કારાકોરમ પર્વતમાળા
કારાકોરમ પર્વતમાળા ભારતીય ઉપખંડમાં આવેલી એક ગ્રેનાઈટ-પટ્ટિતાશ્મ વડે બનેલી વિશાળ પર્વતશ્રેણી છે, જે ભારત, ચીન, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર ક્ષેત્ર અને પાકિસ્તાનના સરહદ વિસ્તારમાં ફેલાયેલી છે. તેનો ઉત્તર-પશ્ચિમ છેડો અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાન સુધી લંબાયેલો છે. આ પર્વતશૃંખલા હિમાલયનો એક ભાગ છે, જે ઉત્તર દિશામાં પામીર નદીના સ્ત્રાવક્ષેત્ર અને દક્ષિણ દિશામાં સિંધુ નદી અને સ્યોક નદીની વચ્ચે આવેલી છે[૧][૨].
કારાકોરમ પર્વતમાળા (કારાકોરમ) | |
Range | |
મધ્ય કારાકોરમ પર્વતમાળામાં બાલતોરો ગ્લેશિયર
૮૦૦૦ મીટરથી વધુ ઊંચા ગેશરબ્રમ-૧ અને ગ્રેશરબ્રમ-૨ શિખરો સહિત | |
દેશ | ભારત, પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર ક્ષેત્ર, પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાન |
---|---|
વિસ્તાર | લડાખ, બાલ્તિસ્તાન, ગીલગીટ, ક્ષીન્ઝીઆંગ, બાદખ્શાન |
સરહદ | પામીર પર્વતમાળા, હિંદુ કુશ પર્વતમાળા, હિમાલય |
સર્વૌચ્ચ બિંદુ | કે-૨ શિખર (K-2) |
- ઉંચાઇ | ૮,૬૧૧ m (૨૮,૨૫૧ ft) |
[[Image:| 256px|alt=|]]
|
આ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર ગોડવિન ઓસ્ટિન (કે-૨) છે, જે એવરેસ્ટ પછીનું સર્વોચ્ચ શિખર પણ છે અને તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી ૮૬૧૧ મીટર જેટલી છે. આ પર્વતમાળાનું પુરાતન નામ 'કૃષ્ણગિરિ' હતું. આ પર્વતમાળામાં સિયાચીન, વિયાકો, બાલતોરો, હિસ્પર વગેરે ગ્લેશિયરો આવેલાં છે. હિડેન શિખર, બ્રોડ શિખર, ગ્રેશર બ્રમ વગેરે મુખ્ય શિખરો છે[૩][૪].
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Bessarabov, Georgy Dmitriyevich (૭ ફેબ્રુઆરી ૨૦૧૪). "Karakoram Range". Encyclopædia Britannica. મેળવેલ ૩ મે ૨૦૧૫.
- ↑ "Hindu Kush Himalayan Region". ICIMOD. મેળવેલ ૧૭ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ "कराकोरम पर्वतश्रेणी". bharatdiscovery.org (હિન્દીમાં). भारतकोश. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "Hindu Kush Himalayan Region". ICIMOD. મેળવેલ ૧૭ ઓક્ટોબર ૨૦૧૪.