કસાર દેવી, ઉત્તરાખંડ

ભારતના ઉત્તરાખંડ રાજ્યનું એક ગામ

કસાર દેવી ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ અલમોરા નજીક આવેલ એક ગામ છે. આ ગામ કસાર દેવીના મંદિરને કારણે પ્રખ્યાત છે. આ મંદિર બીજી સદીનું છે. સ્વામી વિવેકાનંદ ઈ. સ. ૧૮૯૦માં અહીં આવ્યા હતા. આ ઉપરાંત ઘણા પશ્ચિમી દેશોના સાધકો અહીં આવ્યા છે અને રહ્યા છે. આ ગામ ક્રેંક્સ રિજ માટે પણ પ્રખ્યાત છે, જે ૧૯૬૦-૭૦ના દાયકાના હિપ્પી આંદોલન સમયે ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું. આજે પણ દેશી-વિદેશી પર્વતારોહકો અને પ્રવાસીઓ અહીં રહેવા માટે આવે છે.

કસારદેવી મંદિર, કસાર દેવી

પ્રતિ વર્ષ કારતક પૂર્ણિમા (નવેમ્બર-ડિસેમ્બર) પર અહીં કસાર દેવીનો મેળો ભરાય છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો