કાજળ

પ્રાચીન નેત્ર પ્રસાધન

કાજળ કે કાજલ કે આંજણ (સંસ્કૃત:कज्जल, અંગ્રેજી:Kohl) એ એક શ્યામ પદાર્થ છે, જેને ભારતીય ઉપખંડમાં પુરાતનકાળથી આંખો માટેના સૌંદર્ય પ્રસાધન તરીકે વપરાય છે. કાજળને મેશ અથવા અંજન પણ કહેવામાં આવે છે. કાજળ ધુમાડાની કાળાશ અને તેલ તથા કેટલાંક અન્ય દ્રવ્યને મેળવીને બનાવવામાં આવે છે. કાજળનો પારંપારિક હિંદુ શ્રૃંગારમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત હિંદુ ધર્મના લોકોમાં નાનાં બાળકોને ગાલ પર કાજળનો ટીકો કરવામાં આવે છે. જે તેનું ખરાબ નજરથી રક્ષણ કરવા માટે લગાવવામાં આવે છે.[]

પોતાના પુત્રને કાજળનો ટીકો લગાડતી તમિલ સ્ત્રી.
આંખોમાં કાજળ લગાડેલી સોમાલી સ્ત્રી.

ભારત અને ભારતીય ઉપખંડ ઉપરાંત દક્ષિણ એશિયા, મધ્યપૂર્વ, ઉત્તર આફ્રિકા, ઉત્તરપૂર્વ આફ્રિકાના સોમાલી દ્વીપકલ્પ અને પશ્ચિમ આફ્રિકામાં પણ કાજળ સૌંદર્ય પ્રસાધન તરીકે વપરાય છે. અરેબિક ભાષામાં કુહ્‍લ અને પર્શિયન ભાષા (ફારસી)માં સુરમા તરીકે ઓળખાય છે. જો કે પરંપરાગત રીતે કાજળ અને સુરમો બનાવવાની રીતો, પદાર્થો અને ગુણધર્મો અલગ અલગ હોય છે. કાજળમાં કાર્બનની માત્રા અધિક રહેતી હોય છે. પરંપરાગત રીતે કાજળ બનાવવાની એક રીત પ્રમાણે ઘીના દીવા પર કાંસા જેવી ધાતુનું કોઈ વાસણ ધરી રાખી એ વાસણ પર ચોંટતી મેશ એકઠી કરી પછી તેમાં થોડું ઘી ભેળવી નરમ મલમ જેવું બનાવી ભરી લેવામાં આવે છે. આ ઉપરાંત પ્રદેશભેદે અન્ય ઘણી રીતો પણ પ્રચલીત હોય છે. જ્યારે સુરમો બનાવવાની એક રીત ભગવદ્ગોમંડલમાં દર્શાવેલી છે જે [અહીં] વાંચી શકાશે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. Hardy A, Walton R, Vaishnav R., Int J Environ Health Res. 2004 Feb;14(1):83–91. Composition of eye cosmetics (kohls) used in Cairo.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો