કમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજ

કમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજ ઈ.સ. ૧૯૪૮માં કમ્બોડીયાને આઝાદી મળી ત્યારે સ્વીકારવામાં આવ્યો.

કમ્બોડીયા
Flag of Cambodia.svg
નામકમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યો૧૯૯૩ (અગાઉનો ઉપયોગ ૧૯૪૮-૧૯૭૦)
રચનાભૂરા, લાલ (બમણી જાડાઈ) અને ભૂરા રંગના ત્રણ આડા પટ્ટા અને મધ્યના લાલ પટ્ટામાં સફેદ રંગનું અંગકોર વાટનું ચિત્ર.

દુનિયામાં બે જ રાષ્ટ્રધ્વજ જ કોઈ ઈમારતને ધ્વજમાં સ્થાન આપે છે તેમાં હાલનો કમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રધ્વજ છે.

ધ્વજ ભાવનાફેરફાર કરો

ધ્વજમાં અંગકોર વાટ અખંડિતતા, ન્યાય અને પૌરાણિકતા, ભૂરો સ્વતંત્રતા, ભાઈચારો અને સહચર્ય તથા લાલ બહાદુરીનું પ્રતિનિધિત્વ કરે છે.