એશિયાઇ ચિત્તો
એશિયાઇ ચિત્તો અથવા ઈરાની ચિત્તો કે જે લુપ્ત થતું જતુ એક વન્ય (રાની) પ્રાણી છે. તે તાજેતરમાં ભારતમાં લુપ્ત થઇ ચુક્યા હોવાની ધારણા છે. ભારતમાં રાજાશાહીના સમય દરમિયાન તે હરણાં, કાળિયાર વગેરે જેવા પશુઓનો શિકાર કરવા વપરાતા. રાજાઓ તેને પાળતાં અને તેનો ઉપયોગ શિકારી તરીકે કરતાં.
એશિયાઇ ચિત્તો મોટે પાયે માત્ર ઇરાનમાં જ જોવા મળે છે. આમ છતાં તે બલોચિસ્તાન, પાકિસ્તાનમાં પણ જોવા મળે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |