કાનદાસ બાપુ (ભજનિક, સંત)

કાનદાસ બાપુ ગુજરાતના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામના દેવીપુજક જ્ઞાતિના એક ભજનિક અને સંત હતા. તેઓ સત્ત દેવીદાસ અને અમરમાંની પરબની જગ્યામાં દિક્ષા લઈ સંવાદાસ બાપુના શિષ્ય બન્યા હતા. તેમના આશ્રમો મુંબઈ, અમદાવાદ અને દ્વારકામાં આવેલા છે.

કાનદાસબાપુનો જન્મ હાલના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગામ ભંડારીયા ગામે થયો હતો. તેમના પિતાનુ નામ છગનભાઈ અને માતા જમકુબહેન હતું. તેઓ બાળપણથી જ સાધુ-સંતો અનેો ભજનમાં રસ ધરાવતા હતા.