એક્યુપ્રેસર
એક્યુપ્રેસર શરીરના જુદા જુદા ભાગો પર આવેલાં મહત્વપૂર્ણ બિંદુઓ પર દબાણ આપી રોગનું નિદાન કરવાની તેમ જ સારવાર આપવાની એક પધ્ધતિ છે. ચિકિત્સા શાસ્ત્રની આ શાખાના માનવા મુજબ માનવ શરીર પગથી લઇને માથા સુધી એકબીજા ભાગો અને અંગોનું બનેલું છે, જે બધા અંગો તેમ જ ભાગો એકમેક સાથે સંકળાયેલ છે. હજારોની સંખ્યામાં નસો-નાડીઓ, શિરા-ધમનીઓ, માંસપેશીઓ, સ્નાયુ અને હાડકાંઓની સાથે અન્ય કેટલાંય અંગો ભેગાં મળી આ માનવ શરીરને મશીનની માફક બખૂબી ચલાવે છે. આ પધ્ધતિ પ્રમાણે કોઇ એક બિંદુ પર દબાણ આપવાથી તે બિંદુ સાથે જોડાયેલા શરીરના ચોક્કસ અંગ કે ચોક્કસ ભાગ પ્રભાવિત થાય છે. આ ચિકિત્સા પધ્ધતિ ચીન દેશની ચિકિત્સા પધ્ધતિ છે. આ પધ્ધતિ અંતર્ગત સતત સંશોધનો તેમ જ અભ્યાસ કર્યા પછી માનવ શરીર ઉપર આશરે બે હજાર જેટલાં આવાં બિંદુઓ શોધી કાઢવામાં આવ્યાં છે, જેને એક્યૂપોંઇટ કહેવામાં આવે છે અને એના પર સારવાર આપ્યા પછી સંબધિત બિમારીમાંથી પ્રથમ રાહત અને પછી મુક્તિ મેળવી શકાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |