ઇજિપ્ત

ઉત્તર આફ્રિકા સ્થિત એક દેશ

મિસર અથવા ઇજિપ્ત ઉત્તર આફ્રિકા સ્થિત એક દેશ છે. તેનું અધિકૃત નામ છે, મિસરનું આરબ ગણરાજ્ય (જમ્હુરિય્યત મિસ્ર અલ-અર્બિય્યાહ). આ દેશનું પાટનગર કૈરો શહેર ખાતે આવેલું છે, આ ઉપરાંત ઇજિપ્તનાં અન્ય મહત્વનાં શહેરોમાં એલેકઝાંડ્રીયા, ગિઝા, સુએઝ, લુકસર, સુબ્રા એ ખેરિમા વગેરેનો સમાવેશ થાય છે. મિસરનું કુલ ક્ષેત્રફળ લગભગ ૧૦,૧૦,૧૦૦ ચોરસ કિ.મી. જેટલું છે.

جمهورية مصر العربية
ज़म्हुरिय्यत मिस्र अल-अरबिय्याह

મિસરનું આરબ ગણરાજ્ય
મિસ્રનો ધ્વજ
ધ્વજ
મિસ્ર નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: -
રાષ્ટ્રગીત: બિલાદી, બિલાદી, બિલાદી
Location of મિસ્ર
રાજધાની
and largest city
કૈરો
અધિકૃત ભાષાઓઅરબી1
લોકોની ઓળખમિસ્રી
સરકારલશ્કરી શાસન
• રાષ્ટ્રપ્રમુખ
અબ્દેલ ફત્તહ અલ્-સીસી
• વડાપ્રધાન
શેરિફ ઇસ્માઇલ
સ્થાપના
૩૧૫૦ ઇ. પૂર્વે
• અંગ્રેજ શાસનથી મુક્તિ
૨૮ ફેબ્રુઆરી ૧૯૨૨
• ગણરાજ્ય ઘોષણા
૧૮ જૂન, ૧૯૫૩
વિસ્તાર
• કુલ
1,002,450 km2 (387,050 sq mi) (૩૦)
• જળ (%)
0.632
વસ્તી
• નવેમ્બર ૨૦૦૮ અંદાજીત
75,500,662 (૧૬)
GDP (PPP)2007 અંદાજીત
• કુલ

$404.293 બિલિયન (૨૭)
• Per capita
$5,495 (૯૭)
માનવ વિકાસ દર (HDI) (2013)Decrease 0.682[]
medium · ૧૧૦
ચલણમિસ્રી પાઉન્ડ (EGP)
સમય વિસ્તારUTC+2 (ઇસ્ટર્ન યુરોપિયન સમય (ઈઈડી))
• ઉનાળુ (DST)
UTC+3 (ઈઈએસડી)
ટેલિફોન કોડ20
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).eg
બોલી -ઇજિપ્શ્યન અરબી

ઉત્તર આફ્રિકામાં આવેલા ઇજિપ્તની ઉત્તર દિશામાં ભૂમધ્ય સાગર, ઉત્તર-પૂર્વ દિશામાં ગાઝાપટ્ટી અને ઇઝરાયેલ, પૂર્વ દિશામાં રાતો સમુદ્ર, પશ્ચિમ દિશામાં લીબિયા અને દક્ષિણ દિશામાં સુદાન દેશ આવેલ છે. દુનિયાની સૌથી લાંબી નાઈલ નદી ઇજિપ્તની જીવાદોરી સમાન છે. દેશનો મોટો ભાગ નાઇલના ૪૦ હજાર ચોરસ કિલોમીટર જેટલા ડેલ્ટા વિસ્તારમાં જ વિકસ્યો છે, જ્યારે બાકીમો મોટા ભાગનો વિસ્તાર બળબળતો રણપ્રદેશ હોવાથી માનવ વસાહત સાવ પાંખી છે. આ દેશની અડધા ભાગની વસ્તી કેરો અને એલેકઝાંડ્રીયા જેવાં મોટાં શહેરોમાં આવીને વસી હોવાથી ગામડાં ઓછા જોવા મળે છે.

આ દેશમાં પેટ્રોલિયમ, કુદરતી ગેસ, લોખંડ, ફોસ્ફેટ, ચૂનાના પથ્થરો, જિપ્સમ જેવાં ખનિજો ભૂતળમાંથી સારા એવા પ્રમાણમાં મળી આવે છે. નાઇલ નદીના વિસ્તારમાં કપાસ, ડાંગર અને મકાઈનો પાક લેવામાં આવે છે. રૂઢિચુસ્ત ગણાતા ઇજિપ્તના અર્થતંત્રમાં આર્થિક સુધારણા અને વિદેશી મૂડીરોકાણ પછી મોટા ફેરફારો થયા છે, પરંતુ બે ટકાના દરે વધી રહેલો પ્રચંડ વસ્તીવધારો, બેકારી, ભાવવધારો, ડામાડોળ રાજકીય પરિસ્થિતિ વગેરે અહીંની મુખ્ય સમસ્યાઓ છે. ૨૦ ટકા કરતાં વધારે વસ્તી ગરીબીરેખાની નીચે જીવે છે. ફુગાવાનો દર ૧૩.૩ ટકા કરતાં પણ વધુ ઊંચો છે.

આ ઐતિહાસિક દેશમાં પ્રાચીન સ્થાપત્યો જેમાં ખાસ કરીને પિરામીડ આવેલા છે, જે જોવાલાયક છે. આ પિરામીડને કારણે અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.

આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
અધિકૃત
સામાન્ય
વ્યાપારિક
અન્ય
  1. "2014 Human Development Report Summary" (PDF). સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. ૨૦૧૪. પૃષ્ઠ 21–25. મેળવેલ 27 July 2014.