ઓસમ ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે. અહિંયા પ્રકૃતિ શિબિર પણ યોજવામાં આવે છે[૧].

સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા. એમની માન્યતા પ્રમાણે પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે લડી ગઈ હતી. બન્નેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં મોજુદ છે[૨].

આ ઉપરાંત પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા કરે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીમની થાળી આજે પણ જોઈ શકાય છે. જો કે કાળક્રમે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે.

ઓસમ ડુંગર મહાભારતના સમયકાળ દરમિયાન માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી ઓળખાતો. આ પર્વતની શિલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી માખણિયા પર્વત તરીકે પણ જાણિતો હતો. વિહંગાલોકન કરતા ૐ આકારનો પર્વત દૃષ્ટીમાન થતાં ઓમ+ સમ=ઓસમ પર્વતના નામથી વર્તમાન સમયમાં ઓળખાય છે.

ઓસમ પર્વત પર દર વર્ષે ભાદરવી અમાસથી ત્રિદિવસીય મેળો માત્રી માતાજીના સાનિધ્યમાં યોજાય છે. આ મેળાનું પાટણવાવ ગ્રામપંચાયત દ્વારા આયોજન કરવામાં આવે છે.

પથ દર્શન ફેરફાર કરો

ઓસમ ડુંગર પહોંચવા માટે એસટી બસ કે ખાનગી વાહન દ્રારા ધોરાજી થી પાટણવાવ જઈ શકાય છે. જેનું અંતર જિલ્લા મથક રાજકોટ થી આશરે ૧૦૯ કી.મી જેટલું થાય છે. ધોરાજી તાલુકા પંચાયતની વેબસાઇટ પરની માહિતી મુજબ આ સ્થળની મુલાકાત માટે અગત્યનો દિવસ રવિવાર તથા અનુકુળ સમય સવારથી સાંજ સુધીનો હોય છે[૩].

સંદર્ભો ફેરફાર કરો

  1. http://brcdhoraji.blogspot.in/2013/04/blog-post_14.html ઓસમ ડુંગર પ્રકુતિ શિબિર
  2. http://patanvav.com/home.html સંગ્રહિત ૨૦૧૬-૦૨-૨૪ ના રોજ વેબેક મશિન Heart of Gujarat OSAM HILL
  3. http://rajkotdp.gujarat.gov.in/Rajkot/taluka/dhoraji/talukavishe/jovalayak-sthal-1.htm સંગ્રહિત ૨૦૧૧-૦૯-૦૮ ના રોજ વેબેક મશિન જોવાલાયક સ્થળો - ધોરાજી તાલુકા પંચાયત

બાહ્ય કડીઓ ફેરફાર કરો