Lua error in વિભાગ:Location_map at line 522: Unable to find the specified location map definition: "Module:Location map/data/Singapore" does not exist. Lua error in વિભાગ:Location_map at line 522: Unable to find the specified location map definition: "Module:Location map/data/UAE" does not exist.

INSEAD
ચિત્ર:Inseadlogon2.jpg
મુદ્રાલેખThe Business School for the World
પ્રકારPrivate business school
સ્થાપના1957
ડીનIlian Mihov[]
શૈક્ષણિક સ્ટાફ
144
અનુસ્નાતક વિદ્યાર્થીઓ900+, mainly MBA
ડોક્ટરેટ વિદ્યાર્થીઓ
65+ PhDs
સ્થાનFontainebleau (near Paris, France), Singapore, and Abu Dhabi
કેમ્પસFontainebleau, Singapore, and Abu Dhabi
વેબસાઇટInsead.edu
INSEAD is located in France
INSEAD
INSEAD
Europe Campus (Fontainebleau, France)

ઈન્સીડ (INSEAD)Institut Européen d'Administration des Affaires (યુરોપીયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)નું ટૂંકુ નામ છે. આ સંસ્થા એક કરતા વધારે સંકુલો ધરાવતી આંતરરાષ્ટ્રીય સ્નાતક બિઝનેસ સ્કૂલ અને સંશોધન સંસ્થાન છે.[] આ સંસ્થા યુરોપ (ફ્રાન્સ), એશિયા (સિંગાપોર) અને મધ્યપૂર્વ (અબુ ધાબી)માં સંકુલો ધરાવે છે તેમજ ઈઝરાયલમાં સંશોધન કેન્દ્ર ધરાવે છે. આ સંસ્થા ફુલ-ટાઈમ એમબીએ (MBA) પ્રોગ્રામ, મેનેજમેન્ટ પ્રોગ્રામમાં પીએચડી (PhD), અને એક્ઝિક્યુટીવ એજ્યુકેશન પ્રોગ્રામો (એક્ઝિક્યુટીવ એમબીએ (MBA) સહિત) ઉપલબ્ધ કરાવે છે.

વૈશ્વિક વ્યાપાર અગ્રણીઓની વધતી માંગને પહોંચી વળવા ઈન્સીડે (INSEAD) આંતરરાષ્ટ્રીય વ્યાપાર શિક્ષણની પરિકલ્પનાની પહેલ કરી છે. સમગ્ર વિશ્વમાં આવેલી ટોચની બિઝનેસ સ્કૂલોમાં આ શાળાને સૌથી અભિનવ અને પ્રભાવશાળી શાળાઓ પૈકી એક ગણવામાં આવે છે. [][][] શાળાની મુખ્ય અલગતા તેમના વર્ગોની વૈવિધ્યતા, શિક્ષણની ગુણવત્તા, અને વિદ્યાર્થીઓનું ફેલાયેલું મજબૂત અને વ્યાપક નેટવર્ક છે. તે ગ્લોબલ બિઝનેસ સ્કૂલ નેટવર્કમાં સભ્યપદ ધરાવે છે. ફોર્બ્સે પણ ઈન્સીડ એમબીએ (INSEAD MBA)ને વિશ્વમાં નંબર - 1 એક વર્ષીય એમબીએ (MBA) પ્રોગ્રામ તરીકે ગણાવ્યો છે.[] વર્ષ 2010માં ફાઈનૅન્શલ ટાઈમ્સ ગ્લોબલ એમબીએ (MBA) રેન્કિંગમાં ઈન્સીડ (INSEAD)ને પાંચમો ક્રમ અપાયો છે (સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસિસ સાથે જોડાણ), અને યાદીમાં એક વર્ષ એમબીએ (MBA) પ્રોગ્રામ માટે સૌથી ઊંચો ક્રમ મેળવ્યો હતો.[] 2010માં ક્યૂએસ ગ્લોબલ 200 બિઝનેસ સ્કૂલ અહેવાલ કે જેમાં સંસ્થાઓને તેમના પ્રદેશ પ્રમાણે સ્થાન આપવામાં આવે છે તેમાં ઈન્સીડ (INSEAD)ને યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ક્રમની સંસ્થા દર્શાવવામાં આવી છે.[][] બિઝનેસ વીક દ્વારા આંતરરાષ્ટ્રિય એમબીએ (MBA) પ્રોગ્રામમાં તેને પ્રથમ ક્રમની સંસ્થા ગણાવવામાં આવી છે.[૧૦]

ઈન્સીડ (INSEAD) એમબીએ (MBA)ના વિદ્યાર્થીઓને એક સાથે ત્રણ ઉપખંડોમાં અભ્યાસ કરવાની તક મળે છે (યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની વોર્ટન સ્કૂલ સાથે યોજનાબદ્ધ જોડાણ અને એક શાળા, બે સંકુલ માળખા દ્વારા).[૧૧] કેલ્લોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાથે સંકુલ અદલાબદલી કાર્યક્રમ (કેમ્પસ એક્સચેન્જ પ્રોગ્રામ)નો પ્રસ્તાવ આપવામાં આવશે, જે સપ્ટેમ્બર 2010થી શરૂ.[૧૨] કારકિર્દી સેવાઓના આદાનપ્રદાન માટે ઈન્સીડ (INSEAD) દ્વારા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ અને કેલ્લોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાથે અદલાબદલી સમજૂતી કરવામાં આવી છે. ચારેય સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસે એકબીજાની નોકરીની તકોના ડેટાબેઝ જોવા માટેની અનન્ય સુવિધા છે .[૧૩]

સર્વસામાન્ય નિરીક્ષણ

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) સમગ્ર વિશ્વના તમામ લોકો, સંસ્કૃતિઓ અને વિચારોને ભેગા કરવા માટે શિક્ષણના વાતાવરણને પ્રોત્સાહન; મેનેજમેન્ટ શિક્ષણને પ્રોત્સાહન આપવા; એવા નેતાઓ અને ઉદ્યમશીલો તૈયાર કરવા માટે કે જેઓ પોતાના સંગઠન અને સમુદાયનું મૂલ્ય તૈયાર કરી શકે; અને વિદ્વતાના વિચારોની સીમાઓનું વિસ્તરણ કરવા માટે અને સંશોધનના માધ્યમથી બિઝનેસની કામગીરીને વધુ પ્રભાવશાળી બનાવવા માટેનું ચોક્કસ મિશન ધરાવે છે.[૧૪]

ઈન્સીડ (INSEAD) ત્રણ સંકુલો ધરાવે છે. મૂળ સંકુલ (યુરોપનું સંકુલ) ફ્રાન્સના પેરિસ નજીક ફોન્ટેઈનેબ્લેઉ ખાતે આવેલું છે જે મેટ્રોપોલિટન ફ્રાન્સમાં બીજા ક્રમના સૌથી મોટા જંગલની બાજુમાં છે.[૧૫] ઈન્સીડ (INSEAD)નું બીજુ સંકુલ (એશિયા સંકુલ) સિંગાપોરના સિટી-સ્ટેટના બૌના વિસ્ટા જિલ્લામાં આવેલું છે. ત્રીજુ અને સૌથી નવુ સંકુલ (મધ્ય પૂર્વ સંકુલ) અબુ ધાબીમાં આવેલુ છે, અને હાલ માત્ર ઓપન એનરોલમેન્ટ એક્ઝિક્યુટીવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ માટેના સંકુલ તરીકે સેવા આપતી સંસ્થા છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ યુરોપીયન અને એશિયન બંને સંકુલોમાં તેમના અભ્યાસક્રમના ભાગરૂપે અહીં રહેતા હોવાથી આ બંને સંકુલોમાં એમબીએ (MBA) પ્રોગ્રામનું શિક્ષણ આપવામાં આવે છે. ઈન્સીડ (INSEAD) પોતાને ફ્રાન્સની, સિંગાપોરની કે અમીરાતની સંસ્થા તરીકે નથી ઓળખાવતી પરંતુ એક વૈશ્વિક સંસ્થા તરીકે ઓળખાવે છે. ઈન્સીડ (INSEAD) ન્યૂ યોર્ક શહેરમાં ઉત્તર અમેરિકાની કચેરી ધરાવે છે, અને ઈઝરાયલમાં સંશોધન કેન્દ્ર ધરાવે છે.

ઈન્સીડ (INSEAD)ની સ્થાપના 1957માં જ્યોર્જિસ ડોરિઓટ, ક્લાઉડ જેન્સ્સેન અને ઓલિવર ગિસ્કાર્ડ ડે’ઈસ્ટાઈંગ દ્વારા કરવામાં આવી હતી અને આ સંસ્થા યુરોપમાં સૌથી જુની બિઝનેસ સ્કૂલો પૈકી એક છે.

  • 1957માં રોમની સંધિ બાદ ત્રણ મહિના પછી “ઈન્સ્ટિટ્યુટ યુરોપીયન ડે’એડમિનિસ્ટ્રેશન ડેસ અફેર્સ” તરીકે ઈન્સીડ (INSEAD)ની સ્થાપના થઈ (યુરોપીયન ઈન્સ્ટિટટ્યુટ ફોર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન).
  • 1961માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનની સ્થાપના થઈ
  • 1969માં સંસ્થાના ફોન્ટેઈનેબ્લેઉ ફોરેસ્ટ કેમ્પસનો આરંભ થયો.
  • 1974માં એશિયન બિઝનેસમાં પ્રથમ પ્રોગ્રામ શરૂ કરાયો.
  • 1989માં પીએચડી (PhD) પ્રોગ્રામની શરૂઆત થઈ.
  • 1995માં પ્રથમ ઈન્સીડ (INSEAD) ડેવલપમેન્ટ કેમ્પેઈન (ઈન્સીડ (INSEAD) વિકાસ અભિયાન)ની શરૂઆત થઈ.
  • 2000 જાન્યુઆરીઃ સિંગાપોરમાં એમબીએ (MBA)નો પ્રથમ વર્ગ – 26 દેશોના 53 “અગ્રણી” વિદ્યાર્થીઓ સાથે
  • 2000 ઓગસ્ટઃ ઈન્સીડ (INSEAD)ના પ્રથમ ડેવલપમેન્ટ કેમ્પેઈને કોર્પોરેટ અને ખાનગી સ્પોન્સરશીપમાં €120 મીલિયન હાંસલ કર્યા.
  • 2000 ઓક્ટોબરઃ સિંગાપોરમાં ઈન્સીડ (INSEAD) એશિયા સંકુલનું સત્તાવાર ઉદઘાટન.
  • 2001 માર્ચઃ ઈન્સીડ (INSEAD)-વોર્ટન વચ્ચે જોડાણની જાહેરાત
  • 2003માં ઈન્સીડ (INSEAD) એક્ઝિક્યુટીવ એમબીએ (MBA) પ્રોગ્રામની શરૂઆત
  • 2004માં €200 મિલિયનના લક્ષ્ય સાથે બીજા ઈન્સીડ (INSEAD) ડેવલપમેન્ટ કેમ્પેઈનની શરૂઆત
  • 2009માં ઈન્સીડ (INSEAD) દ્વારા 50મી વર્ષગાંઠની ઉજવણી અને જેમણે વિશ્વ બદલ્યું તેવા સંસ્થાના 50 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નામાંકન

ઈન્સીડ (INSEAD)ના ડીન (સંસ્થાના વડાઓ)[૧૬]

  • 1959-1964 ઓલિવર ગિસ્કાર્ડ ડે’ઈસ્ટાઈંગ (સંચાલક)
  • 1964-1971 રોજર ગોડીનો (ફેકલ્ટીના પાર્ટટાઈમ ડીન)
  • 1971-1976 ડીન બેરી
  • 1976-1979 ઉવે કિત્ઝીંગર
  • 1979-1980 ક્લાઉડ રેમેઉ (નાયબ મહા સંચાલક)
  • 1980-1982 હેનીઝ થાન્હેઈસર
  • 1982-1986 ક્લાઉડ રેમેઉ અને હેનીઝ થાન્હેઈસર
  • 1986-1990 ફિલિપ નાએર્ટ અને ક્લાઉડ રેમેઉ
  • 1990-1993 ક્લાઉડ રેમેઉ અને લુડો વેન ડેર હેડન
  • 1993-1995 એન્ટોનીઓ બોર્ગેસ અને લુડો વેન ડેર હેડન
  • 1995-2000 એન્ટોનીઓ બોર્ગેસ
  • 2000-2006 ગેબ્રીઅલ હાવાવીની
  • 2006-2011 ફ્રેન્ક બ્રાઉન
  • 2011- દીપક સી. જૈન (સપ્ટેમ્બર 2010માં નિયુક્તિ, માર્ચ 2011માં કાર્યભાર સંભાળશે)

એક્ઝિક્યુટીવ શિક્ષણ

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) યુરોપ અને એશિયામાં આવેલા પોતાના સંકુલોમાં કંપની/પેઢી બંનેને લગતા ઓપન એનરોલમેન્ટ એક્ઝિક્યુટીવ એજ્યુકેશન પ્રોગ્રામો ધરાવે છે અને અબુ ધાબીમાં એક્ઝિક્યુટીવ શિક્ષણ કેન્દ્ર ધરાવે છે. ઈન્સીડ (INSEAD) કોર્પોરેટ યુનિવર્સિટીઓ સાથે પણ ભાગીદારીમાં કામ કરે છે. અહીં ભાગ લેવા આવનારાઓ વરિષ્ઠ અને ટોચના મેજમેન્ટના સભ્યો હોય છે તેમજ તેમની કંપની કે ઈન્ડસ્ટ્રીમાં વર્ષોના અનુભવી હોય છે, અને ‘ઉચ્ચ સક્ષમતા’ ધરાવતા યુવાનો તેમની કંપનીઓમાં સફળતાની નીતિઓમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનારા હોય છે. ઈન્સીડ (INSEAD)માં દર વર્ષે 120થી વધારે દેશોના અંદાજે 9,500 એક્ઝિક્યુટીવો વિવિધ અભ્યાસક્રમો અને પ્રોગ્રામમાં અભ્યાસ શરૂ કરે છે.

ઓપન એનરોલમેન્ટ

ફેરફાર કરો

ઓપન એનરોલમેન્ટ પ્રોગ્રામોમાં અહીં દર્શાવ્યા મુજબના ક્ષેત્રોના અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવે છેઃ જનરલ મેનેજમેન્ટ, લીડરશીપ, ફાઈનાન્સ અને બેન્કિંગ, ટોપ મેનેજમેન્ટ, સ્ટ્રેટેજી, ડિસિઝન મેકિંગ, પીપલ એન્ડ પરફોર્મન્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ, ઓપરેશન્સ મેનેજમેન્ટ અને એન્ટરપ્રેનિયોરશીપ અને ફેમિલિ બિઝનેસ પ્રોગ્રામો.[૧૭]

એસઆરડીએમ (SRDM) 2010

ફેરફાર કરો

આ વર્ષે વ્યૂહાત્મક સંશોધન અને વિકાસ મેનેજમેન્ટ કોર્સ માટે થીમ તરીકે સ્ટીવ જોબ્સ અને એપલ (Apple) પસંદ કરાયા છે.

કંપની વિશિષ્ટ

ફેરફાર કરો

ઈન્સીડે (INSEAD) 1960ના સમયથી એક્ઝિક્યુટીવ એજ્યુકેશન પ્રોગ્રામો વિકસાવવા માટે સંખ્યાબંધ ઈન્ડસ્ટ્રીઓ અને ભૌગોલિક પ્રદેશમાં આવેલી કંપનીઓ અને પેઢીઓ સાથે કામ કર્યું છે. આ પ્રોગ્રામોમાં સ્પર્ધાત્મક પરિવર્તનો, શ્રેષ્ઠ દેખાવ માટેની સંસ્કૃતિ તૈયાર કરવા અને સુદ્રઢ કરવામાં મદદરૂપ કામગીરી, નેતૃત્વ વિકાસ, વિલીનિકરણ પછીનું સંકલન, અચાનક કોર્પોરેટ પરિવર્તનની પ્રક્રિયાની શરૂઆત અને ફોસ્ટર ટેકનિકલ તેમજ બજાર નાવીન્યતાઓનો સમાવેશ થાય છે. તેઓ પોસ્ટ-પ્રોગ્રામ ફોલોઅપ (અભ્યાસ પછીની જોવાતી કામગીરી) પણ સમાવે છે જેથી શિક્ષણની અસરને માપી શકાય.

એક્ઝિક્યુટીવ એમબીએ (MBA)

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD)ના ત્રણ સંકુલ યુરોપ (ફ્રાન્સ), એશિયા (સિંગાપોર), અને મધ્ય-પૂર્વ (અબુ ધાબી)માં ગ્લોબલ એક્ઝિક્યુટીવ એમબીએ (MBA) અભ્યાસક્રમ અનુકૂળ અને વિભાગ આધારિત માળખામાં અનોખા આંતરરાષ્ટ્રીય અને બહુસાંસ્કૃતિ અનુભવ[સંદર્ભ આપો] પુરા પાડે છે. દરેક સંકુલ એકબીજાથી પાંચ કલાકની મુસાફરી સમય જેટલા દૂર હોવાથીઆ પ્રોગ્રામ માટે મોટી સંખ્યામાં ભાગ લેનારા લોકો અહીં આવવા આકર્ષાય છે. આ કારણે ઈન્સીડ (INSEAD)ને અજોડ વૈવિધ્યતા મળી અને જેના લીધે જ ઈન્સીડ (INSEAD)એ નામના મેળવી છે.

સંખ્યાબંધ દેશોમાંથી આવી સંસ્થામાં ભાગ લેનારા લોકોનું આ જૂથ જ્યારે કામ કરતું હોય છે ત્યારે પોતાની નેતૃત્વકળા અને મેનેજમેન્ટ સક્ષમતાનો વિકાસ કરે છે. આ પ્રોગ્રામના માધ્યમથી એવું જ્ઞાન મળે છે[સ્પષ્ટતા જરુરી] જે કામના સ્થળે ખૂબ જ ઝડપથી અમલમાં મૂકી શકાય છે.

આ પ્રોગ્રામના પ્રવેશમાં સુધારાના આશય સાથે ઈન્સીડ (INSEAD)એ ગ્લોબલ એક્ઝિક્યુટીવ એમબીએનો (MBA) મધ્ય-પૂર્વ ભાગ શરૂ કર્યો છે, જેમાં ફ્રાન્સ અને સિંગાપોરના યુરોપ – એશિયા વિભાગો સાથે વિલીનિકરણ પૂર્વે ઈન્સીડ (INSEAD)ના અબુ ધાબી સંકુલમાં અડધા મોડ્યુલ (હિસ્સા)ની ઓફર કરવામાં આવે છે.

ઈન્સીડ (INSEAD) ચીનની પ્રતિષ્ઠિત સિંઘ્હ્યુઆ યુનિવર્સિટી સાથે મળીને સંયુક્ત ઈએમબીએ (EMBA) પ્રોગ્રામ પણ ચલાવે છે જે ટીઆઈઈએમબીએ (TIEMBA) તરીકે ઓળખાય છે. આ અભ્યાક્રમ હેઠળ અડધુ શિક્ષણ ચીનમાં અને અડધુ શિક્ષણ ઈન્સીડ (INSEAD)ના ત્રણ સંકુલોમાં આપવામાં આવે છે. ચીન પર કેન્દ્રીત આ પ્રોગ્રામ જીઈએમબીએના (GEMBA) માળખાની જેમ જ તેમાં 12 અઠવાડિયા સુધી અનુસરવામાં આવે છે પરંતુ 18 અઠવાડિયે પૂર્ણ થાય છે. જુલાઈ મહિનામાં ફ્રાન્સમાં પરિણામ મુલકતા વખતે જીઈએમબીએ (GEMBA) પ્રોગ્રામ અને ટીઆઈઈએમબીએ (TIEMBA) પ્રોગ્રામ વિલીન થઈ જાય છે. http://tsinghua.insead.edu.sg/

વિવિધ ઈએમબીએ (EMBA) પ્રોગ્રામમાં પ્રવેશ

  • ગ્લોબલ એક્ઝિક્યુટીવ એમબીએ (MBA) યુરોપ એશિયાઃ 2009માં 75 ટકા સહભાગીઓનો પ્રવેશ, 20 ટકા મહિલાઓ
  • ગ્લોબલ એક્ઝિક્યુટીવ એમબીએ (MBA) મધ્ય-પૂર્વ વિભાગઃ ઓક્ટોબર 2010માં શરૂઆતમાં અંદાજે 40 સહભાગીઓ
  • સિંઘ્હ્યુઆ-ઈન્સીડ (INSEAD) એક્ઝિક્યુટીવ એમબીએઃ (MBA) 2009માં 51 સહભાગીઓ, 25 ટકા મહિલાઓ

ઈન્સીડ (INSEAD)ના એક્ઝિક્યુટીવ એમબીએ (MBA) પ્રોગ્રામોની સામાન્ય રૂપરેખાઓ

વ્યવસાયની પાયાની બાબતોઃ પાયાની ચાવીરૂપ પ્રબંધન શિસ્તોમાં નિપૂણતા પર ધ્યાન. કેટલાક પસંદગીના વૈકલ્પિક કોર્સ ઉપરાંત પાયાના કોર્સો પર એકાગ્રતા.

પ્રબંધન પ્રેક્ટિસઃ પ્રબંધન સંબંધિત કામગીરીઓ અને યોજનાબદ્ધ માનસિકતાના વિકાસ પર વિશેષ ધ્યાન. ચાવીરૂપ પ્રબંધન પડકારો (KMC)ના માધ્યમથી, સહભાગી બહુશિસ્તપાલન અભિગમ સાથે તૈયાર થશે. કેએમસી (KMC)માં મૂળ વિવિધ બંધારણીય[સ્પષ્ટતા જરુરી] સંદર્ભો અને વ્યવસાયમાં વિવિધ કામગીરીના પાસાઓને જોવામાં આવે છે.

વાસ્તવિક જીવનમાં અમલીકરણ આ પ્રોગ્રામ સૈદ્ધાંતિકતાથી વાસ્તવિકતા વચ્ચેનો સેતૂ તૈયાર કરે છે. ટીમને આપવામાં આવેલા પ્રોજેક્ટમાં જ આ પ્રોગ્રામનો મોટો હિસ્સો આવી જાય છે. શિક્ષણની અન્ય એપ્લિકેશનામાં, આપને[કોણ?] ઓફ-કેમ્પસ એસાઈન્મેન્ટ (સંકુલ સિવાયની કામગીરી) તરીકે ત્રણ અમલીકરણ નિબંધો આપવામાં આવે છે. પાયાના મુદ્દાઓ પૈકી એક સાથે સંકળાયેલા દરેક નિબંધમાં વ્યવસાય સિદ્ધાંતો અને વાસ્તવિકતા વચ્ચે સંકલન (અથવા સંઘર્ષ)ને ધ્યાનમાં લેવામાં આવે છે. ચાવીરૂપ પ્રબંધન પડકારોના કોર્સ દ્વારા આપના[કોણ?] બાકાત રહી ગયેલા કેટલાક મુદ્દાઓને પણ પ્રતિબિંબિત કરવામાં આવશે.

નેતૃત્વ અને વ્યક્તિગત વિકાસ નેતૃત્વ વિકાસ પ્રક્રિયા, અમારા એક્ઝિક્યુટીવ એમબીએ (MBA)માં એક લાક્ષાણિક ઘટક છે, જે આપની નૈતૃત્વ શૈલીને શોધવા અને તેમાં સુધારો કરવા માટે સંદર્ભ પુરો પાડે છે. વ્યક્તિગત પ્રતિભાવ અને જૂથમાં કામગીરી દ્વારા, વ્યક્તિગત રીતે અને સમગ્ર ટીમને અપાતા શિક્ષણના સહયોગથી, આપ[કોણ?] પોતાની જાત[કોણ?]માં સુધારા માટે પોતાના અંગે નવી બાબતો શોધી શકશો.

પ્રવેશ પ્રક્રિયા ઈએમબીએ (EMBA) ઉમેદવારો 10 વર્ષનો કામકાજનો અનુભવ અને પુરતો પ્રબંધન અનુભવ સાથે લાયકાત ધરાવતા હોય છે. તેઓ વિશ્લેષણ સમક્ષમતા, ભાવનાત્મક પરિપકવતા અને આંતરવ્યક્તિગત કુશળતાઓ દર્શાવે છે. અરજીઓ ઓનાલાઈન કરવામાં આવે છે.ઢાંચો:Why અરજીની ફાઈલમાં છ નિબંધો હોય છે જેમાં, 2 સંદર્ભ પત્રો, એક જીએમએટી (GMAT) સ્કોર અને અધિકૃત વિદ્વતા લખાણ હોય છે. સંપૂર્ણ તૈયાર કરાયેલી ફાઈલને પ્રિ-સિલેક્શન કમિટિને મોકલવામાં આવે છે અને પ્રિસિલેક્ટેડ (પસંદગી પહેલાના) ઉમેદવારોને તેમની સ્વીકૃતિ માટે એક ઈન્ટરવ્યુમાં પાસ થવુ પડે છે. અરજીઓની પ્રક્રિયા પ્રથમ આવનારને પ્રથમ સેવાના ધોરણે કરવામાં આવે છે.

આર્થિક મદદ ઈન્સીડ (INSEAD) કેટલીક મહિલાઓ, જાહેર સેવાઓમાં સક્રિય ઉમેદવારો, સામાજિક ઉદ્યમશીલો અને એવા ઉમેદવારો કે જેમણે બહુસાંસ્કૃતિક પ્રબંધન સક્ષમતાઓ વિકસાવી હોય તેવા ઉમેદવારોને શિષ્યવૃત્તિ આપે છે.

કારકીર્દિ સેવાઓ ઈએમબીએ (EMBA) ઉમેદવારોને વિવિધ કારકીર્દિ સહકાર મળે છે. તેમને કારકીર્દિ સેવા પ્રતિ વધુ અનુકુલિત અભિગમ અપનાવવો જરૂરી હોવાથી, ઈન્સીડ (INSEAD) “ઈન્ટરનલ-કેરિયર” (આંતરિક કારકીર્દિ)ની જરૂરિયાતો (આપની હાલની જ સંસ્થામાં આપની કારકીર્દિ અંગે મોટાભાગની કામગીરી કરવામાં આવે છે) અને “એક્સટરનલ-કેરિયર” (બાહ્ય કારકીર્દિ)ની જરૂરિયાતો (આપના સંગઠનની બહારના ભાગની મોટાભાગની કામગીરી) સંબંધે મૂલ્યો ઉમેરવાનો આશય ધરાવે છે.

એમબીએ (MBA)

ફેરફાર કરો

પ્રોગ્રામની રૂપરેખા

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) એમબીએ (MBA) અભ્યાસક્રમમાં સંખ્યાબંધ પાયાના કોર્સ અને વૈકલ્પિક મુદ્દાઓને સમાવી લેવામાં આવે છે. પાયાના કોર્સ એટલે કે પરંપરાગત પ્રબંધન શિસ્તો કે જેમાં નાણાં, અર્થશાસ્ત્ર, સંગઠનાત્મક વર્તન, એકાઉન્ટિંગ, નૈતિકતા, માર્કેટિંગ, અંકશાસ્ત્ર, ઓપેરેશન્સ મેનેજમેન્ટ (કામગીરી પ્રબંધન), આંતરરાષ્ટ્રીય રાજનીતિક વિશ્લેષણો, સપ્લાઇ ચેઇન મેનેજમેન્ટ, નેતૃત્વ અને કોર્પોરેટ વ્યૂહરચનાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

એકાઉન્ટિંગ અને કંટ્રોલ, ડિસિઝન સાયન્સિસ, ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સિસ, એન્ટરપ્રિનિયોરશીપ અને ફેમિલિ એન્ટરપ્રાઈસ, ફાઈનાન્સ, માર્કેટિંગ, ઓર્ગેનાઈઝેશનલ, સ્ટ્રેટેજી અને ટેકનોલોજી અને ઓપરેશન્સ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં અંદાજે 80 વૈકલ્પિકતાઓ ઓફર કરવામાં આવે છે.

શિક્ષણ પદ્ધતિ

ફેરફાર કરો

શિક્ષણ પદ્ધતિમાં કેસ સ્ટડીઝ, લેક્ચર, ઉમેદવારોમાં આંતરિક શિક્ષણ, ટ્યુટોરિયલ, ગ્રૂપ કામગીરી, સિમ્યૂલેશન અને રોલ-પ્લેનો સમાવેશ કરવામાં આવે છે. એમબીએ (MBA) ઉમેદવારોને સંબંધિત વક્ર પર વર્ગીકૃત કરવામાં આવે છે. તમામ શિક્ષણ અંગ્રેજીમાં આપવામાં આવે છે.

વૈવિધ્યતા

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD)ના એમબીએ વિદ્યાર્થીઓનાં સંગઠનમાં 80થી વધુ રાષ્ટ્રીયતાના ઉમેદવારો હોય છે, જેમાં કોઈપણ એક દેશના વિદ્યાર્થીઓની સંખ્યા 15 ટકાથી વધારે નથી હોતી. એમબીએ (MBA) પ્રોગ્રામના વિદ્યાર્થીઓની માતૃભાષા, જાન્યુઆરી અને જૂન 2009ના વર્ગોમાં અંગ્રેજી 20%; ફ્રેન્ચ 12%; હિન્દી 7%; જર્મન 6%; સ્પેનિશ 5%; મેન્ડેરીન 5%; અરેબિક 5%; અન્ય 42% હતી.[૧૮] ઈન્સીડ (INSEAD)ના ફેકલ્ટીઓ (શિક્ષકો) 36 દેશોમાંથી આવેલા છે અને ઈન્સીડ (INSEAD)ના અંદાજે 38,000 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ 160થી વધારે દેશોમાં વિશ્વવ્યાપી રીતે વસી રહ્યા છે.

સંકુલની પસંદગી

ફેરફાર કરો

એમબીએના (MBA) વિદ્યાર્થીઓ માટે પસંદગીના સંકુલમાં પ્રવેશ બાબતે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી.[૧૯] તમામ એમબીએ (MBA) ઉમેદવારો તેમનો એમબીએ (MBA) પ્રોગ્રામ શરૂ કરવા માટે ઈચ્છિત સંકુલને પ્રવેશ માટે પસંદ કરી શકે છે (યુરોપ કે એશિયા સંકુલ), અને બાદમાં પણ તેમને સ્થળફેર કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. ઈન્સીડ (INSEAD)ના પ્રાધ્યાપકો પણ વર્ષ દરમિયાન સંકુલની ફેરબદલી કરે છે. ડીસેમ્બર 2008ના વર્ગમાં 70 ટકાથી વધારે એમબીએ ઉમેદવારોએ બે સંકુલો વચ્ચે ફેરબદલીનો વિકલ્પ પસંદ કર્યો હતો.[૨૦] વધુમાં જે ઉમેદવારો યુરોપ અને એશિયામાં અભ્યાસ કરે છે તેમને આ પ્રોગ્રામનો અમુક ભાગ યુનાઈટેડ સ્ટેટ્સમાં પૂર્ણ કરવાનો વિકલ્પ મળે છે (ઈન્સીડ (INSEAD) અને વોર્ટન સ્કૂલ વચ્ચે જોડાણ હોવાથી દરેક સંસ્થાના એમબીએ ઉમેદવારો એકબીજાની સંસ્થામાં અભ્યાસ કરી શકે છે). વર્ષ 2007ની શરૂઆતમાં અબુ ધાબીમાં ઈન્સીડ (INSEAD) સેન્ટરનો પ્રારંભ થયો હતો, જેમાં ઓપન એનરોલમેન્ટ એક્ઝિક્યુટીવ એજ્યુકેશન ઉપલબ્ધ કરાવાય છે.જાન્યુઆરી 2010માં ઈન્સીડ (INSEAD) અબુ ધાબીમાં નવું સંકુલ શરૂ કરશે.[૨૧]

પ્રવેશ પ્રક્રિયા

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) એમબીએ (MBA) પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવો ઘણો સ્પર્ધાત્મક છે. ઉમેદવારો સામાન્યપણે પાંચ વર્ષથી વધારે કામકાજનો અનુભવ ધરાવતા હોય છે, કામ અને વ્યક્તિગત અનુભવોના આધારે બહુસાંસ્કૃતિક વાતચીત કરી શકતા હોય છે, વધારે ભાષામાં વાત કરી શકતા હોય છે. પ્રવેશ સમિતિ શ્રેષ્ઠ શૈક્ષણિક દેખાવ, કારકીર્દિમાં પ્રગતિ, આંતરવ્યક્તિગત આવડતો અને નેતૃત્વ સક્ષમતા જેવી બધી જ બાબતોને ધ્યાનમાં લે છે.[૨૨]

દરેક ઉમેદવાર સ્નાતક પદવી કે તેની સમકક્ષ પદવી ફરજિયાત ધરાવતો હોવો જોઈએ, અંગ્રેજી ભાષામાં સારી કુશળતા હોવી જોઈએ અને તેમના કિસ્સાને મદદરૂપ થતા વિગતવાર નિબંધો સાથે તેમને લંબાણપૂર્વકની અરજી આપવી જરૂરી છે, એક પ્રોફાઈલ, બે ભલામણ પત્રો, અધિકૃત વિદ્વતા લખાણ, તેમની ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ પ્રવેશ પરીક્ષા (GMAT) ગુણ, તેમની સંકલનતાનું નિવેદન અને પીટીઈ (PTE)એકેડેમિક, ટીઓઈઆઈસી (TOEIC), ટીઓઈએફએલ (TOEFL), આઈઈએલટીએસ (IELTS) અથવા અંગ્રેજીમાં કૌશલ્યતાનું પ્રમાણપત્ર (સીપીઈ (CPE)) ગુણ (અંગ્રેજી માતૃભાષા ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે) અથવા પ્રવેશ ભાષા પ્રમાણતા (જેમની માતૃભાષા અંગ્રેજી હોય તેમના માટે) જરૂરી છે. એમબીએ (MBA) ઉમેદવારોના સરેરાશ જીએમએટી (GMAT) ગુણ છેલ્લા પાંચ વર્ષમાં સતત 700થી વધુ (90 ટકા) હોવા જોઈએ.[૨૩]

પ્રવેશ સમિતિ દ્વારા થતી સ્ક્રિનિંગ પ્રક્રિયામાં જે વિદ્યાર્થીઓ પ્રારંભિક તબક્કામાંથી પાસ થઈ જાય તેમને પોતે રહેતા હોય તે દેશમાં ઈન્સીડ (INSEAD) એમબીએના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે.[૨૨] સ્નાતક થતી વખતે વિદ્યાર્થીને ઓછામાં ઓછી ત્રણ ભાષા આવડતી હોવી જરૂરી છે.[૨૪]

આર્થિક મદદ

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનો દ્વારા અને બિન-સંબંધિત સંગઠનો દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવે છે.

એમબીએ (MBA) પછીની કારકીર્દિ

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD)ને પ્રમાણિત શૈક્ષણિક કુશળતા અને મજબૂત પ્રબંધન સક્ષમતા ધરાવનાર ઉમેદવારોના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે. ઈન્સીડ (INSEAD) કારકીર્દિ સેવાઓની ટીમ[૨૫] ઈન્સીડ (INSEAD) એમબીએ અને ઉમેદવારોને નોકરીએ રાખવા ઈચ્છતી કંપનીઓને મદદ કરે છે. દરેક વર્ષે કર્મચારી ભરતીના સત્રમાં અંદાજે ૧૨૦ કંપનીઓ/પેઢીઓ યુરોપ અને એશિયાનાં સંકુલોની મુલાકાત લે છે. કારકીર્દિ સેવાઓ બંને સંકુલોમાં કંપનીઓના પ્રેઝન્ટેશન અને દ્વીવાર્ષિક કારકીર્દિ મેળાનું આયોજન કરે છે, પોતાના આંતરિક પ્લેટફોર્મ કેરિયરલિંક પર નોકરીઓના સ્ત્રોત ઉભા કરે છે અને દરેક સ્નાતક વર્ગના સીવીની પુસ્તિકા પ્રકાશિત કરે છે.

વર્ષ 2009માં એમબીએ (MBA) ઉમેદવારોના મુખ્ય એમ્પ્લોયર (નોકરીદાતાઓ) અને નોકરી પર રાખવામાં આવેલા સ્નાતકોની સંખ્યા મેકકિન્સે એન્ડ કંપની (78), બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (44), બેઈન એન્ડ કંપની (43), બૂઝ એન્ડ કંપની (23), સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક (15), એ.ટી.કેર્ને (11), રોનાલ્ડ બેર્ગર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સ (8), ગૂગલ (7) છે.[૨૬]

ઈન્સીડ (INSEAD)એ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ અને કેલ્લોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાથે આદાનપ્રદાનની સમજૂતી કરેલી છે જેથી તેઓ એકબીજાને કારકીર્દિની સેવાઓ આપી શકે. આ ચારેય સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નોકરીની તકો માટે એકબીજાના ડેટાબેઝનો ઉપયોગ કરી શકે છે. [૧૩]

ઈન્સીડ (INSEAD) વિશ્વની અન્ય અગ્રણી શાળાઓની સાથે એમબીએ ગ્લોબલ કેરિયર ફોરમ (એમબીએ વૈશ્વિક કારકીર્દિ ચર્ચામંચ)માં પણ ભાગ લે છે.[૨૭]

ઈન્સીડ (INSEAD) એમબીએ (MBA) ક્લબ્સ

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) એમબીએ (MBA) વિદ્યાર્થી ક્લબ્સ નીચે મુજબ છેઃ

ગ્લોબલ લીડર સીરિઝ

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD)ના એમબીએ (MBA) પ્રોગ્રામ ઉમેદવારો દ્વારા વૈશ્વિક નિગમોના સીઈઓ (CEO) અને અન્ય વ્યવસાયિક કે વિશ્વના નેતાઓને ઈન્સીડ (INSEAD) એમબીએ (MBA) પ્રોગ્રામમાં લાવવા માટે ગ્લોબલ લીડર સીરિઝનું આયોજન કરવામાં આવે છે.

ઈન્સીડ (INSEAD) પ્રાઈવેટ ઈક્વીટી ક્લબ

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD)ના સંકુલોમાં ખૂબ જ પ્રતિષ્ઠિત ક્લબ્સ પૈકી એક આઈપીઈસી (IPEC) છે. તેઓ વાર્ષિક ઈન્સીડ (INSEAD) પ્રાઈવેટ ઈક્વીટી પરિષદનું આયોજન કરે છે – જે ઔદ્યોગિક વિકાસ માટે ચર્ચા કરવા એક ચર્ચામંચ પુરો પાડે છે તેમજ નેટવર્કિંગની તકો પણ આપે છે. 2003થી, ઈન્સીડ (INSEAD) પ્રાઈવેટ ઈક્વીટી પરિષદ યુરોપમાં શૈક્ષણિક સંસ્થાનના યજમાનપદે યોજાતી સૌથી વિશાળ અને સૌથી સફળ પ્રાઈવેટ ઈક્વીટી અને વેન્ચર કેપિટલ ઈવેન્ટ (કાર્યક્મ) છે.

ઈન્ડેવર (INDEVOR)

ફેરફાર કરો

1993માં સ્થપાયેલી ઈન્ડેવર (INDEVOR) ક્લબ ઈન્સીડ (INSEAD)ની સૌથી મોટી એમબીએ (MBA) વિદ્યાર્થી ક્લબ છે. સમાજમાં વ્યાપારની ભૂમિકાના પરીક્ષણ માટે ઈન્ડેવર (INDEVOR) એક ચર્ચામંચ પુરો પાડે છે. મૂળ સ્પષ્ટપણે આંતરરાષ્ટ્રીય વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાના આશય સાથે શરૂ થયેલી ઈન્ડેવર (INDEVOR) ક્લબે છેલ્લા કેટલાક વર્ષોમાં સામાજિક અસરની છત્રમાં અસર કરી શકતા તમામ ક્ષેત્રોમાં (સીએસઆર (CSR), પરોપકાર, સ્થિરતા, માઈક્રોફાઈનાન્સ વગેરે) પોતાનું ધ્યાન સ્થળાંતરિત કર્યું છે. [૨૮]

ઈન્સીડ (INSEAD) એનર્જી ક્લબ

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) એનર્જી ક્લબ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિનએ વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણ ક્ષેત્રે કુશળતા, વિચારો, સંબંધો અને તકોનું એક નેટવર્ક છે. તેઓ જળવાયુ પરિવર્તન, ઊર્જાના વધતા વપરાશ અને ઊર્જા અસુરક્ષા જેવા મુદ્દે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમુદાયને પ્રતિભાવ આપે છે.

આ ક્લબ કોર્પોરેટ સામાજિક જવાબદારીને ગંભીરતાપૂર્વક લે છે, અને ઈન્ડેવર (INDEVOR) તેમજ ધ ઈન્સીડ (INSEAD) સોશિયલ ઈનોવેશન સેન્ટર સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૧ ના રોજ વેબેક મશિન તરીકે ઓળખાતી ઈન્સીડ (INSEAD) આંતરરાષ્ટ્રીય વિકાસ ક્લબ સાથે સહકારથી સ્થિરતા સંબંધિત મુદ્દાઓને પ્રોત્સાહન આપે છે.

આઉટસીડ (OUTSEAD)

ફેરફાર કરો

આઉટસીડ (OUTSEAD) ઈન્સીડ (INSEAD)માં લેસબિયન, ગે અને બાયસેક્સ્યુઅલ સમુદાયને સમાવે છે. આઉટસીડ (OUTSEAD)નો મૂળ ઉદ્દેશ રાષ્ટ્રીય અને જાતિય રેખાઓ વચ્ચે ભેદભાવ દર્શાવવાના બદલે વૈવિધ્યતાના પવિત્ર દ્રષ્ટીકોણને રજૂ કરવાનો છે.

આઉટસીડ (OUTSEAD) લઘુમતિઓની જાગૃતિના મુદ્દાઓ ઉઠાવે છે અને ગે તેમજ બિન-ગે વ્યવસાયિકોને વ્યક્તિગત તેમજ વ્યવસાયિક વૃદ્ધિની તકો આપે છે તેમજ જે લોકો ભાગ લેવા માંગતા હોય તેવા તમામનું સામાજિક નેટવર્ક ઉપલબ્ધ કરાવે છે.

ઈન્સીડ (INSEAD) એન્ટપ્રેનિયોરશીપ ક્લબ

ફેરફાર કરો

આ ક્લબ એમબીએ (MBA) વિદ્યાર્થીઓનું સંગઠન છે જેઓ ઉદ્યોગોને લગતા વિચારો અને અનુભવોનુ આદાનપ્રદાન કરે છે તેમજ નેટવર્કની તકો ઉભી કરે છે અને એકબીજાને ઔદ્યોગિક સ્ત્રોતો પુરા પાડે છે. ઉદ્યમશીલતામાં જોડાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પ્રારંભિક તબક્કાના ફાઈનાન્સિંગ વચ્ચે માર્ગ તૈયાર કરવાનું કામ પણ તે કરે છે.

ઈન્સીડ (INSEAD) વૂમન ઈન બિઝનેસ ક્લબ

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) વૂમન ઈન બિઝનેસક્લબ એવુ સંગઠન છે જે બિઝનેસ અગ્રણીઓમાં મહિલાઓની ભૂમિકામાં જેમને રસ હોય તેવા એમબીએ (MBA) વિદ્યાર્થીઓમાં જોડાણ અને સમુદાય રચવાનું કામ કરે છે. આ ક્લબનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને રોલ મોડેલ પુરા પાડવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બિઝનેસવૂમન સાથે નેટવર્કિંગ ઉપલબ્ધ કરાવવાનો; વ્યવસાયમાં મહિલાઓને વ્યવસાયિક, શૈક્ષણિક અને સામાજિક હિતોમાં સહકાર આપવાનો; તમામ વિદ્યાર્થીઓને આદર અને સહિષ્ણુતાના વાતાવરણને પ્રોત્સાહન આપી ઈન્સીડ (INSEAD)ની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો; અને ઈન્સીડ (INSEAD)ના પ્રોગ્રામોમાં વધુ લાયકાત ધરાવતી મહિલાઓને આકર્ષવાનો છે.

પીએચડી (PhD)

ફેરફાર કરો

મેનેજમેન્ટમાં પીએચડી (PhD)

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD)ના મેનેજમેન્ટમાં પીએચડી (PhD) પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને બિઝનેસ સંશોધનમાં અગ્રસ્થાને રહી શકે તેમજ વ્યવસાયના જ્ઞાનનો મેનેજરો અને સંગઠનો સુધી પ્રસાર કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવે છે.

આ પ્રોગ્રામમાં સંશોધન મામલે બહુક્ષેત્રિય અભિગમ પર ભાર મુકવામાં આવે છે જે વ્યવસાયના વિષયોમાં સીમાઓના બંધનો પાર કરે છે. આ વિષયોમાં વિશેષ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે: ડિસિઝન સાયન્સ સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૨ ના રોજ વેબેક મશિન, ફાઈનાન્સ સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન, માર્કેટિંગ સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૯ ના રોજ વેબેક મશિન, સંગઠનાત્મક વર્તન સંગ્રહિત ૨૦૧૦-૦૭-૧૩ ના રોજ વેબેક મશિન, વ્યૂહરચના સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૯ ના રોજ વેબેક મશિન તેમજ ટેકનોલોજી અને ઓપરેશન્સ મેનેજમેન્ટ સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૦ ના રોજ વેબેક મશિન.[૨૯]

ઈન્સીડ (INSEAD) પીએચડી (PhD)ના વિદ્યાર્થીઓ, તેમના અભ્યાસ દરમિયાન, સંશોધન, શૈક્ષણિક જર્નલોના પ્રકાશન અને પોતાની વિશેષતાના ક્ષેત્રે પ્રદર્શનની કામગીરીમાં સક્રિય રહે છે. સ્નાતકોને સમગ્ર વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક હોદ્દાઓ ઓફર કરવામાં આવ્યા છે.[૩૦]

પ્રવેશ પ્રક્રિયા

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD)ના પીએચડી (PhD) પ્રોગ્રામમાં પ્રવેશ ઘણો સ્પર્ધાત્મક છે અને માત્ર 5% ટકાથી ઓછા વિદ્યાર્થીઓ જ પ્રવેશની ઓફર મેળવી શકે છે.[૩૧] અરજીકર્તા પાસે ફરજિયાતપણે યુનિવર્સિટી કક્ષાની પદવી અને અંગ્રેજીમાં કામનું જ્ઞાન હોવું જરૂરી છે.[૩૧] અન્ડર ગ્રેજ્યુએટ(સ્નાતકનો અભ્યાસ ચાલુ હોય તેવા) સ્તરે અભ્યાસના ક્ષેત્રોમાં કોઈ વિશેષ જરૂરિયાત હોતી નથી.[૩૧] ગણિતમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાં પ્રવેશ મેળવતા પહેલા જરૂરી ગણિતકામ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રવેશ માટે જીએમએટી (GMAT) અથવા જીઆરઈ (GRE) જરૂરી છે. જીએમએટી (GMAT) ના સરેરાશ ગુણ 726 છે અને જીઆરઈ (GRE) ના માત્રાત્મક ગુણ 800 અસામાન્ય નથી.[૩૨] જે અરજીકર્તાઓની માતૃભાષા અંગ્રેજી નથી તેમણે જે પણ યુનિવર્સિટીમાં પદવી મેળવી હોય ત્યાં અંગ્રેજીમાં અભ્યાસ કરાવવામાં આવતો હોવા છતાં ટોફેલ (TOEFL)ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે.[૩૧]

સંશોધન, શિક્ષણ અને જ્ઞાન

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) સંશોધન કેન્દ્રો (ઉત્કૃષ્ટતા કેન્દ્રો)

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) વિવિધ વ્યવસાય અને ભૌગોલિક ક્ષેત્રોમાં સંશોધન માટે 17 સંશોધન કેન્દ્રો સંગ્રહિત ૨૦૧૦-૦૮-૦૫ ના રોજ વેબેક મશિન ધરાવે છે. સંશોધન કેન્દ્રોમાં અહીં દર્શાવેલા કેન્દ્નોનો સમાવેશ થાય છે: 3i વેન્ચરલેબ, અબુ ધાબી ખાતે આવેલ ઈન્સીડ (INSEAD)નું સામાજિક નવીન્યતા કેન્દ્ર જે એક્ઝિક્યુટીવ શિક્ષણ અને સંશોધન માટે છે, એશિયા પેસિફિક ઈન્સ્ટિટ્યુટ ઓફ ફાઈનાન્સ, ઈન્સીડ (INSEAD) બ્લુ ઓસિયન સ્ટ્રેટેજી ઈન્સ્ટિટ્યુટ, ઈન્સીડ (INSEAD)-વોર્ટન સેન્ટર ફો ગ્લોબલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન, યૂરો-એશિયા કમ્પેરટિવ રિસર્ચ સેન્ટર અને સેન્ટર ફોર ડિસિઝન મેકિંગ એન્ડ રિસ્ક એનાલિસિસ.

ઈન્સીડ (INSEAD) જ્ઞાન

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) જ્ઞાન વેબ પોર્ટલ પર ફેકલ્ટીઓના સંશોધનો, સાથે લેખો અને પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ (ઓડિયો અને વીડિયો). આપેલા હોય છે. તેમાં વ્યાપાર જગતના અગ્રણીઓ સાથેનાં ઈન્ટરવ્યૂ પણ રજૂ કરાય છે.

ઈન્સીડ (INSEAD) પુસ્તકાલયો

ફેરફાર કરો

યુરોપના સંકુલમાં ડોરિયોટ પુસ્તકાલય અને સિંગાપોર સંકુલમાં ટેનોટો પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે 24 કલાક ખુલ્લુ રહે છે અને તેમાં લગભગ 60,000 પુસ્તકો તેમજ 10,000 સામયિકો રાખવામાં આવે છે, વધુમાં ઈલેક્ટ્રોનિસ સ્ત્રોતો અને પુસ્તકોનો સંગ્રહ, કેસો, થિસિસ (શોધપત્રો), ઈન્સીડ (INSEAD)ના પ્રોફેસરો, પીએચડી (PhD)ના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પ્રકાશિત લેખો અને કામકાજના પેપરો રાખવામાં આવે છે.

શિક્ષણ પદ્ધતિઓ

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD)માં શિક્ષણ પદ્ધતિમાં કેસ સ્ટડીઝ, લેક્ચર, ઉમેદવારોમાં આંતરિક શિક્ષણ, ટ્યુટોરિયલ, ગ્રુપ કામગીરી, સિમ્યૂલેશન અને રોલ-પ્લેનો સમાવેશ કરવામાં આવે છે.

ઈન્સીડ (INSEAD) કેસ સ્ટડીઝ

ફેરફાર કરો

વર્ગખંડોમાં કેસ પદ્ધતિને વ્યાપકપણે શિક્ષણ પદ્ધતિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઈન્સીડ (INSEAD)ના પ્રોફેસરો દ્વારા લખાયેલા બિઝનેસ કેસ સ્ટડીઝ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના કેસ સ્ટડીઝ બાદ વિશ્વમાં બિઝનેસ સ્કૂલોના વર્ગખંડોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બીજા ક્રમના કેસ સ્ટડીઝ છે.[૩૩]

ઈન્સીડ (INSEAD) દ્વારા તૈયાર કરાયેલા બિઝનેસ કેસોને સંખ્યાબંધ પુરસ્કારો મળ્યા છે[૩૩], કેસ અભ્યાસ ગૃહોમાં તેને ઉપલબ્ધ કરાવાય છે અને અન્ય સંખ્યાબંધ બિઝનેસ સ્કૂલો દ્વારા ઉપયોગમાં લેવાય છે.

બિઝનેસ સિમ્યુલેશન રમતો

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD) દ્વારા બિઝનેસ સિમ્યુલેશન રમતોનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. તે પૈકી સંખ્યાબંધ રમતો ઈન્સીડ (INSEAD)ના ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ રમતો અન્ય બિઝનેસ સ્કૂલ દ્વારા પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

ઈન્સીડ (INSEAD)ના ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી[૩૪] અન્ય બિઝનેસ સ્કૂલ દ્વારા પણ ઉપયોગમાં લેવાતી રમતોના ઉદાહરણો અહીં આપવામાં આવ્યા છેઃ

  • ધ ઈઆઈએસ (EIS) સિમ્યુલેશન (મેનેજમેન્ટ પરિવર્તન)
  • ફોરાડ (FORAD) (ફાઈનાન્સ)
  • ઈન્ડુસ્ટાર્ટ (INDUSTART) (માર્કેટિંગ)
  • માર્કસ્ટ્રેટ (Markstrat) (માર્કેટિંગ)

શિક્ષણમાં નાવીન્યતા

ફેરફાર કરો

ઈન્સીડ (INSEAD)માં નાવીન્યતાસભર શિક્ષણ અભિગમને સમાવી લેવા માટે સંખ્યાબંધ સંશોધનો અને પગલાંઓ હાથ ધરવામાં આવ્યા છે.

ચોક્કસ કેન્દ્રોમાં શિક્ષણની ટેકનોલોજીમાં હાથ ધરાયેલા સંશોધનો અને અભિગમો અહીં દર્શાવ્યા મુજબ છેઃ

  • ઈન્સીડ (INSEAD) કલ્ટ (CALT) (આધુનિક શિક્ષણ ટેકનોલોજીનું કેન્દ્ર)[૩૫]. ઈન્સીડ (INSEAD) કલ્ટ (CALT) સંખ્યાબંધ સંશોધન પ્રોજેક્ટમાં સંકળાયેલ છે અને ચોક્કસ પ્રોજેક્ટોને બિઝનેસ સિમ્યુલેશ અથવા શિક્ષણ સમુદાયો જેવા અભિગમો સાથેના યુરોપીયન કમિશનના સંશોધન પ્રોગ્રામો દ્વારા ભંડોળ પુરુ પાડવામાં આવે છે.
  • ઈન્સીડ (INSEAD) લર્નિંગ ઈનોવેશન સેન્ટર[૩૬]. ઈન્સીડ (INSEAD)ના પ્રોગ્રામોની ડિઝાઈન અને ડિલિવરીમાં પ્રબંધન નાવીન્યતા માટે ઈન્સીડ (INSEAD) લર્નિંગ ઈનોવેશન સેન્ટરને ભંડોળ અપાયુ હતું. ઉદાહરણ તરીકે જોઈએ તો, ઈન્સીડ (INSEAD) લર્નિંગ ઈનોવેશેન દ્વારા સેકન્ડ લાઈફ વર્ચ્યુઅલ વર્લ્ડ (બીજુ જીવન પરોક્ષ વિશ્વ)નો શૈક્ષણિક ટૂલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.[૩૭]
  • ઈન્સીડ (INSEAD) ઈલેબ (eLab)[૩૮]. ઈન્સીડ (INSEAD) ઈલેબ (eLab) એક એવું છત્ર પ્રકારનું માળખું છે, જેમાં ઈન્સીડ (INSEAD) ખાતે હાથ ધરાતા સંશોધનો અને શિક્ષણ સંબંધતિ પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવે છે. ઈન્સીડ (INSEAD) ઈલેબ ચોક્કસપણે મૂલ્યોની રચનાની વધુ ઊંડી સમજણ અને ડિઝિટલ આર્થિક જગ્યાઓમાં સ્પર્ધાત્મક લાભો લેવા પર ખાસ ધ્યાન આપે છે. તાજેતરના કામનું ઉદાહરણ જોઈએ તો: નવા મીડિયા અને વેબ 2.0 પ્લેટફોર્મ જેમકે વિકિસ (wikis) અને સોશિયલ નેટવર્કિંગ સેવાઓ જેવી કે બ્લોગ, ફેસબૂક, ટ્વીટર અને યુટ્યૂબ (YouTube)ની વ્યવસાય અને સરકાર પર અસર(Fraser & Dutta 2008). અન્ય પ્રોજેક્ટોમાં જીઆઈટીઆર (GITR) (વૈશ્વિક માહિતી ટેકનોલોજી અહેવાલ)[૩૯], જીઆઈઆઈ (GII) (વૈશ્વિક નાવીન્યતા યાદી)[૪૦] અને ઈનોવાલેટિનો (INNOVAlatino) નો સમાવેશ થાય છે. તાજેતરમાં વિકસાવાયેલી કેટલીક પદ્ધતિઓમાં ‘3ક્યૂ (3Q) મોડેલ ઓફ સીઆઈઓ (CIO) લીડરશીપ’ અને ‘ઈનોવેશન રેડીનેસ મોડેલ’નો સમાવેશ થાય છે. વાર્ષિક અહેવાલ 2008-09[૪૧] જાહેર થઈ ગયો છે.

ઈન્સીડ (INSEAD) રાષ્ટ્રીય સલાહકેન્દ્રો

ફેરફાર કરો

બોર્ડ સ્તરના કાર્યકારીઓના કુલ 400થી વધારે રાષ્ટ્રીય સલાહકાર સભ્યો અને 25 રાષ્ટ્રીય સલાહકેન્દ્રો છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ

ફેરફાર કરો
આ પણ જુઓ Category:Alumni of INSEAD

ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન

ફેરફાર કરો

1961માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનની સ્થાપના થઈ, અને 160 દેશોમાં વૈશ્વિક ઈન્સીડ (INSEAD) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સેવાઓ પુરી પાડવા માટે ઈન્સીડ (INSEAD) સાથે નીકટની ભાગીદારીથી કામ કરે છે.[૪૨] સંખ્યાબંધ લોકો ઈન્સીડ આંતરરાષ્ટ્રીય ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સભ્યો છે, જે 43 રાષ્ટ્રીય ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનો ધરાવે છે.[૪૩]

ભૂતપૂર્વ વિદ્યાર્થી ક્લબો અને જૂથો

ફેરફાર કરો

રાષ્ટ્રીય સંગઠનો ઉપરાંત, ઈન્સીડ (INSEAD) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ક્લબો અને જૂથોની પણ રચના કરી છે જે અમુક ચોક્કસ ઉદ્યોગક્ષેત્ર કે પ્રવૃત્તિને સમર્પિત હોય છે. તેમાં એનર્જી ક્લબ[હંમેશ માટે મૃત કડી], ધ ઈન્સીડ (INSEAD) હેલ્થકેર એલ્યુમનિ નેટવર્ક અને ધ સેલમેન્ડર ગોલ્ફ સોસાયટી[હંમેશ માટે મૃત કડી]નો સમાવેશ થાય છે.

હાલના અને ભૂતપૂર્વ નોંધપાત્ર ફેકલ્ટીઓ

ફેરફાર કરો
જૂઓ Category:INSEAD faculty

આ પણ જુઓ

ફેરફાર કરો
  • બ્લૂ ઓસિયન સ્ટ્રેટેજી – ઈન્સીડ (INSEAD)ના ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક અને વ્યૂહરચના પરિકલ્પના
  • બિઝનેસ સ્કૂલ
  • એમબીએ (MBA)
  • એક્ઝિક્યુટીવ શિક્ષણ
  • મેનેજમેન્ટ સાયન્સ
  • મેનેજમેન્ટમાં પીએચડી (PhD)

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Ilian Mihov appointed Dean of INSEAD". MBA Today. મૂળ માંથી 2014-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-03.
  2. ધ ઈન્ડિપેન્ડેન્ટ - એ-ઝેડ બિઝનેસ સ્કૂલો - ઈન્સીડ (INSEAD)
  3. http://www.insead.edu/discover_insead/who_we_are/index.cfm સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૩ ના રોજ વેબેક મશિન ઈન્સીડને શોધો
  4. એફ1જીએમએટી (F1GMAT) - ઈન્સીડ (INSEAD)
  5. "ક્યૂએસ ટોપએમબીએ (QSTOPMBA) - ઈન્સીડ (INSEAD)". મૂળ માંથી 2010-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  6. http://www.forbes.com/2009/08/05/best‐business‐schools‐09‐leadership‐careers_land.html[હંમેશ માટે મૃત કડી]
  7. "એફટી એમબીએ (FT MBA) રેન્કિંગ 2010 - ઈન્સીડ (INSEAD)". મૂળ માંથી 2010-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  8. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-01-20 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  10. http://www.businessweek.com/bschools/content/nov2010/bs2010119_517831.htm
  11. "ધ ઈન્સીડ (INSEAD)-વોર્ટન જોડાણ". મૂળ માંથી 2011-03-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  12. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-09-11 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  13. ૧૩.૦ ૧૩.૧ "ઈન્સીડ (INSEAD)ની વેબસાઈટ પર કારકીર્દિ સેવાઓ". મૂળ માંથી 2010-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  14. "ઈન્સીડ (INSEAD) - ઈન્સીડ (INSEAD)ને શોધો - અમારુ મિશન અને મૂલ્યો". મૂળ માંથી 2010-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  15. "ફોન્ટેઈનેબ્લેઉના જંગલો". મૂળ માંથી 2008-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  16. ઈન્સીડ (INSEAD): આંતરસ્ફૂર્ણાથી સ્થાપના સુધી (Barsoux 2000)
  17. ઈન્સીડ (INSEAD) - એક્ઝિક્યુટીવ શિક્ષણ
  18. "ઈન્સીડ (INSEAD)ની અધિકૃત વેબસાઈટનું ક્લાસ પ્રોફાઈલ પેજ". મૂળ માંથી 2009-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  19. "ઈન્સીડ (INSEAD) - એમબીએ (Mba) - ફેગ્સ (Fags)". મૂળ માંથી 2008-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  20. "ઈન્સીડ (INSEAD)ની અધિકૃત વેબસાઈટ પર એમબીએ (MBA) 2007ની પુસ્તિકા" (PDF). મૂળ (PDF) માંથી 2007-03-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  21. એમબીએ (MBA) ચેનલ: "ઈન્સીડ (INSEAD) માટે ત્રીજુ સંકુલ", 10.16.2009
  22. ૨૨.૦ ૨૨.૧ "ઈન્સીડ (INSEAD) - એમબીએ (MBA) - પ્રવેશ માટેની જરૂરિયાતો". મૂળ માંથી 2009-10-04 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  23. બ્લૂમ્બર્ગ બિઝનેસ વિકઃ ઈન્સીડ (INSEAD) ફૂલ-ટાઈમ એમબીએ (MBA) પ્રોફાઈલ
  24. http://mba.insead.edu/admissions/languages.cfm સંગ્રહિત ૨૦૧૦-૦૮-૦૫ ના રોજ વેબેક મશિન ઈન્સીડ (INSEAD) એમબીએ (MBA) ભાષા નીતિ
  25. "ઈન્સીડ (INSEAD) - એમબીએ (MBA) - કારકીર્દિ ટીમ". મૂળ માંથી 2009-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  26. "ઈન્સીડ (INSEAD)ની અધિકૃત વેબસાઈટ પર કારકીર્દિ અહેવાલ". મૂળ માંથી 2009-06-09 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  27. "એમબીએ (MBA)ના વૈશ્વિક કારકીર્દિ ચર્ચામંચની વેબસાઈટ". મૂળ માંથી 2019-08-02 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-09.
  28. "ઈન્ડેવર ક્લબ વેબસાઈટમાં આપનું સ્વાગત છે". મૂળ માંથી 2009-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  29. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  30. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  31. ૩૧.૦ ૩૧.૧ ૩૧.૨ ૩૧.૩ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2010-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  32. "ઈન્સીડ (INSEAD) પીએચડી (PhD) પ્રવેશ માટે એફએક્યૂ (FAQ) (વારંવાર પુછાતા પ્રશ્નો)" (PDF). મૂળ (PDF) માંથી 2010-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  33. ૩૩.૦ ૩૩.૧ "૨૦૦૮ યુરોપીયન કેસ પુરસ્કારો". મૂળ માંથી 2008-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  34. "ઈન્સીડ (INSEAD) સિમ્યુલેશન્સ". મૂળ માંથી 2012-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  35. ઈન્સીડ (INSEAD) કલ્ટ સંગ્રહિત ૨૦૦૧-૦૭-૨૦ ના રોજ વેબેક મશિન (CALT) (આધુનિક શિક્ષણ ટેકનોલોજીનું કેન્દ્ર)
  36. "ઈન્સીડ (INSEAD) શિક્ષણ નાવીન્યતા કેન્દ્ર". મૂળ માંથી 2016-03-13 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  37. Murray, Sarah (October 27, 2008). "Technology: Networking widens EMBA net". the Financial Times (FT.com).CS1 maint: ref=harv (link)
  38. "ઈન્સીડ (INSEAD) ઈલેબ". મૂળ માંથી 2010-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  39. ઈન્સીડ (INSEAD),ઈલેબ જીઆઈટીઆર (GITR) (વૈશ્વિક ઈન્ફોર્મેશન ટેકનોલોજી અહેવાલ)
  40. ઈન્સીડ (INSEAD), ઈલેબ જીઆઈઆઈ (GII) (વૈશ્વિક નાવીન્યતા યાદી)
  41. ઈન્સીડ (INSEAD), ઈલેબ સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન (વાર્ષિક અહેવાલ)
  42. "ઈન્સીડ (INSEAD) - ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ - વૈશ્વિક ભૂતપૂર્વ વિદ્યાર્થી નેટવર્ક". મૂળ માંથી 2010-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.
  43. "ઈન્સીડ (INSEAD) વૈશ્વિક ભૂતપૂર્વ વિદ્યાર્થી નેટવર્ક". મૂળ માંથી 2007-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-07.

શૈક્ષણિક સંદર્ભો (ઈન્સીડ (INSEAD)ના વિદ્વાનોના પ્રકાશનો)

ફેરફાર કરો

પરચૂરણો

ફેરફાર કરો

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો