ઉદય મજમુદાર
ઉદય મજમુદાર (Udai Mazumdar) (હિન્દી: उदय मज़ूमदार), (જન્મ માર્ચ ૨૮, ૧૯૭૦) એક ભારતીય તબલાવાદક,[૧] સંગીત નિર્માતા અને સંગીતકાર છે.
ઉદય મજમુદાર | |
---|---|
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ |
મૂળ | ભારત |
શૈલી | ભારતીય શાસ્ત્રીય સંગીત |
વ્યવસાયો | સંગીતકાર અને સંગીતનિર્માતા |
વાદ્યો | તબલા |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોઉદયનો જન્મ અલ્હાબાદ ખાતે થયો હતો અને સાત વર્ષની ઉંમરે તબલાવાદન અને હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયન શીખવાનું શરૂ કર્યું હતું. ૧૯૮૧ના વર્ષમાં, તેઓ વધુ તાલીમ માટે કવિરાજ આશુતોષ ભટ્ટાચાર્યના શિષ્ય બન્યા. ૧૯૮૮ના વર્ષમાં, વધુ સંગીત જ્ઞાન માટે તેઓ દિલ્હી ગયા અને ભારત રત્ન વિજેતા સિતારવાદક પંડિત રવિ શંકરના શિષ્ય બન્યા. તેઓ ઉસ્તાદ સાથે રહી શીખવાની વર્ષો જૂની પરંપરા "ગુરુ શિષ્ય પરંપરા" મુજબ સાથે રહી શીખતા હતા.
કારકિર્દી
ફેરફાર કરોઉદય મજમુદાર દ્વારા બ્રિટન અને સ્વીડનના રાજવી પરિવારો માટે સંગીત-સમારોહ કરવામાં આવ્યા છે.[૨] તેમણે રવિશંકર સાથે વિવિધ પ્રસંગોએ સંગીત-સમારોહમાં ભાગ લીધા છે.[૩][૪][૫] ઉદય દ્વારા રવિ શંકરની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીની પૂર્વસંધ્યાએ કરવામાં આવેલ સમારોહમાં ઝાકીર હુસૈન સાથે કાર્યક્રમ આપ્યો હતો. એમના તબલાવાદન કાર્યક્રમનું પ્રસારણ સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે રેડિયો DRS પર, બીબીસી ટીવી અને રેડિયો ફ્રાન્સ ખાતે થયું છે. તેમણે સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રવાસ કર્યો છે, એટલે કે: દુર્ગાલાલ ઉત્સવ દિલ્હી, સપ્તક ઉત્સવ અમદાવાદ, વસંતહબ્બા ઉત્સવ બેંગલુરુ, આંતરરાષ્ટ્રીય લોક ઉત્સવ હંગેરી, ડ્રમ ફેસ્ટીવલ જર્મની, વિશ્વ સંગીત ઉત્સવ રોમ, આંતરરાષ્ટ્રીય ઉત્સવ ચેર્નોબીલ-પિડિતો માટે, આંતરિક ઉત્સવો માટે સમકાલીન સંગીત, મંગોલિયા, ઓડિસા, વિયેતનામ, ઇન્ડોનેશિયા,[૬] વગેરે.[૭][૮][૯][૧૦] વધુમાં તાજેતરમાં જ તેમણે બનાવેલ સંગીત પર આધારિત ૧૧મી સદીનું મહાકાવ્ય ગીત-ગોવિંદ જયદેવ દ્વારા, જે "ગીત ગોવિંદ – કૃષ્ણનું શાશ્વત પ્રેમગીત",[૧૧][૧૨][૧૩][૧૪] 'કબીર તુલસી એન્ડ અસ',[૧૫] 'ગીત માળાઓ'[૧૬] અને 'ભાસ્કર - ધ રાઇઝિંગ'[૧૭] વગેરેનું નિર્માણ અને રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે.
વ્યક્તિગત જીવન
ફેરફાર કરોઉદયનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. તેમના પિતા પાર્થો સારથી મજમુદાર ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રથમ પેઢીના ગિટારવાદક છે. ઉદયે ફિલોમેના બીયાંકુલી સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર જય મજમુદાર અને એક પુત્રી ઈષા મજમુદાર છે. ઉદય દ્વારા નિર્મિત સંગીત સ્વિટ્ઝર્લૅન્ડ અને નવી દિલ્હી, ભારત ખાતે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. આ કેટલાક રજૂઆત સમાવેશ થાય છે: નમ્રતા રાય,[૧૮] ભાસ્કર દાસ, રોહન દાસગુપ્તા,[૧૯] પીઉ નંદી, રૂપેશ પાઠક.[૨૦][૨૧][૨૨]
ડિસ્કોગ્રાફી
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-12-15 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-11.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-11.
- ↑ Sundaresan, P.N. (૨૦૦૪). Sruti, issues 232-243.
- ↑ Purie, Aroon (૧૯૯૭). India Today. India: Living Media India Limited.
- ↑ Information S.E.G./S.S.E. S.E.G. ૧૯૯૫.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-11.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-11.
- ↑ Udai, Mazumdar (જાન્યુઆરી ૨, ૨૦૦૪), "Close to vocal", The Hindu, archived from the original on 2004-01-12, https://web.archive.org/web/20040112162439/http://www.hindu.com/fr/2004/01/02/stories/2004010201830800.htm, retrieved જાન્યુઆરી ૨, ૨૦૦૪
- ↑ http://www.worldrhythm.de/wrp/musicians.html
- ↑ Udai, Mazumdar (ફેબ્રુઆરી ૯, ૨૦૦૯). "Strung Out". The Telegraph - Calcutta (Kolkata). મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી ૯, ૨૦૦૯. More than one of
|work=
and|newspaper=
specified (મદદ) - ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2019-01-23 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-11.
- ↑ https://www.youtube.com/watch?v=YEgWdRSxWJY
- ↑ https://www.youtube.com/watch?v=dK_VlEpveSo
- ↑ https://www.youtube.com/watch?v=Nb691SA40U0
- ↑ https://www.youtube.com/watch?v=QfR-6fLJVMY
- ↑ https://www.youtube.com/watch?v=Og4mJfKliz4
- ↑ https://www.youtube.com/watch?v=MAQV_QiQrrM
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2019-01-24 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-09.
- ↑ http://rohandasgupta.com
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-11.
- ↑ http://www.ukraine-kiev-tour.com/vinnytsia_jazzfest_2013.html
- ↑ http://www.fest.md/en/events/concerts/ethno-jazz-festival-2012
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-11.
- ↑ http://www.worldcat.org/title/echoes-from-india/oclc/727719391
- ↑ http://www.musikderwelt.info/cdcorner.asp
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-11.