ઓંડિવીરન

ભારતીય સ્વાતંત્ર્ય સેનાની

ઓંડિવીરન પગડાઈ (અથવા ઓંડિ વીરન) (મૃત્યુ ૨૦ ઓગસ્ટ ૧૭૭૧) ભારતીય કમાન્ડર-ઇન-ચીફ હતા, જેઓ તામિલ નાડુમાં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યા હતા.[]

ઓંડિવીરન પગડાઈ
જન્મની વિગત
ઓંડિવીરન પગડાઈ

નેરકટ્ટુમસેવલ, તિરુનેલવેલી, બ્રિટીશ ભારત
મૃત્યુ૨૦ ઓગસ્ટ ૧૭૭૧[]
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયસ્વાતંત્ર્ય સેનાની

ઓંડિવીરન અરુંથથિયાર સમુદાયમાંથી આવ્યા હતા અને તેમને એક નાયક તરીકે જોવામાં આવે છે. અરુંથથિયારોના દબાણને કારણે તમિલનાડુ સરકારે તિરુનેલવેલી જિલ્લામાં તેમનું સ્મારક બનાવ્યું હતું.[] આ સ્મારકનો શિલાન્યાસ ૨૦૧૧માં કરવામાં આવ્યો હતો.[]

ભારતીય ટપાલ વિભાગે ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ઓંડિવીરનની સ્મૃતિમાં ₹5 ની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

૨૦૦૦ના દશકની મધ્યમાં તમિલનાડુના દલિત સમુદાયે સરકારને ઓંડિવીરનનું સ્મારક સ્થાપવા માટે અરજી કરી હતી. આ ઉપરાંત સ્મારકની સ્થાપના માટે જાહેર વિરોધ પ્રદર્શનો પણ આયોજીત કરવામાં આવ્યા હતા.[] આ સ્મારકનો શિલાન્યાસ રૂ.૪,૯,૦૦,૦૦૦ના ખર્ચે સૂચના અને જનસંપર્ક મંત્રી પરિતિ ઇલમવઝુતિએ ૨૦૧૧માં કર્યો હતો.

  1. "Ondiveeran remembered". The Hindu. 20 August 2016. મેળવેલ 21 August 2016. CS1 maint: discouraged parameter (link)
  2. "'Garden of Classical Tamil' work to be taken up soon". The Hindu.
  3. Rajendran, S. P. (2012). The Fire Against Untouchability. Bharathi Puthakalayam. ISBN 9789381908471.
  4. Staff Reporter (18 January 2011). "Foundation stone laid for memorial". The Hindu.
  5. "CPM activists block road". The Hindu. 2 November 2007.