આર બી રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કુલ

આર. બી. (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કુલભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માં આવેલી એક કન્યા શાળા છે. આ શાળા દેશની સૌથી જૂની કન્યા શાળા (ગર્લ્સ સ્કૂલ)માંની એક છે.[]

શાળાની શરૂઆત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા ૧૮૯૨ માં કરવામાં આવી હતી.[] તેનું નામ મુખ્ય દાતા, ગુજરાતના કાપડ મિલના અગ્રણી, રાવ બહાદુર શેઠ રણછોડલાલ છોટાલાલના નામ પરથી આર બી (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઇ સ્કૂલ તરીકે રાખવામાં આવ્યું હતું.[] [] તે માત્ર શહેરની જ નહીં પણ ગુજરાતની પ્રથમ ગર્લ્સ સ્કૂલ બની હતી.[] [] ૨૦મી સદીના પ્રથમ ભાગમાં વિખ્યાત મહિલા કાર્યકર વિદ્યાગૌરી નીલકંઠ દ્વારા શાળાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.[]

વર્તમાન સ્થિતિ

ફેરફાર કરો

જૂના અમદાવાદના ખાડિયા ખાતે આવેલી આ શાળા આજે પણ યુવતીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે.[] [] આ શાળાના શિક્ષકને ૧૯૮૮ માં ભારત સરકારનો પ્રતિષ્ઠિત - સીસીઆરટી શિક્ષકોનો એવોર્ડ મળ્યો હતો.[]

  1. ૧.૦ ૧.૧ General, India Office of the Registrar (1967). Census of India, 1961: Gujarat (અંગ્રેજીમાં). Manager of Publications. પૃષ્ઠ 187. મેળવેલ 4 June 2017.
  2. University of Bombay (1922). The Bombay University Calendar. University of Bombay. પૃષ્ઠ 348. મેળવેલ 4 June 2017.
  3. ૩.૦ ૩.૧ Mehta, Kapilray M. (1959). Ahmedabad, 1958 (અંગ્રેજીમાં). Gujarat Publishers. પૃષ્ઠ 228. મેળવેલ 4 June 2017.
  4. ૪.૦ ૪.૧ Ahmedabad Art weekly
  5. "Citizens come to rescue of 125-year-old Kanya Shala - Times of India". The Times of India. 7 June 2017. મેળવેલ 16 June 2017.
  6. Roshni - Vidyagauri Neelkanth[હંમેશ માટે મૃત કડી] pp:17
  7. "Centre for Cultural Resources and Training (CCRT)". ccrtindia.gov.in. મેળવેલ 4 June 2017.