રાજકોટ
રાજકોટ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે. આ ઉપરાંત રાજકોટ તાલુકાનું મુખ્ય મથક પણ છે. રાજકોટ ગુજરાતનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે. આ શહેર આજી નદીના કાંઠે વસેલું છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭થી ગુજરાતનાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.
રાજકોટ | |||||||
— શહેર — | |||||||
ઉપરથી: રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રેલ્વે સ્ટેશન, રાણી લક્ષ્મીબાઇ સર્કલ અને અન્ડરબ્રિજ, વોટસન મ્યુઝિયમ, શોપિંગ મોલ
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°18′14″N 70°48′08″E / 22.303894°N 70.802160°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | રાજકોટ | ||||||
મેયર | પ્રદીપ ડવ | ||||||
વસ્તી | ૧૪,૪૨,૯૭૫[૧] (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 128 metres (420 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | www |
ઇતિહાસ
ફેરફાર કરોરાજકોટ શહેરની સ્થાપના વિભોજી અજોજી જાડેજાએ કરી હતી. તેમણે પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.[સંદર્ભ આપો]
ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યું. આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.[સંદર્ભ આપો]
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા.
૧૫ એપ્રિલ ૧૯૪૮થી ૩૧ ઓક્ટોબર ૧૯૫૬ સુધી રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર રહ્યું હતું.
વસ્તી
ફેરફાર કરો૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલા આંકડાઓ અનુસાર, રાજકોટ શહેરની કુલ વસ્તી અંદાજે ૧૪,૪૨,૯૭૫ છે. રાજકોટ શહેરી વિસ્તારમાં માધાપર, માવડી, મનહરપુર, , ઘંટેશ્વર, આનંદપર, મુંજકા, મોટામૌવા, વાવડી, બેડી અને કોઠારીયાનો સમાવેશ થાય છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોફરવાના સ્થળો
ફેરફાર કરો
|
|
|
|
ઐતિહાસિક તથા અન્ય સ્થળો
ફેરફાર કરો
|
|
ઔધોગિક સ્થળો
ફેરફાર કરો
|
|
|
|
અર્થતંત્ર
ફેરફાર કરોગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ (GSFC) હેઠળ શહેર પોતે નાનાં તેમજ ભારે ઉદ્યોગોની મદદથી રાજ્યનાં અર્થતંત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. હાલમાં વિશ્વ બેંક તરફથી મળેલી રૂ. ૨૮ કરોડની માળખાકીય વિકાસ માટેની સહાયથી અહીંના ઉદ્યોગોને ટેકો મળ્યો છે. દેશની મુખ્ય અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ શહેરમાં જમીનની કિંમતો વધે તે પહેલા ભવિષ્યના રોકાણ હેતુ જમીન સુરક્ષિત કરેલ છે. હાલમાં શહેરમાં ઘણા આયોજનો કરવામાં આવ્યા છે, જે શહેરની છબી બદલી નાખશે તેમ માનવામાં આવે છે.
સ્થાનિક સરકાર
ફેરફાર કરોરાજકોટ શહેર ઘણા સરકારી જુથો દ્વારા સંચાલિત છે. આમાં જિલ્લા સેવા સદન (રાજકોટ શહેર કલેસ્ટર ઑફિસ), રાજકોટ મહાનગર પાલિકા, રાજકોટ શહેરી વિકાસ સંસ્થા (RUDA) અને ગુજરાત પોલિસ ખાતું તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલિસ ખાતાનો સમાવેશ થાય છે.
મહાનગર પાલિકા દ્વારા ૨૪x૭ કૉલ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કોલ સેન્ટર ગુજરાતમાં પહેલો અને ભારતમાં બીજો છે.
શિક્ષણ
ફેરફાર કરોશાળાઓ
ફેરફાર કરોશહેરમાં આવેલી અમુક શાળાઓ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળાઓમાં ૨૦ શાળાઓ અને બાળ કેંદ્ર છે, જેમાં ૩ પ્રાથમિક શાળા, ૭ માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર માધ્યમિક શાળા, ૪ ઉચ્ચતર શાળા, ૧ શિક્ષણ કેંદ્ર અને ૧ ખાસ શાળાનો સમાવેશ થાય છે. અન્ય સ્વયં સંચાલિત શાળાઓ પણ રાજકોટના શિક્ષણમાં મહત્વનો ફળો ધરાવે છે.
માધ્યમિક શાળાઓ | ||
---|---|---|
|
|
|
મહાવિદ્યાલયો અને વિશ્વ-વિદ્યાલયો | ||
|
|
|
હવામાન
ફેરફાર કરોહવામાન માહિતી રાજકોટ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 36 (97) |
39 (102) |
43 (109) |
44 (111) |
47 (117) |
45 (113) |
42 (108) |
38 (100) |
40 (104) |
41 (106) |
40 (104) |
37 (99) |
47 (117) |
સરેરાશ મહત્તમ °C (°F) | 28 (82) |
30 (86) |
35 (95) |
38 (100) |
40 (104) |
37 (99) |
32 (90) |
31 (88) |
33 (91) |
35 (95) |
32 (90) |
29 (84) |
33 (92) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | 10 (50) |
12 (54) |
16 (61) |
21 (70) |
23 (73) |
25 (77) |
25 (77) |
23 (73) |
22 (72) |
20 (68) |
16 (61) |
12 (54) |
19 (66) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | −0.55 (31.01) |
1 (34) |
6 (43) |
10 (50) |
16 (61) |
20 (68) |
18 (64) |
20 (68) |
16 (61) |
12 (54) |
7 (45) |
2 (36) |
−0.55 (31.01) |
સરેરાશ precipitation મીમી (ઈંચ) | 0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
10 (0.4) |
100 (3.9) |
270 (10.6) |
120 (4.7) |
80 (3.1) |
10 (0.4) |
0 (0) |
0 (0) |
590 (23.1) |
સરેરાશ વરસાદી દિવસો (≥ 0.1 in) | 0.2 | 0.4 | 0.2 | 0.1 | 1.2 | 6.5 | 13.4 | 7.8 | 5.2 | 1.3 | 0.6 | 0.3 | 37.2 |
Average relative humidity (%) | 42 | 40 | 43 | 44 | 50 | 66 | 79 | 82 | 77 | 57 | 47 | 45 | 56 |
સ્ત્રોત: Weatherbase[૨] |
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
- રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (RUDA) સંગ્રહિત ૨૦૨૦-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન
- રાજકોટ પ્રવાસન માહિતી વિકિવોયજ પર
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Rajkot Municipal Corporation Demographics". Census of India. મૂળ સંગ્રહિત માંથી 24 September 2015 પર સંગ્રહિત. મેળવેલ 5 June 2016.
- ↑ "રાજકોટ-હવામાન". મૂળ માંથી 2012-02-23 પર સંગ્રહિત. મેળવેલ ૧ મે ૨૦૧૨.