આવર્ત નિયમ
આવર્ત નિયમ (અંગ્રેજી:Periodic law) વિજ્ઞાનના એક વિભાગ રસાયણ શાસ્ત્રમાં ઉપયોગી એક મહત્વપૂર્ણ નિયમ છે. ઈ. સ. ૧૮૬૯ના વર્ષમાં રશિયાના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી મૈંડલીફ આ નિયમના શોધક હતા. આ નિયમ અનુસાર તત્વોના ભૌતિક તેમ જ રાસાયણિક ગુણ એના પરમાણુ ભારના આવર્તી ફલન હોય છે. એટલે કે તત્વોને જો પરમાણુભાર પ્રમાણેના ક્રમમાં ગોઠવવામાં આવે તો એના ગુણધર્મોની પુનરાવૃત્તિ એક નિયત ક્રમમાં થતી રહેતી હોય છે અને સમાન રાસાયણિક ગુણધર્મવાળાં તત્વો એક નિશ્ચિત ક્રમમાં જોવા મળે છે.
અધિક પરિશુદ્ધતાપૂર્વક વિચાર કરતાં આ ખબર પડી કે પરમાણુભારના ક્રમમાં તત્વોને રાખવા છતાં પણ કેટલીક વિષમતાઓ રહી જાય છે. આધુનિક અનુસંધાનો દ્વારા હવે એવું સ્પષ્ટ થઇ ગયું છે કે પરમાણુના મૂળભૂત ગુણ પરમાણુ સંખ્યા છે, પરમાણુભાર નથી. અત: મોજલેએ કહ્યું કે તત્વોના વર્ગીકરણનો આધાર પણ પરમાણુભારના સ્થાન પર પરમાણુ સંખ્યા હોવી જોઇએ. એમના દ્વારા પ્રસ્તુત આધુનિક આવર્ત નિયમ નીચે લખ્યા પ્રમાણે છે:
- "તત્વોના ગુણધર્મ એના પરમાણુ સંખ્યાઓનું આવર્તી ફલન છે, અર્થાત્ જો તત્વોને એની પરમાણુ સંખ્યાઓ અનુસાર રાખવામાં આવે તો સમાન ગુણધર્મવાળા તત્વ નિયમિત અંતરે ગોઠવાયેલા હોય છે."