પૂનમ
પૂર્ણ ચંદ્ર માટે વપરાતો સંસ્કૃત શબ્દ
ચંદ્રમાસનો શુકલ પક્ષ કે સુદ પક્ષનો પંદરમો દિવસ પૂનમ અથવા પૂર્ણિમા તરીકે ઓળખાય છે. પૂર્ણ ચંદ્રનો આ દિવસ કેલેન્ડર અનુસાર દર માસના પંદરમા દિવસે હોય છે. આ દિવસનું ભારતીય જીવનમાં ખુબ જ મહત્વ છે. દર મહિને આ દિવસે કોઈ તહેવાર કે ઉપવાસ મનાવવામાં આવે છે.
પૂનમના તહેવારો
ફેરફાર કરો- કાર્તિક પૂનમ - પુષ્કર મેળો.
- માગશર પૂનમના દિવસે દત્ત જયંતિ ઉજવવામાં આવે છે.
- પોષ પૂનમના દિવસે શાકંભરી જયંતિ ઉજવવામાં આવે છે. બનારસ ખાતે દશાશ્વમેઘ ઘાટ પર તથા પ્રયાગ ખાતે સંગમ પર સ્નાન ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.
- મહા પૂનમના દિવસે સંત રવિદાસ જયંતિ તથા ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે.
- ફાગણ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે.
- ચૈત્ર પૂનમના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે.
- વૈશાખ પૂનમના દિવસે બુદ્ધ જયંતિ ઉજવવામાં આવે છે.
- જેઠ પૂનમના દિવસે વટસાવિત્રી ઉજવવામાં આવે છે.
- અષાઢ પૂનમના દિવસને ગુરુ પૂર્ણિમા કહે છે. આ દિવસે ગુરુ પૂજા કરવામાં આવે છે. આ જ દિવસે, કબીર જયંતિ ઉજવવામાં આવે છે.
- શ્રાવણ પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.
- ભાદરવા પૂનમના દિવસે ઉમા મહેશ્વર વ્રત મનાવવામાં આવે છે.
- આસો પૂનમના દિવસે શરદ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે.