કચ્છ રણ અભયારણ્ય ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કચ્છના મોટા રણમાં આવેલું અભયારણ્ય છે, જે ફેબ્રુઆરી ૧૯૮૬માં જાહેર કરવામાં આવ્યું હતું. વિસ્તાર પ્રમાણે તે ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે.[૧]

કચ્છ રણ અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
સ્થળગુજરાત, ભારત
વિસ્તાર7506.22 ચો.કિમી.

૦.૫ થી ૧.૫ મીટર ખારા પાણીની ઊંડાઇ ધરાવતું આ સૌથી મોટા અભયારણ્યોમાંનું એક છે. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન વરસાદી પાણી સૂકાઇ જતા સમગ્ર વિસ્તાર ખારાપટનો બની જાય છે. અભયારણ્યમાં વિવિધ પ્રકારના જળપક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ જોવા મળે છે.

સંદર્ભ ફેરફાર કરો