કાઠમંડુ

નેપાળની રાજધાની અને સૌથી મોટું શહેર

કાઠમંડુ શહેર ખાતે નેપાળ દેશ કે જે ભારત દેશનો પડોશી દેશ છે, તેની રાજધાની આવેલી છે. દરિયાઈ સપાટીથી ૧૩૫૦ મીટરની ઊંચાઈ પર આવેલ આ રોમાંટિક શહેર નાઈટલાઈફ માટે જગતમાં પ્રસિદ્ધ છે. અહીંની મુલાકાતે આવતા સહેલાણીઓની સંખ્યા નેપાળના કોઈપણ શહેર કરતાં ઘણી વધારે હોય છે. પહાડીઓથી ઘેરાયેલા આ રમણિય શહેરને યૂનેસ્કો તરફથી પ્રસિદ્ધ થતી વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સ્થાન આપવામાં આવેલ છે. અહિંયાની રંગબેરંગી સંસ્કૃતિ અને પરંપરાઓ ઉપરાંત વિશિષ્ટ શૈલીમાં બનેલા શાનદાર ઘરો સહેલાણીઓને અનાયાસે પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંના શાનદાર મંદિરો જગતભરમાં પોતાની અલગ ઓળખાણ બનાવે છે. શહેરનાં પ્રાચીન બજારોની રોનક પણ જોવાલાયક હોય છે.

કાઠમંડુ શહેર


બાહ્ય કડીઓ

ફેરફાર કરો