ઇન્દિરા પોઇન્ટ ભારત દેશનું દક્ષિણ દિશામાં સૌથી છેલ્લે આવેલું સ્થળ છે. આ સ્થળ પૂર્વીય હિંદ મહાસાગરમાં આવેલા નિકોબાર દ્વીપસમૂહના ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલું છે.[] આ વિસ્તાર અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ કેન્દ્રશાસિત પ્રદેશનો એક ભાગ છે. આ સ્થળ પહેલાં પિગ્મેલીયન પોઇંટ (Pygmalion Point) તરીકે ઓળખાતું હતું, ત્યાર બાદ ભારતના વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીનાં માનમાં તેનું નામ ઇન્દિરા પોઇન્ટ રાખવામાં આવ્યું છે.[]

ઇન્દિરા પોઇન્ટ
ગામ
ઇન્દિરા પોઇન્ટ is located in Andaman and Nicobar Islands
ઇન્દિરા પોઇન્ટ
ઇન્દિરા પોઇન્ટ
અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં સ્થાન
ઇન્દિરા પોઇન્ટ is located in India
ઇન્દિરા પોઇન્ટ
ઇન્દિરા પોઇન્ટ
ઇન્દિરા પોઇન્ટ (India)
અક્ષાંશ-રેખાંશ: 6°46′50″N 93°49′33″E / 6.780621°N 93.8258513°E / 6.780621; 93.8258513
દેશભારત
રાજ્યઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
જિલ્લોનિકોબાર
તાલુકોગ્રેટ નિકોબાર
ઊંચાઇ
૪૭ m (૧૫૪ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૭
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
૨૦૧૧ વસ્તી ગણતરી કોડ૬૪૫૧૮૮

અંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આ દ્વીપોમાં દક્ષિણ દિશામાં આવેલા સૌથી છેલ્લા ટાપુ પરનો અંતિમ કિનારો છે. આમ ઇન્દિરા પોઇન્ટ ભારત દેશનું દક્ષિણ દિશામાં આવેલું સૌથી છેલ્લું સ્થળ છે.

  1. "Andaman and Nicobar Islands villages" (PDF). Land Records Information Systems Division, NIC. મૂળ (PDF) માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુલાઇ ૨૦૧૫.
  2. K. Raja Reddy (૨૦૦૫). India and ASEAN: foreign policy dimensions for the 21st Century. New Century Publications. પૃષ્ઠ ૪૪. ISBN 978-81-7708-081-0.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો