ઊખીમઠ (અંગ્રેજી ભાષામાં Okhimath પણ લખવામાં આવે છે) એક નાનું શહેર તેમ જ હિંદુ યાત્રાધામ છે, જે ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લા ખાતે આવેલ છે. તે દરિયાઈ સપાટીથી ૧૩૧૧ મીટર જેટલી ઉંચાઇ પર અને રુદ્રપ્રયાગ ખાતેથી ૪૧ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. શિયાળાની ઋતુ દરમિયાન, કેદારનાથ મંદિર અને મધ્યમેશ્વર મંદિર ખાતેથી મૂર્તિઓને ઊખીમઠ ખાતે લાવવામાં આવે છે અને અહીં છ મહિના સુધી પૂજા કરવામાં આવે છે. નજીકમાં સ્થિત વિવિધ સ્થળોની મુલાકાત લેવા માટે ઊખીમઠનો કેન્દ્ર સ્થાન તરીકે ઉપયોગ કરી શકાય છે, જેમ કે મધ્યમહેશ્વર (દ્વિતિય કેદાર), તુંગનાથ (તૃતિય કેદાર) અને દેવરિયા તાલ (એક કુદરતી તાજા પાણીનું તળાવ) અને અન્ય ઘણા મનોહર સ્થળો. [] હિન્દુ પૌરાણિક કથા અનુસાર ઉષા ( વનાસુરની પુત્રી) અને અનિરુધ્ધ (ભગવાન કૃષ્ણના પૌત્ર) ની લગ્નવિધિ અહીં ઉજવવામાં આવી હતી. ઉષાના નામથી આ સ્થળનું નામ ઉશામઠ હતું, જેને હવે ઊખીમઠ તરીકે ઓળખવામાં આવે છે. રાજા માંધાતાએ અહીં ભગવાન શિવને રીઝવવા તપ કર્યું હતું. શિયાળા દરમિયાન કેદારનાથની ડોલી ઉત્સવ ઉજવણી કરી આ જગ્યાએ લાવવામાં આવે છે. ભગવાન કેદારનાથની શિયાળુ પૂજા અને ભગવાન ઓમકારેશ્વરની આખું વર્ષ અહીં યોજાય છે. આ ઓમકારેશ્વર મંદિર ઊખીમઠમાં આવેલું છે, જે રુદ્રપ્રયાગથી ૪૧ કિલોમીટર જેટલા અંતરે છે []

ઊખીમઠ
ઊખીમઠ મંદિર
ઓમકારેશ્વર મંદિર, ઊખીમઠ
ઓમકારેશ્વર મંદિર, ઊખીમઠ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોરુદ્રપ્રયાગ
દેવી-દેવતાશિયાળા દરમિયાન કેદારનાથ અને મધ્યમહેશ્વર
તહેવારોમદમહેશ્વર મેળો
સ્થાન
રાજ્યઉત્તરાખંડ
દેશભારત
ઊખીમઠ is located in Uttarakhand
ઊખીમઠ
ઉત્તરાખંડમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ30°31′06″N 79°5′43″E / 30.51833°N 79.09528°E / 30.51833; 79.09528Coordinates: 30°31′06″N 79°5′43″E / 30.51833°N 79.09528°E / 30.51833; 79.09528
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારઉત્તર ભારતીય સ્થાપત્ય શૈલી
નિર્માણકારઅપ્રાપ્ય
પૂર્ણ તારીખઅપ્રાપ્ય
ઊંચાઈ1,311 m (4,301 ft)

ઊખીમઠમાં અન્ય ઘણા દેવીઓ અને દેવીઓ જેમ કે ઉષા, શિવ, અનિરુદ્ધ, પાર્વતી અને માંધાતાને સમર્પિત પ્રાચીન મંદિરો છે. [] ગોપેશ્વર સાથે ગુપ્તકાશીને જોડતા માર્ગ પર સ્થિત આ પવિત્ર નગર મુખ્યત્વે કેદારનાથના મુખ્ય પૂજારીઓની વસાહત છે, જેઓ રાવલ તરીકે ઓળખાય છે.

ઊખીમઠ ખાતે ઓલ ઇન્ડિયા રેડિયો રિલે સ્ટેશન છે, જે આકાશવાણી ઊખીમઠ તરીકે ઓળખાય છે. તે એફએમ ફ્રીક્વન્સીઝ પર કાર્યક્રમો પ્રસારિત કરે છે.

ચિત્રદર્શન

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ઉખીમાથ
  2. "ઊખીમઠ". મૂળ માંથી 2012-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2019-02-11.
  3. "ઊખીમઠ યાત્રા માર્ગદર્શિકા". મૂળ માંથી 2018-02-12 પર સંગ્રહિત. મેળવેલ 2019-02-11.