કચ્છનું નાનું રણ
કચ્છનું નાનું રણ[૧][૨] એ એક ક્ષાર કળણ છે જે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કચ્છના મોટા રણની બાજુમાં આવેલું છે.
ઘુડખર અભયારણ્ય
ફેરફાર કરોઆ અભયારણ્ય એ ભારતીય જંગલી ગધેડા એટલે કે ઘુડખરનું વિશ્વનું અંતિમ આશ્રય સ્થળ છે. તેમના સંવર્ધન માટે આ સ્થાનને ભારતીય ઘુડખર અભયારણ્ય જાહેર કરાયું છે.
આ ક્ષેત્ર દુષ્કાળગ્રસ્ત અને અત્યંત શુષ્ક હોવા છતાં જૈવિક વિવિધતાથી સંપન્ન છે. આ ક્ષેત્ર ઘણા સ્થાનીય અને સ્થળાંતર કરનારા જળપક્ષીઓ જેમકે ક્રોંચ, બતક, બગલા, પેલીકન, સૂરખાબ અને જમીન પરના પક્ષીઓ જેમકે ગ્રાઉસ, ફ્રેંકોલીન અને ભારતીય બસ્ટર્ડ જેવા પક્ષીઓનું નિવાસ સ્થાન છે.
આ સ્થળ ઘુડખર સિવાય પણ ઘણા અન્ય સસ્તનો જેમ કે ભારતીય શિયાળ (કેનીસ ઈન્ડિકા), લાલ શિયાળ કે રણનું શિયાળ અને નિલગાયનું આશ્રયસ્થાન છે.
જીવાવરણ સંવર્ધન ક્ષેત્ર - વિશ્વ ધરોહર સ્થળ
ફેરફાર કરોઆ ક્ષેત્રને વન વિભાગ દ્વારા જીવાવરણ સંવર્ધન ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે જેમાં ઉષ્ણ કટિબંધીય અને કિનાર પટ્ટીના પ્રદેશના પર્યાવરણનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રને યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી પરિયોજના માનવ અને જીવાવરણ (Man and Biosphere-MAB) હેઠળ સમાવાયું છે. આ પરિયોજના હેઠળ અહીંના જીવાવરણના વૈવિધ્યનું સંવર્ધન, સંશોધન, નિરીક્ષણ અને અવિનાશી વિકાસ યોજના હાથ ધરવામાં આવશે. આ પરિયોજના યુનેસ્કોને મોકલાઈ છે અને તેની સૂચિમાં શામેલ પણ કરાઈ છે. [૩][૪][૫]
પારંપારિક મીઠાના અગરો
ફેરફાર કરોઅહીં પારંપારિક રીતે મીઠું પકવવાનો વ્યવસાય કરવામાં આવે છે[૬]જેને ગુજરાત રાજ્યનું વન ખાતું વિકસાવવાની વિરોધમાં છે કેમકે આ વ્યવસાય દ્વારા આ ક્ષેત્રના પર્યાવરણ પર અસર થવાની શક્યતા છે અને તેનું પરિણામ જંગલી ગધેડા પર પડવાની શક્યતા છે.
ઝીંગા ઉછેર ઉદ્યોગ
ફેરફાર કરોઆ ક્ષેત્રમાં હવે ઝીંગા ઉછેર હાથ ધરાયું છે કેમકે મીઠુ પકવવા કરતા તે વધુ ફાયદાકારક છે. આ ઉદ્યોગનો પણ વન વિભાગ વિરોધ કરે છે[સંદર્ભ આપો].
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Needed in the Little Rann of Kutch, a marketing strategy worth its salt to help the Agariyas (2 page article online); by Adam Halliday; Jul 15, 2009; Indian Express Newspaper
- ↑ RTI revelation: govt has no data on Little Rann of Kutch (2 page article online); by Kamran Sulaimani; Feb 03, 2009; Indian Express Newspaper
- ↑ Nomination entry - UNESCO World Heritage Centre
- ↑ Kutch gets biosphere reserve status - The Greater and Little Rann of Kutch have finally got the much-awaited status of biosphere reserve.
- ↑ Kutch’s wild ass habitat may soon get heritage label (2 Page article online); by DP Bhattacharya; Jul 26, 2007; Indian Express Newspaper
- ↑ The salt-panners of the little Rann સંગ્રહિત ૨૦૧૬-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન; kuensel online; Nov 16, 2009; asiaone news; Singapore Press Holdings
- Rann of Kutch seasonal salt marsh (IM0901); Ecoregion Profile, Flooded Grasslands and Savannas; World Wildlife Fund Report; This text was originally published in the book Terrestrial ecoregions of the Indo-Pacific: a conservation assessment from Island Press. This assessment offers an in-depth analysis of the biodiversity and conservation status of the Indo-Pacific's ecoregions. Also see: Rann of Kutch seasonal salt marsh (IM0901); Flooded Grasslands and Savannas; WildWorld; All text by World Wildlife Fund © 2001; National Geographic Society