્થાન
અક્ષાંશ-રેખાંશ26°28′30″N 74°37′30″E / 26.475°N 74.625°E / 26.475; 74.625
બેસિન દેશોભારત
મહત્તમ લંબાઈ13 km (8.1 mi)
પાણીનો જથ્થો4,750,000 m3 (6,210,000 cu yd)
આના સાગર તળાવ

આ તળાવનું નિર્માણ પૃથ્વીરાજ ચૌહાણના દાદા અરુણોરાજ અથવા આનાજી ચૌહાણ દ્વારા ૧૨મી સદીના મધ્ય ભાગમાં (ઇ.સ. ૧૧૩૫-૧૧૫૦) કરાવવામાં આવ્યું હતું. આનાજી દ્વારા નિર્મિત થયું હોવાને કારણે આ તળાવનું નામકરણ આના સાગર અથવા આણા સાગર પ્રચલિત થયાનું માનવામાં આવે છે.

બાંધકામ

ફેરફાર કરો

તળાવનું નિર્માણકામ સ્થાનિક વસ્તી પાસે કરાવવામાં આવ્યું હતું. ૧૬૩૭ના સમયમાં શાહજહાંએ તળાવના કિનારે લગભગ ૧૨૪૦ ફુટ લંબાઈના કઠેડાનું તેમ જ પાળ પર આરસપહાણની પાંચ બારાદરીઓનું બાંધકામ કરાવ્યું હતું. તળાવની બાજુમાં આવેલા દૌલત બાગનું નિર્માણ જહાંગીરે કરાવ્યું હતું, જે સુભાષ ઉદ્યાન તરીકે પણ ઓળખાય છે. આના સાગરનો વિસ્તાર લગભગ ૧૩ કિલોમીટર જેટલા પરિઘમાં ફેલાયેલ છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "આના સાગર તળાવ". મૂળ માંથી 2013-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-30.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો