ઉત્પત્તિ (અંગ્રેજી: Book of Genesis) એ હિબ્રૂ બાઇબલના જૂના કરારનું પ્રથમ પ્રકરણ અથવા પ્રથમ પુસ્તક છે. તે કુલ ૫૦ અધ્યાય (chapter) ધરાવે છે. આ પુસ્તકમા ઈશ્વર દ્વારા સૃષ્ટિના સર્જનની, આદમ અને હવાના સર્જનની અને તેમના વંશજોની વિગત આપવામાં આવી છે.

પુરુષનું સર્જન, એફ્રાઇમ મોસેસ લિલિયનનું ચિત્ર, ૧૯૦૩

ટૂંકસાર

ફેરફાર કરો

ઈશ્વરે છ દિવસમાં વિશ્વનું સર્જન કર્યુ અને સાતમા દિવસને વિશ્રામવાર જાહેર કર્યો. પહેલા ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, જળનિધિ પર ઈશ્વરનો આત્મા હાલતો થયો. પ્રથમ દિવસે ઈશ્વરના શબ્દથી અજવાળું-અંધારું અને સાંજ-સવાર થયા. બીજા દિવસે ઈશ્વરના શબ્દથી અંતરિક્ષ-આકાશ અસ્તિત્વમાં આવ્યું. ત્રીજા દિવસે ઈશ્વરની આજ્ઞાથી કોરી ભૂમી અને સમુદ્રો રચાયા. પૃથ્વી પર ઘાસ, શાક અને ફળવૃક્ષો પણ તે જ દિવસે ઈશ્વરે ઉત્પન્ન કર્યા. ચોથા દિવસે ઈશ્વરે સૂર્ય - ચન્દ્ર બનાવ્યા અને ઋતુઓ ચાલુ થઈ. પાંચમા દિવસે ઈશ્વરના શબ્દથી પાણીમાં અનેક જાતનાં જીવજંતુઓ ઉત્પન્ન થયાં. આકાશમાં જાતજાતનાં પંખીઓ ઊડવા લાગ્યાં. છઠ્ઠા દિવસે ઈશ્વરે પેટે ચાલનારા પ્રાણીઓનુ સર્જન કર્યું. આ બધા પર અમલ ચલાવવા અને તેનો ઉપયોગ કરવા માટે, ઈશ્વરે પોતાના જેવું જ સ્વરૂપ ધરાવતો માણસ માટીમાંથી બનાવ્યો અને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંકી તેને જીવીત કર્યો. સાતમા દિવસે બધું કાર્ય પૂરૂ કરી ઇશ્વરે તે દિવસને વિશ્રામવાર જાહેર કર્યો. સમય જતા ઈશ્વરે નરની પાંસળીમાંથી નારી બનાવી. તેઓ આદમ અને હવા તરીકે ઓળખાયા. એક વાર હવાએ દેવે મનાઇ કરેલા વૃક્ષનું ફળ તોડીને ખાધું અને પોતાના પતિ આદમને પણ આપ્યું. આથી, ઈશ્વરે તે બંનેને શ્રાપ આપીને પૃથ્વી પર મોકલી દીધા.[]

  1. અધ્વર્યુ, રતિલાલ (૧૯૭૧). બાઇબલ શું કહે છે?. અમદાવાદ. પૃષ્ઠ ૯-૧૦.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો