આલમપુર પુરાતત્વ સંગ્રહાલય
આલમપુર પુરાતત્વ સંગ્રહાલય (Alampur ASI Museuem ) એ ભારત દેશમાં તેલંગાણા રાજ્યમાં મહેબુબનગર જિલ્લાના, આલમપુર શહેર ખાતે આવેલ એક પુરાતન ચીજોનું મ્યુઝિયમ છે[૧]. આ ઐતિહાસિક સ્થળને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થાન દ્વારા જાળવવામાં આવતું આ સંગ્રહાલય નવબ્રહ્મા મંદિર નામની જગ્યાએ સ્થિત થયેલ છે.
સ્થાન | આલમપુર, તેલંગાણા, ભારત |
---|
આ સ્થળે વિપુલ સંખ્યામાં વિવિધ પ્રકારના શિલ્પો એકત્રિત કરી મૂકવામાં આવેલ છે. અહીં મોટા ભાગના શિલ્પો સાતમી સદીનાં ચાલુક્ય શાસનકાળનાં તથા કેટલાંક ૧૨ મી સદીનાં કાકતિય શાસનકાળનાં છે. જે અષ્ટદિગ્પાલસની સાથે શિવજીનાં તેમ જ કાકતિય કાળની નટરાજની એમની તરફ જોતા નંદી સાથેની પ્રતિમા છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "ASI Museum, Alampur". મૂળ માંથી 2014-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-19.