ફારસી ભાષા

પશ્ચિમ ઇરાની ભાષા

ફારસી (فارسی) ભારતીય-યુરોપીય ભાષાસમૂહના ભારતીય-ઇરાની ભાગમાં આવેલી એક ભાષા છે. એ ઈરાન, અફઘાનિસ્તાન (૧૯૫૮થી આધિકારિક રૂપે દરી)[] અને તાજિકિસ્તાન (સોવિયત સમયે તજિકી)[] દેશોની મુખ્ય ભાષા છે પરંતુ તે મુખ્યત્વે ઇરાનમાં બોલાય છે. ફારસી અરબી લિપિમાં લખાતી આવી છે.

અરબી લિપિની નસ્તાલીક શૈલીમાં લેખિત શબ્દ "ફારસી"

દક્ષિણ એશિયામાં

ફેરફાર કરો
 
તખ્ત-એ શાહ જહાન, આગ્રા કિલ્લો પર ફારસી શાયરી

મધ્યયુગ દરમ્યાન ફારસી-પરસ્ત મુઘલો તથા અન્ય મધ્ય એશિયાઇ શાસકોના આગમન સાથે ફારસી ભાષાના શબ્દો ભારતીય ભાષાઓમાં પણ પ્રવેશ્યા છે.[] ઉર્દૂ ભાષામાં તથા કઇંક અંશે હિન્દી ભાષામાં ફારસી ભાષાની અસર દેખાઇ આવે છે. ગુજરાત રાજ્યમાં પણ મુઘલ તેમ જ મુસલમાન શાસકો શાસન કરી ગયા હોવાને કારણે ગુજરાતી ભાષામાં પણ ફારસી ભાષાની અસર ધરાવતા શબ્દો જોવા મળે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. Asta Olesen, "Islam and Politics in Afghanistan, Volume 3", Psychology Press, 1995. pg 205: "There began a general promotion of the Pashto language at the expense of Fārsi – previously dominant at the educational and administrative level – and the term 'Dari' for the Afghan version of Persian came into common use, being officially adopted in 1958"
  2. Baker, Mona (2001). Routledge Encyclopedia of Translation Studies. Psychology Press. ISBN 978-0-415-25517-2.CS1 maint: ref=harv (link), pg 518: "among them the realignment of Central Asian Persian, renamed Tajiki by the Soviet Union"
  3. "South Asian Sufis: Devotion, Deviation, and Destiny". મેળવેલ 2 January 2015.