આપખુદશાહી
રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં કોટિક્રમની ટોચ પર રહેલ એક વ્યક્તિના હાથમાં રાજ્યની સત્તા કેન્
(આપખુદ થી અહીં વાળેલું)
આપખુદશાહી અથવા એકતંત્ર (એકતંત્રી શાસન) (અંગ્રેજી: autocracy; ઑટોક્રેસી) રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં કોટિક્રમની ટોચ પર રહેલ એક વ્યક્તિના હાથમાં રાજ્યની સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. આ સત્તા વારસાગત રીતે, લશ્કરી તાકાતથી કે વહીવટી તંત્રના મેળાપીપણાથી પ્રાપ્ત કરેલી હોય છે. આવી આપખુદ વ્યક્તિ પોતાના નિર્ણયો-કાર્યો અંગે પોતાના હાથ નીચેના માણસો કે પ્રજાને આધીન હોતી નથી. આવી આપખુદશાહી નિરંકુશ રાજાશાહી કે સરમુખત્યારશાહી સ્વરૂપની હોય છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૪. ISBN 978-93-85344-46-6.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |